નીરજા ભાનોટ


             હિરોઈન ઓફ હાઇજેક :
             નીરજા ભાનોટ (૧૯૬૩-૧૯૮૬)
          ૧૯૮૬ના વર્ષે આંતકવાદીઓના હાથમાંથી અનેક વિમાન યાત્રીઓના જીવ બચાવનાર નીરજા ભાનોટનો આજે જન્મદિવસ છે .
           પંજાબના ચંડીગઢમાં જન્મેલા નીરજાનું બીજું નામ લાડો હતું .ચંડીગઢની સેન્ટ ઝેવિયર્સ કોલેજથી અભ્યાસ પૂર્ણ કરી લગ્ન કર્યા પણ દામ્પત્ય જીવનમાં કડવાશ આવતા એર હોસ્ટેસ તરીકેની નોકરી શરુ કરી .
           ૧૯૮૬ના વર્ષે મુંબઈથી ન્યુયોર્ક જતા  પૈન એમ -૭૩ વિમાનને ચાર આંતકવાદીઓ દ્રારા કરાંચીથી અપહૃત કરવામાં આવ્યું  .તે દરમિયાન વિમાનના સિનિયર અર્સર તરીકે નીરજા ભાનોટે અસાધારણ કોઠાસૂઝ દાખવી અનેક યાત્રીઓના જીવ બચાવ્યા .સૌપ્રથમ તો ચાલકદળના ત્રણ સભ્યોને વિમાનના કોકપીટમાંથી સલામત બહાર કાઢ્યા .તે પછી  આંતકવાદીઓ વિસ્ફોટક લગાવી બીજા પ્રવાસીઓને ખતમ કરે તે પહેલાં પણ સુરક્ષિત વિમાનની બહાર કાઢ્યા .એ સમયે પોતે ધાર્યું હોત તો જીવ બચાવી નીકળી શક્યા  હોત ! પણ  છેવટે એક બાળકીનો જીવ બચાવવા જતા તેમના પર ગોળીઓની બૌછાર થઇ અને આ વીરાંગના વિમાનમાં જ ઢળી પડી .
          ભારત સરકારે નીરજાની શહાદતનું અશોક ચક્ર ,પાકિસ્તાને તમગા -એ-ઈન્સાનિયત અને અમેરિકાએ " જસ્ટીસ ઓફ ક્રાઈમ "થી સન્માન કર્યું હતું .૨૦૦૪ માં નીરજા ભાનોટની સ્મૃતિમાં ટપાલ
ટિકિટ અને  તાજેતરમાં જ હિન્દી ફિલ્મ બની હતી અને સંઘર્ષશીલ મહિલાઓનું સન્માન કરતી " નીરજા ભાનોટ પૈન ઓફ ન્યાસ " નામની સંસ્થા કાર્યરત છે .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૭ સપ્ટેમ્બર ૨૦૧૮ , અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ