કિશોરકુમાર
ખંડવાવાલે :કિશોરકુમાર (૧૯૨૯-૧૯૮૭ )
આજે ૪ ઓગસ્ટ અને સાંસ્થાનિક ભારતીય રાજનીતિના બેતાજ બાદશાહ ફિરોઝશાહ
મહેતા , બ્રિટીશ રાણી એલીઝાબેથ ,અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા અને મશહુર પાર્શ્વ ગાયક કિશોરકુમારનો જન્મદિવસ છે .
ભારતીય ફિલ્મોના લાજવાબ પાર્શ્વગાયક,અભિનેતા અને નિર્દેશક કિશોરકુમારનો જન્મ મધ્યપ્રદેશના
ખંડવામાં થયો હતો . મુળનામ આભાસકુમાર ગાંગુલી અને પીઢ અભિનેતા અશોકકુમારના નાનાભાઈ .ખંડવા અને ઇન્દોરમાં અભ્યાસ કરી કિશોર દા મુંબઈમાં
ગાયક તરીકે કારકિર્દી બનાવવા પધાર્યા હતાં. કે.એસ.સહગલના ગાંડા પ્રશસંક ,એકવાર
અશોકકુમારના ઘરે એસ.ડી.બર્મને બાથરૂમમાં સહગલની નકલમાં ગાતા કિશોરને સાંભળ્યા અને કીશોરની ગાયકીને પ્રસ્થાન મળ્યું .
જીદ્દી ફિલ્મથી ગાવાની અને શિકારી ફિલ્મથી અભિનયની શરૂઆત કરનાર કિશોરકુમાર હિન્દી ચલચિત્ર જગતના ઇતિહાસમાં તેઓની ગાયકી અને અભિનય કળાને બળે દંતકથા સમા બન્યા હતા . ગાયક
તરીકેબંગાળી,હિન્દી ,ગુજરાતી ,અસમી ,મરાઠી,કન્નડ,ભોજપુરી,મલયાલમ,ઉડિયા,અને ઉર્દુ સમેત ભારતની મોટાભાગની ભાષાઓમાં તેમણે ગાયું છે .રૂપ
તેરા મસ્તાના,રાત કલી એક ખ્યાબ મૈ આયી અને ચલા જાતા હું કિસીકી ધૂન મૈ જેવા ગીતો દ્રારા કિશોર લોકહદયમાં બિરાજ્યા .ફિલ્મોના સુપરસ્ટાર રાજેશ
ખન્ના અને અમિતાભ બચ્ચનના અવાજના પર્યાય પણ કિશોરકુમાર હતા.તો અભિનય બાબતે ફિલ્મ પડોશનના કિશોરકુમાંરને કોણ ભૂલી શકે ?
ગાયકીના ક્ષેત્રે તેઓને આઠ વખત ફિલ્મફેર એવોર્ડ મળ્યા છે મધ્યપ્રદેશ સરકાર તરફથી કિશોરકુમાર
એવોર્ડ પણ એનાયત કરવામાં આવે છે.
જીવન દરમિયાન ચાર લગ્નો કરનાર અને ૧૯૭૫માં
કટોકટીનો વિરોધ કરનાર કિશોરકુમાર સતત વિવાદમાં પણ રહ્યા હતા.
૧૯૮૬મા "ખંડવા જાયેંગે ઔર દૂધ-જલેબી ખાયેંગે "એમ નક્કી કર્યું અને વક્ત કી આવાજમાં
છેલ્લી વાર આવાજ આપ્યો.
૧૩ ઓક્ટોબર ૧૯૮૭ના રોજ ૫૮ વર્ષની વયે આ મોટા ગજાના ગાયક-અભિનેતાનું અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૪ ઓગસ્ટ,૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment