ઉમાશંકર જોશી


         ઉ.જો.:ઉમાશંકર જોશી :(૧૯૧૧-૧૯૮૮)
આજે ૨૧ જુલાઈ અને
"સ્વતંત્ર પ્રકુતિ તમામ ,
એક માનવી જ કા ગુલામ" અને "ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે ખંડેરની ભસ્મકની ન લાધશે"
             જેવી અમર પંક્તિઓના સર્જક કવિ,વાર્તાકાર,નવલકથાકાર,નાટ્યકાર ,સંપાદક,વિવેચક ,સ્વતંત્રતા સૈનિક,ગુજરાત યુનિ.ના કુલપતિ  અને જાહેરજીવનના અગ્રણી શ્રી ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મદીવસ છે.
           જુના ઇડર રાજ્યના બામણા ગામે જન્મેલા કવિ ઉમાશંકર બી.એ.,એમ.એ થઇ શિક્ષક અને પ્રાધ્યાપક થયા હતા.તેમની સર્વોચ્ચ વ્યવસાયી કારકિર્દી ગુજરાત યુનિ.ના ભાષાભવનમાં પ્રોફેસર ,અધ્યક્ષ અને ભવનના નિયામક અને ગુજરાત યુનિ.ના કુલપતિ  તરીકે રહી હતી.
           સર્જનાત્મક સાહિત્યના ક્ષેત્રે ઉમાશંકરે
સાપના ભારા,શ્રાવણી મેળો,પારકા જણ્યા,ગંગોત્રી,નિશીથ,વિશ્વ શાંતિ,પ્રાચીના,મહાપ્રસ્થાન  જેવા કવિતા,વાર્તા,નવલકથાના પુસ્તકો ઉપરાંત હદયમાં પડેલી છબીઓ,પુરાણોમાં ગુજરાત,૩૧મા ડોકિયું,અખો એક અધ્યયન, સમયરંગ અને ચીનમાં ૫૪ દિવસ જેવા ઈતિહાસ,ચરિત્ર અને પ્રવાસવર્ણનો પણ લખ્યા છે."સંસ્કૃતિ "જેવા સાહિત્યિક સામયિક માટે પણ તેમનું સ્મરણ થાય છે.
            ઉમાશંકરની સાહિત્ય સર્જન પ્રવુતિઓ નર્મદ ચંદ્રક,રણજીતરામ સુવર્ણચંદ્રક ,દિલ્હી સાહિત્ય અકાદમીના પ્રમુખ ,જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થઇ છે.
           તેઓ ગુજરાત યુનિ.ઉપરાંત વિશ્વભારતીના કુલપતિ અને રાજ્યસભાના સભ્ય પણ રહ્યા હતા.
           ગરવી ગુજરાતના આ ગૌરવરૂપ સાહિત્યકારનું ૧૯ ડિસે.૧૯૮૮નાં રોજ અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૨૧ જુલાઈ ૨૦૧૮, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ