મંગલ પાંડે


                       ૧૮૫૭નું બ્યુગલ :
                મંગલ પાંડે (૧૮૨૭-૧૮૫૭)
        સન સત્તાવનના સંગ્રામના પહેલા શહીદ મંગલ પાંડેનો આજે  જન્મદિવસ છે.તેમનો જન્મ ઉત્તરપ્રદેશના બલિયા જીલ્લાના નાગવા ગામે થયો હતો.
         યુવાવસ્થામાં હુષ્ટપૃષ્ટ શરીર હતું, એકવાર નજીકના શહેર અકબરપૂરમાં સેનાની પરેડ જોવા ગયા તેનાથી પ્રભાવિત થયા અને કોઈએ શરીર જોઈ લશ્કરમાં જોડાવા કહ્યું અને મંગલ પાંડે ૧૮૪૮મા  બ્રિટીશ થળ આર્મીમાં જોડાઈ ગયા .૧૮૫૦મા બરાકપુર સૈનિક ટુકડીમાં જોડાયા હતા.
           એકવાર માતાદીન નામના વાલ્મીકી જ્ઞાતિના કંપનીના સેવકે  સૈનિકોના માટલામાંથી પાણી પીવા પ્રયત્ન કર્યો,તેને મંગલ પાંડેએ જમાનાની તાસીર મુજબ રોક્યો તો માતાદીન પૈટ -n-૧૮૫૩ (પી-૫૩)રાઈફલમાં ગાય અને ડુક્કરની ચરબી લગાડેલી કારતુસ(પીક્સન કેપ) મોઢેથી તોડવાની થશે ત્યારે તમે શું કરશો ?
               માતાદીન સાથેના સંવાદે મંગલ પાંડેને   ઝકઝોરી દીધો .માતાદીન કારતુસ બનાવવાના કારખાનામાં કામ કરતો હોવાથી તેની વાતમાં સચ્ચાઈ હતી. તેનાથી પ્રેરાઈ પોતાની કંપનીમાં ૨૯ માર્ચ ૧૮૫૭ના રોજ કારતુસ તોડવાનું કહેવામાં આવ્યું ત્યારે મંગલ પાંડેએ તેનો વિરોધ કર્યો.બ્રિટીશ ઓફિસરે તેને વર્દી ઉતારવાનો આદેશ કરી રાઈફલ છીનવવા પ્રયાસ કર્યો મંગલે ઓફિસરે પર હુમલો કરી તેને મારી નાંખ્યો .પ્રતિક્રિયારૂપે મંગલ પાંડેને કોર્ટ માર્શલ કરી સૈનિક અદાલતમાં કેસ ચલાવી ફાંસીની સજા કરવામાં આવી
              આ બનાવ પછી મંગલ પાંડેની  લોકપ્રિયતા એટલી તો વઘી ગઈ હતી કે સ્થાનિક કક્ષાએ તેને ફાંસીની સજા કરવા માટે કોઈ જલ્લાદ તૈયાર ન થયો આખરે કલકતાથી જલ્લાદ બોલાવી ૮ એપ્રિલ ૧૮૫૭ના રોજ ૨૯ વર્ષની વયે તેમને ફાંસી આપવામાં આવી હતી.
                  સત્તાવનના સંગ્રામના આ પહેલા શહીદની સ્મૃતિમાં ૧૯૮૪મા પોસ્ટલ સ્ટેમ્પ અને ૨૦૦૫મા હિન્દી ફિલ્મ બની હતી.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૧૯ જુલાઈ ૨૦૧૮, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ