ટુનટુન


       હિન્દી ફિલ્મોના પહેલા મહિલા કોમેડિયન :
                   ટુનટુન (૧૯૨૩-૨૦૦૩)
       આજની તારીખે જન્મનાર  મહાનુભાવોમાં મોટેભાગે કલાકારો અને લેખકોની બહુમતી છે.તેમાંના એક અભિનેત્રી ટુનટુન .
     તેમનું મુળનામ ઉમાદેવી .બચપણમાં વધતા વજન અને બેડોળ શરીરને કારણે ઉમાદેવી સામાજિક ઉપહાસનું કેન્દ્ર બન્યા હતા પણ એજ બેડોળ શરીર અને પોતાની અભિનય કળા દ્રારા લાખો દર્શકોના ચ્હેરા પર મુસ્કાન લાવી દીધી હતી.
        ઉમાદેવીએ બાલ્યાવસ્થામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી તેમનો ઉછેર સગા સંબધીઓએ કર્યો હતો.તેઓને ગાયકીની ઘણો શોખ હતો.અને ગાયિકા તરીકે જ કારકિર્દી બનાવવા મુંબઈ આવ્યા હતા.તેમનું  પહેલુ  જ્ ગીત "અફસાના લીખ રહી હું "કામ્બયાબીની બુલંદી પર પહોચ્યું હતું.તે પછી ૪૦-૫૦ ગીતો ગાયા.વચ્ચે  અંગત કારણોસર ફિલ્મી દુનિયાથી દુર થયા હતા.પરંતુ પાછા આવી અભિનેત્રી તરીકે નવી ઇનિગ શરુ કરી હતી.
             ૧૯૪૬ થી ૧૯૯૦ એમ લગભગ અડધી સદી સુધી કાર્યરત રહેલા ટુનટુને ૨૦૦ થી વધુ ફિલ્મોમાં અભિનય દ્રારા દર્શકોને હસાવવાનું અઘરું કામ કર્યું હતું.તેમને અભિનય કરવાનું સુચન સંગીતકાર નૌશાદે કર્યું હતું.ઉમાદેવીનું નવું નામ ટુનટુન પણ નૌશાદે જ આપ્યું હતું .
              તેમના  અભિનયવાળી ફિલ્મોમાં ઉડન ખટોલા,બાઝ,મિસ કોકા કોલા,મિ.એન્ડ મિસેઝ ૫૫,રાજહઠ,બેગુનાહ,કોહીનુર,કભી અંધેરા કભી ઉજાલા,દિલ અપના પ્રીત પરાઈ,એક ફૂલ ચાર કાંટે ,અંદાજ,નમક હલાલ આદિનો સમાવેશ થાય છે.
              તેમના અંગત જીવનમાં હાસ્ય કરતા દર્દ વધુ હતું. છતાં ટુનટુન ઝુઝારું,કર્તવ્ય પરાયણ ,વિનમ્ર અને હસમુખ વ્યક્તિ રહ્યા હતા.
               હિન્દી ફિલ્મ જગતના આ પહેલા મહિલા કોમેડિયનનું ૨૪ ઓકટોબર ૨૦૦૩ના રોજ ૮૦ વર્ષની વયે અવસાન થયું હતું.
અરુણ વાઘેલા 
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૧૧ જુલાઈ ૨૦૧૮, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ