રામપ્રસાદ બિસ્મિલ
ક્રાંતિવીર
રામપ્રસાદ બિસ્મિલ (૧૮૯૭-૧૯૨૭)
"સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મૈ હૈ ,
દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મૈ હૈ "
પસ્તૃત પસિદ્ધ કાવ્ય પંક્તિના લેખક અને જાણીતા ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલનો આજે જન્મદિવસ છે.
ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં જન્મેલા રામપ્રસાદ ઘરમાં જ ઉચ્ચ દરજજાનું શિક્ષણ પામ્યા હતા.પિતા ઉર્દુ શીખવા માટે મૌલવી પાસે મોકલતા.ભણવામાં અને ખાસ તો ભાષા શીખતી વખતે લાપરવાહી બદલ રામપ્રસાદ પિતાના હાથનો પુષ્કળ માર પણ ખાતા.
યુવા રામપ્રસાદ આર્યસમાજના પરિચયમાં આવ્યા અને જીવન આર્યસમાજ માટે સમર્પિત કરવાનું નક્કી કર્યું ત્યારે પિતાએ ઘર અથવા આર્યસમાજ એવા બે વિકલ્પો આપ્યા અને બિસ્મિલે આર્યસમાજનો વિકલ્પ પસંદ કર્યો હતો.ભાઈ પરમાનંદની જન્મટીપની સજા વખતે રામપ્રસાદે "મેરા જીવન"નામથી કવિતા લખી અને ક્રાંતિકારી પ્રવુતિઓ માટે ભણતર છોડી દીધું.
રાજકીય વિચારસરણીમાં તેઓ લોકમાન્ય તિલકના ગાઢ અનુયાયી હતા."માતૃદેવી ,"શિવાજી સમિતિ "જેવા ક્રાંતિકારી સંગઠનો પણ બનાવ્યા હતા.તેમની મુખ્ય ક્રાંતિકારી પ્રવુતિ મૈનપૂરી અને કાકોરી હત્યાકાંડ વખતે રહી હતી.તે બદલ રામપ્રસાદ" બિસ્મિલને ગોરખપુર જેલમાં ફાંસીની સજા થઇ હતી.તેમના મૃત્યુનો આઘાત સહન ન થતા તેમના એક બહેને વિષ પી આત્મહત્યા કરી હતી.
૧૧ વર્ષના ક્રાંતિકારી જીવનમાં રામપ્રસાદે "મન કી લહર","અમેરિકાને આઝાદી કેમ મળી ?","દેશવાસીઓના નામ સંદેશ "અને "આત્મકથા જેવા પુસ્તકો લખ્યા છે.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૧૧ જૂન ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment