જ્યોર્જ સ્ટીવન્સન


                    રેલ્વેના પિતા :
        જ્યોર્જ સ્ટીવન્સન (૧૭૮૧-૧૮૪૮)
         આજના આપણા સાયન્સ અને ટેકનોલોજીના યુગનો પાયો ૧૮મા સૈકામાં નંખાયો હતો .૧૯મા સૈકામાં આ પરિપાટી પર રેલ્વે ગેજનું નિર્માણ થયું તેના ઇજનેર જ્યોર્જ સ્ટીવન્સનનો આજે જન્મદિવસ છે.
          ઇંગ્લેન્ડમાં નોર્ધમ્બરલેન્ડના વ્યાલમ ખાતે જન્મેલા જ્યોર્જ માતા-પિતાના બીજા નંબરના સંતાન હતા.પિતા પાસે પુત્રને ભણાવવાના પૈસા ન હતા તેથી પુત્ર રાત્રિશાળાઓમાં જઈ લખવા-વાંચવાનું  અને ગણિત શીખ્યા.
            ૧૮૦૧મા બ્રેકમેન તરીકે કામ શરુ કર્યું .૧૮૦૫મા પુત્રી અને તેના બીજા જ વર્ષે પત્નીનું અવસાન થયું પણ જગતને કઈક આપવાના ઈરાદા સાથે કામ કરતા સ્ટીવન્સનને લૌકિક સમસ્યાઓ ડગાવી શકી ન હતી .માંઇનર સેફટી લેમ્પની શોધ કરી .પણ સ્વપ્ન તો રેલ્વે લાઈનના નિર્માણનું હતું.
            અનેક મુશ્કેલીઓ આવી ,વૈજ્ઞાનિક ભાષાના અભાવે સ્પર્ધામાં ટકી ન શક્યા .આખરે  ૧૫ સપ્ટેમ્બર ૧૮૩૦ના રોજ રેલવેનું સ્ટાન્ડર્ડ ગેજ કાર્યરત થયું.આ ગેઝનું માપ ૪ ફૂટ અને ૮.૫ ઇંચ હતું.તેને જોવા માટે તત્કાલીન બ્રિટનના વડાપ્રધાન સમેત સેંકડો લોકો ભેગા થયા હતા .
            પ્રસ્તુત સફળતા પાછળ જ્યોર્જે અનેક વર્ષોની મહેનત ઉપરાંત ૨૫૦૦ પાઉન્ડ રોકાણ પણ કર્યું હતું .આ સફળતા પછી  જ્યોર્જ રેલવેના મુખ્ય ઇજનેર બની ગયા તેમના કામને જોવા માટે ઠેઠ અમેરિકાથી ઈજનેરો આવતા હતા .
            જ્યોર્જ ૧૮૪૭મા બનેલા ઇન્સ્ટીયુટ ઓફ મીકેનીકલ એન્જીનીયરીંગના પ્રમુખ પણ બન્યા હતા.તેમના કામની કદરરૂપે યોર્કમાં તેમની પૂર્ણ કદની પ્રતિમા મૂકાઈ છેં અને ૨૦૦૨મા બી.બી.સી એ હાથ ધરેલા સર્વેમાં તેઓ ૧૦૦ શ્રેષ્ઠ અંગ્રેજોમાં સ્થાન પામ્યા હતા .
           જાતે ફળો અને શાકભાજી ઉગાડવાનો શોખ ધરાવતા અને ત્રણ લગ્નો કરનાર જ્યોર્જ સ્ટીવન્સનનું ૧૨ ઓગસ્ટ ૧૯૪૮ના રોજ ૬૭ વર્ષની વયે અવસાન થયું હતું
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૯ જૂન ૨૦૧૮, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ