મૂળદાસ વૈશ્ય
ગુરુજી :મૂળદાસ વૈશ્ય (૧૮૯૪-૧૯૭૭ )
" હડધૂત થઇ હળવો પડ્યો ,જીવન પશુના તુલ્ય છે ,
અવતાર લીધો હિંદમાં,એ શું અમારી ભૂલ છે "
ભારતમાં દલિતોની સ્થિતિ આ પંક્તિ મુજબની હતી ત્યારે વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડની દલિત કલ્યાણ પ્રવુતિઓને પરિણામે ગુજરાતમાં દલિત નેતાઓને પાંગરવાની તક મળી તેમાંના એક શ્રી મૂળદાસ ભૂદરદાસ વૈશ્ય આજે જન્મદિવસ છે
.ઉત્તર ગુજરાતના ખેરાલુ તાલુકાના ઉમતા ગામે જન્મેલા મૂળદાસ વૈશ્ય વડોદરામાં અંત્યજ શાળામાં અભ્યાસ કરી ૧૯૧૭મા ગરો સંસ્કૃત પાઠશાળામાં
અધ્યાપક તરીકે નિમાયા હતા .તેઓનું ઘડતર આર્યસમાજી આગેવાન આત્મારામ અમૃતસરીએ કર્યું હતું .આત્મારામ ,મૂળદાસને છઠો પુત્ર ગણતા હતા . તેઓ વડોદરા રાજ્યની ધારાસભામાં પણ નિમાયા હતા . ગાયકવાડી ધારાસભામાં તેઓ ઠરાવોની ઝડી વરસાવતા રહેતા હતા .મૂળદાસ વૈશ્ય મહાત્મા ગાંધી સાથે પણ ગાઢ રીતે જોડાયેલા હતા .આ ભૂમિકા પર તેઓ લોકસભાના સભ્ય પણ બન્યા હતા .ગુજરાત
દલિત સમાજ સંગઠન અને ગાંધીવાદી રચનાત્મક પ્રવુતિઓ સાથે સંકળાયેલા શ્રી વૈશ્યનું આઝાદી બાદના હોટેલ પ્રવેશ અને બસ સત્યાગ્રહોમાં જેવા દલિત
આન્દોલનોમાં પણ સક્રિય યોગદાન રહ્યું છે .વિનયી ,વિવેકી ,સ્વચ્છતાના આગ્રહી અને અહિંસક વિચારના મૂળદાસ વૈશ્યે "અંત્યજ સુધારક "શીર્ષકથી
પુસ્તિકા પણ લખી હતી .૧૯૭૭મા ગુરુજી મૂળદાસ ભૂદરદાસ વૈશ્યનું અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,અમદાવાદ,૧૬ ઓગસ્ટ ૨૦૧૮
Comments
Post a Comment