જયભિખ્ખુ


              તું તારો દીવો થા :
             જયભિખ્ખુ (૧૯૦૮-૧૯૬૯)

                ગુજરાતી સાહિત્ય જગતમાં "જયભિખ્ખુ"ના નામે પસિદ્ધ થયેલા બાલાભાઈ વીરચંદભાઈ દેસાઈનો આજે જન્મદિવસ છે.
                  રાજકોટ જીલ્લાના વિંછીયામાં મોસાળમાં તેમનો જન્મ થયો હતો.બાલાભાઈએ વરસોડા,બોટાદ,વિજાપુર અને અમદાવાદમાં શિક્ષણ લીધું હતું.તેમનું બાળપણનું નામ ભીખાલાલ હતું અને પત્નીનું નામ વિજયાબેન તેમાંથી પત્ની વિજયાબેનમાંથી "જય"અને પોતાના નામમાંથી "ભિખ્ખુ"લઇ ઉપનામ "જયભિખ્ખુ "રાખ્યું.
               જયભિખ્ખુના ઘડતરમાં જૈન મુનિઓ,પૂજ્ય મોટા અને પંડિત સુખલાલજીનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.જૈન ધર્મના વિદ્યાધામ શીવપુરીમાંથી તર્કભૂષણ અને  ન્યાયતીર્થની પદવીઓ હાંસલ કરી હતી.
               જયભિખ્ખુએ ૩૫ વર્ષની લેખન કારકિર્દીમાં વાર્તા,નવલકથા,ચરિત્રો ,બાળસાહિત્ય,રેડીઓ નાટક વગેરેને લગતા  ૩૦૦ કરતા વધુ પુસ્તકો લખ્યા છે.તેમાં ભાગ્યવિધાતા ,કામવિજેતા,ભગવાન ઋષભદેવ,ચ્રક્વતી ભરતદેવ,પ્રેમભક્ત કવિ વિજય,ભારત બાહુબલી ,દીલ્હીશ્વર ,નરકેસરી,પ્રેમનું મંદિર ભાગ્યનિર્માણ ,સંસારસેતુ,પારકા ઘરની લક્ષ્મી,કંચન અને કામિની ,માદરે વતન ,યાદવાસ્થળી ,કાજળ અને અરીસો,મનઝરૂખો,કન્યાદાન,પગનું ઝાંઝર,રસિયો વાલમ વગેરેનો સમાવેશ થાય છે.પુરાણ અને ઇતિહાસમાં પડેલા વિરલ અને વિશિષ્ઠ ચરિત્રોનો મહિમા એ જયભિખ્ખુના સાહિત્યસર્જનની વિશેષતા છે.
             જયભીખ્ખુને ૧૯૪૮ના વર્ષે "કુમારચંદ્રક "પ્રાપ્ત થયો હતો.પત્રકારની ચેતના અને સર્જકની સંવેદના ધરાવતા જયભીખ્ખુનું ૨૪ ડિસે.૧૯૬૯ના રોજ અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૮ જૂન ૨૦૧૮, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ