સવિતાબેન ત્રિવેદી


       બહેન : સવિતાબેન ત્રિવેદી (૧૮૯૬-૧૯૭૩)
આજે તારીખ ૨૧ ઓગસ્ટ અને સ્વતંત્રતા સૈનિક ગંગાબેન ઝવેરી ,ક્રિકેટર વિનુ માંકડ અને શિક્ષણકાર તથા આઝાદીના લડવૈયા સવિતાબેન ત્રિવેદીનો જન્મદિવસ છે. અમદાવાદમાં જન્મેલા સવિતાબેન સ્ત્રી શિક્ષણ પરત્વે સમાજ સદંતર ઉદાસીન હતો ત્યારે એસ.એન.ડી.ટી યુનિ.ના પહેલી બેચના વિદ્યાથીની તરીકે સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે સ્નાતક થયા હતા . શિક્ષણકાર સવિતાબેનનું સૌથી મોટું યોગદાન એટલે ૧૯૨૪મા અમદાવાદમાં સ્થપાયેલી શારદામંદિર નામની
પ્રયોગાત્મક અને સંયુક્ત પરિવાર જેવી શૈક્ષણિક સંસ્થા .શિક્ષણની પ્રવુતિઓ સાથે ૧૯૩૦મા  સવિનય કાનુન ભંગ આન્દોલનમાં ભાગ લઇ  જેલવાસ પણ ભોગવ્યો હતો . મહાત્મા ગાંધી સાથે સવિતાબેનનો પત્રવ્યવહાર પણ થયો હતો.સવિતાબેન ત્રિવેદીના વ્યક્તિત્વના અનેક પાસાઓ હતા ."સ્ત્રી શિક્ષણ વગર રાષ્ટ્રનો ઉદ્ધાર શક્ય જ નથી "તેમ દ્રઢપણે માનનાર અને તે દિશામાં કામ કરનાર સવિતાબેને વાત્સલ્યભાવ ,શિસ્ત અને ગૃહજીવનના આદર્શ દ્રારા શારદામંદિરને નમૂનારૂપ સંસ્થા બનાવી હતી .આ સંસ્થાએ અનેક મહિલા નેતાઓનું ઘડતર પણ કર્યું છે .ગુજરાત સ્ત્રી કેળવણી મંડળના પ્રમુખ,એસ.એન.ડી.ટી.યુનિ.ના સેનેટ સભ્ય ,અખિલ હિન્દ મહિલા પરિષદના મંત્રી અને પ્રમુખ વગેરે હોદ્દાઓ પર રહી તેઓએ સ્ત્રી શિક્ષણ પ્રત્યે સામર્થ્ય બતાવ્યું હતું. જીવનની ઉત્તરાવસ્થામાં સવિતાબેને ચાણોદ-કરનાળીમાં શ્રી મહિલા સમાજની સ્થાપના કરી સીવણ વર્ગો,બાલમંદિર શરુ કરી વિધવા અને ત્યકતા,નિરાશામાં ડૂબેલી  બહેનોને તેમના જીવનની મહત્તા સમજાવી હતી.અહી તેઓ ચાણોદ ગ્રામ પંચાયતના સભ્ય અને તાલુકા સમાજ કલ્યાણ સમિતિના અધ્યક્ષ પણ રહ્યા હતા.૨૦મા સૈકાના આ તેજસ્વી શિક્ષણકાર અને સામાજિક કાર્યકર્તાનું ૧૯૭૩મા અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૨૧ ઓગસ્ટ ૨૦૧૮, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ