પ્રેમચંદ


ઉપન્યાસ સમ્રાટ: મુન્શી પ્રેમચંદ (૧૮૮૦..૧૯૩૬)
            આજે જુલાઈનો છેલ્લો દિવસ અને આધુનિક હિન્દી સાહિત્યનાં પિતા પ્રેમચંદ અને ભારતીય દેવાલય સ્થાપત્યના વિશ્વકર્મા તરીકે પંકાયેલા મધુસૂદન ઢાંકીનો જન્મદિવસ છે.
            મુન્શી પ્રેમચંદનો જન્મ ઉત્તરપ્રદેશના બનારસ પાસે લમહીમાં અને મુળનામ ધનપતરાય .૮ વર્ષની નાની વયે માતાનું અવસાન થતાં પિતાએ બીજાં લગ્ન કર્યા , ઓરમાન માતાથી ,૧૬ વર્ષની વયે થયેલાં લગ્ન અને મોટી, કર્કસા  પત્ની અને ગરીબાઈથી પ્રેમચંદ ઘણાં દુઃખી રહ્યાં હતાં. પૈસાના અભાવે પોતાનો કોટ પણ વેચવો પડ્યો હતો. છતાં બધા અવરોધોને પાર કરી ભારતના શીર્ષસ્થ સાહિત્યકાર તરીકે પ્રસ્થાપિત થયાં હતાં.  
            પ્રેમચંદની સાહિત્ય સર્જનયાત્રા માત્ર ૧૩ વર્ષની વયે શરૂ થઈ હતી. નવલકથા, કહાની, નિબંધ, નાટક, લઘુકથા, અનુવાદ એમ ઘણાં સાહિત્ય સ્વરૂપોમાં તેમની કલમ સફળતાપૂર્વક ચાલી હતી. પ્રેમચંદજીની ૩૦૦ થી વધુ વાર્તાઓ અને ડઝન કરતાં વધુ નવલકથાઓ માત્ર હિન્દી સાહિત્યનો જ નહિ વિશ્વ સાહિત્યનો વારસો છે.
            સોડો વતન, સેવાસદન, કર્મભૂમિ, રંગભૂમિ, ગોદાન, ગબન, નિર્મલા, સંગ્રામ વગેરે તેમનાં જાણીતાં વાર્તા.. નવલકથા સંગ્રહો છે. બડે ઘર કી બેટી, આભુષન, મંદિર ઔર મસ્જિદ, ઘાસવાલી, કફન, સત્યાગ્રહ, લાંછન, બુઢ્ઢી કાકી, ઠાકુર કા કૂઆ વગેરે પ્રેમચંદની અત્યંત પ્રસિદ્ધ રચનાઓ છે. "હંસ" પત્રિકાના સંપાદક તરીકે પણ તેઓ જાણીતા છે.
           વાકપટુતા માટે જાણીતા પ્રેમચંદે પોતાના સર્જનો દ્વારા મજૂરો, મહિલાઓ અને દલિતોની વેદનાને વાચા આપી હતી. વાર્તા અને નવલકથાના ક્ષેત્રે તેમણે વિકસાવેલી પરંપરા એ ૨૦મા સૈકાના હિન્દી સાહીત્યનું ઘડતર કર્યું છે. પ્રેમચંદનું  ૮ ઑક્ટોબર ૧૯૩૬ ના રોજ અવસાન થયું હતું.
            આવા મહાન સાહિત્યકારનું તેમની સ્મૃતિમાં  ટપાલટિકિટ બહાર પાડી અને  સાહિત્ય સંસ્થાનો રચી  ભારતે સન્માન કર્યું છે. તેમની રચનાઓનું અનેક ભાષાઓમાં ભાષાંતર થયું છે.
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૩૧ જુલાઈ ૨૦૧૮, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ