નીલ આર્મસ્ટ્રોંગ
પ્રથમ ચંદ્ર્યાત્રી : નીલ આર્મસ્ટ્રોંગ (૧૯૩૦..૨૦૧૨)
આપણે ચાંદામામા , ચાંદામામા કરતા હતા ત્યારે એક અમેરિકન ચંદ્ર પર પહોંચી ગયો તેનું નામ હતું નીલ આર્મસ્ટ્રોંગ અને આજે તેનો જન્મદિન છે.
ઓહિયો ખીણ પ્રદેશમાં વેપકોનેટોમાં જન્મેલા નીલે નાસાના ઓહિયો કેન્દ્રથી વૈજ્ઞાનિક તરીકે કારકિર્દી શરૂ કરી હતી.૧૯૪૭માં ૧૬ વર્ષની વયે પાઇલટનું લાઇસન્સ મેળવ્યું અને ૧૯૬૨માં અવકાશયાત્રીનો દરજ્જો મળ્યો. તેઓ જેમીની..૮ મિશનના કમાન્ડ પાઇલટ બન્યાં.૧૬ માર્ચ ૧૯૬૬ ના રોજ છોડવામાં આવેલું જેમિની અમેરિકાની અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે મોટી સિદ્ધિ હતી. આમસ્ટ્રોંગે પ્રતિ કલાક ૪ હજારની હાઈ સ્પીડ ધરાવતાં ઘણાં એર ક્રાફટ ટેસ્ટ કર્યા હતા.
૧૬ જુલાઈ ૧૯૬૯ નાં રોજ એપોલો..૧૧ દ્વારા તેમની ચંદ્રયાત્રા શરૂ થઈ.૬૦ કલાકની મુસાફરી પછી ૨૦ જુલાઈ ૧૯૬૯ નાં રોજ ચંદ્રની ધરતી પર પગ મૂક્યો અને ત્યાં ત્રણ કલાકનું રોકાણ કરી ૨૪ જુલાઈના રોજ પૃથ્વી પર પરત આવ્યાં.ચંદ્ર પરથી તેઓ બોલેલા " માનવ માટે આ નાનું કદમ છે પણ માનવ જાત માટે તે મોટી છલાંગ સાબિત થશે".
ચંદ્રની ધરતી પરથી માટીના નમૂના, ખુદના પગલાંની છાપ અને કેટલાંક પ્રયોગો કર્યા હતા. પણ પોતાનાં સ્પષ્ટ ફોટા ન લઇ શકવાનો રંજ નીલ આર્મસ્ટ્રોંગને રહ્યો હતો. અમેરિકા તેની સિદ્ધિ પછી રીતસર ગાંડું થયું હતું. નીલને અનેક ઇનામ.. અકરાંમોથી નવાઝવામાં આવ્યાં.
આટલી ભવ્ય સિદ્ધિ પછી પણ નીલ હંમેશા વિવેકી અને નમ્ર રહ્યા હતાં. ઇંન્ટવ્યું પણ ભાગ્યે જ આપતાં.૨૫ ઓગસ્ટ ૨૦૧૨ નાં રોજ ૮૨ વર્ષની વયે નીલ આર્મસ્ટ્રોંગનું અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૫ ઓગસ્ટ ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment