રવિશંકર રાવળ


કલાગુરૂ : રવિશંકર રાવળ (૧૮૯૨..૧૯૭૭)
            આજે ઓગસ્ટનો પહેલો દિવસ અને ટ્રેજડી ક્વીન મીનાકુમારી અને કલાગુરૂ રવિશંકર રાવળનો જન્મદિવસ છે.
            ૨૦મા સૈકાના પ્રારંભે ચિત્રકારોનું સ્થાન સમાજમાં દુકાનના પાટિયા ચિતરનારા કરતાં વધુ ન હતું ત્યારે ગુજરાતમાં ચિત્રકળાને ગૌરવભર્યું સ્થાન અપાવનાર રવિશંકર રાવળનો જન્મ ભાવનગરમાં થયો હતો. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં લીધું ૧૯૧૦ માં મેટ્રિક થયા પિતાની ઈચ્છા વિરુદ્ધ મુંબઇની આર્ટ સોસાયટીમાં ચિત્રકળાનું શિક્ષણ લીધું. ૧૯૧૬ માં જે.જે. સ્કૂલ ઑફ આર્ટ્સનો સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો અને તેઓની કલાયાત્રા પ્રમાણિત થઈ.
              ૧૯૧૯ માં મુંબઇ છોડી અમદાવાદમાં કળાપ્રવુતિઓ શરૂ કરી."વીસમી સદી"ની લોકપ્રિયતા અને" કુમાર"(૧૯૨૪)સામયિકના  સંસ્થાપક તરીકે પણ રવિશંકર રાવળનું સ્મરણ થાય છે. કળા પ્રવુતિઓ નિમિત્તે અજંટાના કળા મંડપો, કળા ચિંતન, કલાકારની સંસ્કારયાત્રા, કલાકારની કલમે, મૈ દીઠા નવા માનવી, ભારતીય સંસ્કૃતિના પૂજક જેમ્સ કઝિંસ શીર્ષકથી પુસ્તકો પણ લખ્યાં છે."આત્મકથાનક " નામે રવિશંકર રાવળે આત્મકથા લખી છે.
         અમદાવાદમાં ગુજરાત કળાસંઘની સ્થાપના દ્વારા ગુજરાતમાં અનેક ચિત્રકારો તૈયાર કરી કલાની પ્રતિષ્ઠા કરવાનો શ્રેય પણ રવિશંકરને ફાળે જાય છે.
          ગુજરાતના આ કલાગુરૂનું રણજિતરામ સુવર્ણચંદ્રક, પદ્મશ્રી, લલિત કલા અકાદમીના ફેલો , રવિશંકર રાવળ આર્ટ ગેલેરી એમ વિવિધ રીતે થયું છે. રવિશંકર રાવળનું ૯ ડિસેમ્બર ૧૯૭૭ નાં રોજ અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૧ ઓગસ્ટ ૨૦૧૮, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ