શકીલ બદાયુની
શાયર : શકીલ બદાયુની (૧૯૧૬..૧૯૭૦)
આજે પ્રાચીન ભારતીય વૈજ્ઞાનિક આર્યભટ્ટ, પુરસોત્તમ ગણેશ માવળંકર , ગુજરાતી રસાયણશાસ્ત્રી ટી.કે. ગજ્જર અને શાયર શકીલ બદાયુનીનો જન્મદિન છે.
શકીલ બદાયુનીનો જન્મ ઉત્તરપ્રદેશ બદાયુંમાં થયો હતો. પિતાએ ઘરમાં જ અરબી , ફારસી , ઉર્દૂ અને હિંદીનું પ્રારંભિક શિક્ષણ આપ્યું હતું. તેમણે કલાની અભિવ્યક્તિ માટે ગઝલનું માધ્યમ પસંદ કર્યું અને બદાયુમાં યોજાતાં મુશાયરાઓ માં તેઓની સાહિત્યિક રૂચિ ઘડાઈ હતી.
શકીલ અલીગઢની મુસ્લિમ યુનિવર્સિટીમાં ભણ્યાં અને વિનયન સ્નાતક થયાં હતાં. ૧૯૪૨ થી ૧૯૪૬ સુધી પુરવઠાખાતાંમાં નોકરી કરી.૧૯૫૫ માં રુખસાના ફિલ્મથી બોલીવુડ ગીતકાર તરીકે કામ કરનાર શકીલે તે પછી અનેક ફિલ્મોમાં સફળ ગીતો લખ્યાં છે. સમાંતરે ભારતનાં મોટાભાગનાં શહેરોમાં મુશાયરાઓની જાન પણ બન્યાં હતાં.
શકીલ કહેતાં કે પ્રેમ,સૌન્દર્ય અને શિષ્ટતા વગર પૂર્ણ જીવન શક્ય નથી. પ્રેમ અને પ્રેમસંબંધી મનોવિશ્લેષણ તેમની ગઝલોનો કેન્દ્રિય સૂર રહ્યો છે. બદાયુનીની કલમ તેમના જીવનનો અરીસો હતો તેમની શાયરી સીધી દિલમાં ઉતરી જતી. તે દ્વારા ગઝલનું સ્તર જાળવી શ્રોતાઓને રીઝવવાનું સ્તુત્ય કાર્ય કર્યું. શકિલનો ગઝલ મિજાજ જુઓ :
" કોઈ એ "શકીલ"દેખે યે જુનુન નહિ તો ક્યા હૈ ?
કિ ઉસી કે હો ગયે હમ જો ન હો શકા હમારા"
૨૦ એપ્રિલ ૧૯૭૦ ના રોજ ૫૪ વર્ષની ઉંમરે શકીલ બદાયુનીનું અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૩ ઓગસ્ટ ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment