દિનશા વાચ્છા
રાષ્ટ્રવાદી વિચારક : દિનશા વાચ્છા (૧૮૪૪..૧૯૩૬)
આજે તારીખ ૨ ઓગસ્ટ. રાષ્ટ્રવાદી નેતા દિનશા વાચ્છા અને પરાધીન ભારતના મહાન વૈજ્ઞાનિક પ્રફુલ્લચંદ્ર રોયનો જન્મદિવસ છે. દિનશા વાચ્છાનો જન્મ મુંબઇમાં થયો હતો.
સ્થાનિક રાજકારણમાં ભાગ લઇ તેઓએ પોતાનું જાહેર જીવન શરૂ કર્યું હતું.૨૮ ડિસેમ્બર ૧૮૮૫ ના રોજ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની મુંબઇમાં સ્થાપના થઈ ત્યારે દિનશા તેનાં અગ્રગણ્ય નેતાઓ પૈકીનાં એક હતાં.૧૯૦૧ માં મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા.
ભારતમાં અંગ્રેજો દ્વારા થતાં બેસુમાર શોષણનાં તેઓ પ્રખર ટીકાકાર હતાં. નાણાંકીય બાબતોમાં નિષ્ણાંત હોવાનાં નાતે માત્ર ભારતમાં જ નહીં બ્રિટનમાં પણ બ્રિટીશ શોષણખોર નીતિનો કટુ વિરોધ કર્યો હતો. ભાષણો અને લેખો દ્વારા તેઓએ અંગ્રેજો વિરુદ્ધ લોકમત ઊભો કર્યો હતો.
આર્થિક બાબતો સાથે દિનશા વાચ્છા શૈક્ષણિક અને સમાજસુધારણા પણ સક્રિય રહ્યાં હતાં.દિનશા બોમ્બે લેજિસ્લેટિવ એસેમ્બ્લી અને ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ્ એસેમ્બ્લીનાં સભ્ય પણ હતાં.૧૯૧૭ માં તેઓ "નાઈટ"થી સન્માનિત થયાં હતાં. કોંગ્રેસ સાથે માફક ન આવતાં ૧૯૧૯ માં ઉદારવાદી વિચારધારા સાથે જોડાયા હતાં.
તેઓએ recent Indian finance, premchand Raychand , Life and work of J.N.tata , rise and growth of bombay municipal government , shells from the sands of bombay જેવાં પુસ્તકો પણ લખ્યાં છે.
દિનશા વાચ્છાનું ૧૯૩૬ માં અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૨ ઓગસ્ટ ૨૦૧૨, અમદાવાદ
Comments
Post a Comment