આર.જી. ભાંડારકર


ભારતશાસ્ત્રી :આર.જી,ભાંડારકર (૧૮૩૭-૧૯૨૫)

           આજે બે મોટા ગજાના ઇતિહાસકાર,સંશોધકો એક,એનાલ્સ ઈતિહાસલેખન શાખાના પ્રણેતા માર્ક બ્લાંશ(૧૮૮૬-૧૯૪૪) અને ભારતશાસ્ત્રી રામકૃષ્ણ ગોપાલ ભાંડારકરનો જન્મદિવસ છે.
             રામકૃષ્ણ ભાંડારકરનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરી જીલ્લાના માલવણ ગામે થયો હતો તેજસ્વી શૈક્ષણિક  પ્રતિભા ધરાવતા આર.જી.બી.એ અને એમ.એ માં ટોપર હતા.તેમનો સમાવેશ મુંબઈ યુનિ.ના શરૂના(૧૮૬૨)સ્નાતકોમાં થાય છે.
              ૧૮૮૫મા પીએચ.ડી થયા અને તરત જ પુનાની એલ્ફીનસ્ટંટ કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા તેઓએ લંડન અને વિયેનામાં આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં ભાગ લઇ ભારતવિદ્યાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.ઈતિહાસ,સાહિત્યને લગતા તેમના અનેક વિદ્વતાપૂર્ણ પ્રકાશનો પ્રકાશિત થયા છે. જેમાં ફર્સ્ટ બુક ઓફ સંસ્કૃત, લીસ્ટ ઓફ સંસ્કૃત મેન્યુસ્ક્રીપ્ટ ઇન પ્રાઇવેટ લાઈબ્રેરીઝ ઓફ બોમ્બે પ્રેસિડેન્સી,દિ મોર્ય પેસેઝ ઇન દિ મહાભાષ્યા અને અર્લી હિસ્ટરી ઓફ દિ ડેક્કન વગેરે મુખ્ય છે. તેમના દિ મોર્યા પેસેઝ ઇન દિ મહાભાષ્યા પુસ્તકના સંશોધનના આધારે તો મહર્ષિ પતંજલિનો સમય નક્કી થઇ શક્યો છે તેમના વ્યાખ્યાનો પરથી પણ પુસ્તકો પ્રકાશિત થયા છે.
            રામકૃષ્ણ ભાંડારકર  સંશોધક ઉપરાંત અચ્છા સમાજસુધારક પણ હતા તેમણે શાસ્ત્રીય સંશોધનોના આધારે વિધવાવિવાહની યથાર્થતા,દૂધપીતીની નાબુદી,બાળલગ્નોના વિરોધ વિષે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.તેઓ જ્ઞાતિપ્રથાના વિરોધી અને મહિલા શિક્ષણના સમર્થક હતા.સંશોધન આધારિત કર્મશીલતા એ ભાંડારકરની વિશેષતા છે.
              ડો.આર.જી.ભાંડારકરનું કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના સભ્ય અને "નાઈટ "થી સન્માન થયું હતું.તેમની સ્મૃતિમાં પુનામાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું ભાંડારકર ઓરિએન્ટલ ઇન્સ્ટીટયુટ કાર્યરત છે.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૬ જુલાઈ ૨૦૧૮, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ