ગેરીબાલ્ડી
બઇતિહાસનું વીરકાવ્ય :
ગેરિબાલ્ડી(૧૮૦૭..૧૮૮૨)
"હું તમને ન તો પગાર આપુ છું ન તો ભોજન અને નિવાસની સુવિધા. હું તો માત્ર તમને ભૂખ્યા તરસ્યાં અને જબરદસ્તીથી ઇટાલીની એકતા અને આઝાદી માટે આગળ ધપવાનું કહું છું"
દેશની આઝાદી માટે ત્યાગ અને સમર્પણના આ શબ્દો હજાર લાલ ખમીસધારીઓનાં સૈન્યને ઈટાલીનાં મહાન દેશભક્ત ગ્યુસેપ ગેરીબાલ્ડી એ કહ્યાં હતાં. આજે તેનો જન્મ દિવસ છે.
ભણવામાં લેશમાત્ર રસ ન ધરાવતા ગેરીબાલ્ડી ને તો નાવિક પિતા સાથે દરિયો ખેડવામાં જ મઝા આવતી હતી. છતાં પોતાની સ્વતંત્રતા અને સાહસ પોષાય તેટલું શિક્ષણ લીધું.
દરિયાઈયાત્રાઓ દરમિયાન તે ઇટાલીનાં મહાન નેતા મેઝીનીથી પ્રભાવિત અને ઇટાલીની આઝાદીની લડાઈમાં પ્રવુત થયો. દેશહિતની અને ક્રાંતિકારી પ્રવુતિઓ બદલ તેને ઘણીવખત ઈટાલીમાંથી ખદેડી મૂકવામાં આવ્યો. આવા સંજોગમાં તેને ઇટાલી આઝાદી અને એકતા માટે સર્વસ્વ સોંપી શકે તેવા ૧ હજાર લાલ ખમીસધારીઓનું દળ તૈયાર કર્યું. છાપામાર યુદ્ધપદ્ધતિ દ્વારા ઈટાલીના દુશ્મન ઑસ્ટ્રિયાને ત્રાહિમામ પોકરાવી દીધું.
આજે પણ ગેરીબાલ્ડીની ગણતરી વિશ્વશ્રેષ્ઠ છાપામાર નેતાઓમાં થાય છે. ઇટાલિયન દેશભક્તોના સહિયારા પ્રયાસોથી ૧૮૭૧ માં ઇટાલી વિદેશી ધુંસરી માંથી મુક્ત થયું.
તે પછી દેશભકતોને સન્માનતી વખતે ગેરીબાલ્ડી એ કહ્યું કે દેશસેવા સ્વયં એક પુરસ્કાર છે અને બિયારણ ખરીદી ખેતી કરવા ચાલ્યો ગયો. આવા મહાન દેશભક્તનું ૨ જૂન ૧૮૮૨ ના વર્ષે અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૪ જુલાઈ ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment