જીવરાજ મહેતા
ડોકટર જીવરાજ મહેતા (૧૮૮૭-૧૯૭૭)
આજે તારીખ ૨૯ ઓગસ્ટ અને સાહિત્યકાર કરુણાશંકર ભટ્ટ ,હોકીના જાદુગર ધ્યાનચંદ અને ગુજરાતના પહેલા મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાનો જન્મદિવસ છે .
અમરેલીમાં માતા-પિતાના આઠ સંતાનો પૈકી સાતમાં સંતાન તરીકે જન્મેલા જીવરાજ મહેતાની શેક્ષણિક કારકિર્દી એટલી તો તેજસ્વી હતી કે અત્યંત ગરીબીમાં પણ મોટાભાગની પરીક્ષાઓ પ્રથમ શ્રેણીમાં પસાર કરી હતી.અમરેલીમાં મેટ્રિક પાસ કરી તાતાની શિષ્યવૃતિ મેળવી બ્રિટનથી પ્રથમ ક્રમ સાથે એમ.ડી થયા હતા . લંડન નિવાસ દરમિયાન રાષ્ટ્રીય નેતાઓના પરિચયમાં આવ્યા અને ભારતીય વિદ્યાર્થીઓના સંગઠનમાં પણ કામ કર્યું હતું .
સ્વદેશ પરત ફરી મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત તબીબ તરીકે જોડાયા ,તરત જ દેશની આઝાદીની લડાઈમાં જોડાયા અને જેલવાસ પણ ભોગવ્યો ,વડોદરા રાજ્યના દિવાન પણ રહ્યા હતા .દેશ આઝાદ થયો એ પછી મુંબઈ રાજ્યના તેઓ નાણા ,ઉદ્યોગ,નશાબંધી અને જાહેર બાંધકામ વિભાગના મંત્રીપદે રહ્યા હતા .
૧ મેં ૧૯૬૦ના રોજ ગુજરાતનું નવું રાજ્ય અસ્તિત્વમાં આવ્યા પછી જીવરાજ મહેતા આપણા પહેલા મુખ્યપ્રધાન અને ૧૯૬૪-૬૬મા તેઓ બ્રિટનમાં ભારતના હાઈ કમિશ્નર બન્યા હતા .મેડીકલની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા જીવરાજ મહેતાના નામથી અનેક સંસ્થાઓ કાર્યરત છે .૭ નવે.૧૯૭૮ના રોજ ડોકટર જીવરાજ મહેતાનું અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૧૯ ઓગસ્ટ ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment