હજારીપ્રસાદ દ્વિવેદી
ભારતીય સંસ્કૃતિના આખ્યતા :
હજારીપ્રસાદ દ્રિવેદી (૧૯૦૭ -૧૯૭૯ )
આજે તારીખ ૧૯ ઓગસ્ટ અને વરાળયંત્રના શોધક જેમ્સ વોટ ,ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શંકરદયાળ શર્મા ,વિચારક સુધા મૂર્તિ અને સાહિત્યકાર હજારીપ્રસાદ દ્રિવેદીનો જન્મદિવસ છે .આચાર્ય હજારીપ્રસાદ દ્રીવેદીનો જન્મ
ઉત્તરપ્રદેશના બલિયા વિસ્તારના છપરા ઓઝલવાલિયા ગામે જ્યોતિષ વિદ્યામાં પારંગત પરિવારમાં થયો હતો . તેમનું મુળનામ વૈધનાથ દ્રિવેદી અને અભ્યાસ વતન છપરા,કાશી અને શાંતિનિકેતનમાં કર્યો હતો .કાશીમાં ભણી હજારીપ્રસાદ જ્યોતિષવિદ્યામાં આચાર્ય બન્યા હતા . કાશીમાજ "શાસ્ત્રી"અને "કથા આચાર્ય"
ની પદવી પણ પ્રાપ્ત કરી હતી . ત્યાંથી તેઓનું હીર પારખી ક્ષિતિમોહન સેન શાંતિનિકેતન લઇ ગયા અને હિન્દીનો ઊંડો અભ્યાસ કર્યો .૧૯૫૦મા કાશી
વિદ્યાપીઠમાં હિન્દીના પ્રોફેસર અને અધ્યક્ષ બન્યા ત્યાંથી તેઓને નિષ્કાસિત પણ કરવામાં આવ્યા હતા અને ૧૯૬૭મા પુન:નિયુક્ત પણ થયા હતા . આચાર્ય હજારીપ્રસાદ દ્રિવેદીએ સુર સાહિત્ય ,હિન્દી સાહિત્ય કી ભૂમિકા, પ્રાચીન ભારત કા કલાત્મક વિનોદ ,નાથ સંપ્રદાય ,હિન્દી સાહિત્ય કા આદિકાલ ,સાહિત્ય કા મર્મ ,હિન્દી સાહિત્ય કા ઉદભવ ઔર વિકાસ ,મૃત્યુંજય
રવીન્દ્ર , બાણભટ્ટ કી આત્મકથા,અશોક કે ફૂલ ,આલોક પર્વ,ચારુ ચંદ્રલેખ,પુનનર્વ , મહાપુરુષો કા સ્મરણ , સહજ સાધના હિન્દી ભાષા ક બૃહદ ઐતિહાસિક
વ્યાકરણ (ચાર ભાગ ,એક પ્રકાશિત ,શેષ અપ્રકાશિત ),જેવા નિબંધ,વિવેચન,નવલકથા,ચરિત્ર અને વ્યાકરણને લગતા પુસ્તકો લખ્યા છે.આચાર્ય
હજારીપ્રસાદ દ્રીવેદીના સાહિત્ય સર્જન સાહિત્ય અકાદમી પુરસ્કાર ,પદ્મભૂષણ અને લખનૌ દ્રારા ડી.લીટ્ટ વગેરે થકી પુરસ્કૃત થયું છે .સંસ્કૃત નિષ્ઠ અને વ્યગ્ય-હાસ્યથી સભર ભાષા શૈલી અને નીજી જીવનમાં ઠહાકા મારી હસવાની ટેવ ધરાવતા હજારીપ્રસાદ દ્રિવેદીનું ૧૯ મેં ૧૯૭૯ના રોજ દિલ્હી ખાતે અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૧૯ ઓગસ્ટ ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment