રણછોડરામ દવે
ગુજરાતી નાટકના પ્રણેતા :
રણછોડરામ ઉદયરામ દવે. (૧૮૩૭..૧૯૨૩)
આજે ૮ ઓગસ્ટ ,હિન્દ છોડો આંદોલનનો આજના દિવસે ૧૯૪૨ નાં વર્ષે ઠરાવ થયો હતો અને ક્રિકેટર દિલીપ સરદેસાઈ, સ્વતંત્રતા સેનાની જ્યોત્સનાબેન શુક્લ અને ગુજરાતી નાટકના પ્રણેતા તરીકે પ્રસિદ્ધ થયેલા રણછોડરામ ઉદયરામ દવેનો જન્મદિન છે.
ખેડા જિલ્લાના મહુધા ગામે જન્મેલા રણછોડરામ મહુધા, નડિયાદ અને અમદાવાદમાં ભણ્યાં હતાં. અમદાવાદ કલેક્ટર કચેરીમાં અને અમદાવાદના અગ્રણી ઉદ્યોગપતિ બેચરદાસ લશ્કરીની કંપનીમાં કામ કર્યું.૧૮૮૪ માં તેઓને કરછ રાજ્ય તરફથી હજુર આસિસ્ટન્ટનું માનભર્યું પદ મળ્યું હતું.
વ્યવસાયી પ્રવુતિઓની સાથે તેઓ નાટ્યલેખક તરીકે પ્રસ્થાપિત થયા હતા. ગુજરાતી નાટકને અશુદ્ધિઓ અને અશ્લીલતામાંથી બહાર કાઢવાનું શ્રેય રણછોડરામને જાય છે. જ્યકુમારીવિજયનાટક, લલિતાદુઃખદર્શક નાટક, તારામતી સ્વયંવર, હરિશ્રચંદ્ર, નળ દમયંતી નાટક, વંઠેલ વિરહાના કુંડા કૃત્યો ,રણ પિંગળ, નાટ્ય પ્રકાશ,પાદશાહી રાજનીતિ વગેરે તેમની નાટક,નિબંધ અને પિંગળને લગતી કૃતિઓ છે.ફોર્બ્સકૃત રાસમાળા ,માલવિકાગ્નીમિત્ર,વિક્રમોવર્શિયમના અનુવાદ માટે પણ તેઓ જાણીતાં છે. તેમનું લલિતા દુઃખદર્શક નાટક ગુજરાતી રંગભમિના ઉદય અને વિકાસ માટે નોંધપાત્ર નાટક છે.૧૯૧૨ માં રણછોડરામ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યાં હતાં.
આપણી ભાષાના આ આદ્ય નાટ્યકારનું ૧૯૨૩ માં મુંબઈમાં અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દીવ્ય ભાસ્કર,૮ ઓગસ્ટ ૨૦૧૮, અમદાવાદ
બધી માહિતી બદલ ખૂબ ખૂબ આભાર
ReplyDelete