કૃષ્ણલાલ શ્રીધરાણી
કૃષ્ણલાલ શ્રીધરાણી (૧૯૧૧-૧૯૬૦ )
આજે તારીખ ૧૬ સપ્ટેમ્બર અને ગુજરાતી-અંગ્રેજીના કલમકશ ,પત્રકાર અને કવિ તથા નાટ્યકાર કૃષ્ણલાલ શ્રીધરાણીનો જન્મદિવસ છે . વકીલ પિતા અને ગૃહિણી માતાના આ પુત્રનો જન્મ મોસાળ ઉમરાળામાં થયો હતો .
શ્રીધરાણીએ શિક્ષણ દક્ષિણામૂર્તિ વિદ્યાભવન ભાવનગરમાં લીધું હતું . ગુજરાત વિદ્યાપીઠ અને
શાંતિ નિકેતનમાં પણ અભ્યાસ કર્યો હતો . ૧૯૩૫મા એમ.એ.અને ૧૯૩૮મા કોલમ્બિયા યુનિ ,થી પીએચ.ડી થયા હતા . પહેલી કૃતિ બાળ કવિતા "કુમાર"માં છપાઈ અને તેમને કવિપદ પ્રાપ્ત થયું હતું .
શ્રીધરાણીએ પત્રકાર તરીકે અમૃતબઝારપત્રિકા ,ન્યુયોર્ક ટાઈમ્સ ,કરન્ટ હિસ્ટરી ,સેટરડે રીવ્યુ ઓ લિટરેચર ,ન્યુયોર્ક હેરાલ્ડ ટ્રીબ્યુન ,ટોકિયો શીમ્બુન અને વોઈસ ઓફ ઇન્ડિયા જેવા સામયિકો દ્રારા પત્રકારત્વમાં ખેડાણ કર્યું હતું .તેમની "ઇનસાઇડ દિલ્હી "સાપ્તાહિક કોલમ ઘણી લોકપ્રિય બની હતી .
કૃષ્ણલાલ શ્રીધરાણીએ વડલો ,ઇન્સાન ,મિટા દુંગા ,પીળા પલાશ ,પદ્મિની ,મોરના ઈંડા,કોડિયા ,પુનરપિ ,my india my amerika ,war without vailence , the mahatma and the would ,story of indian telegraph ,the jounalists of india,warning to the west જેવા પુસ્તકો લખ્યા છે .તેમનું માય ઇન્ડિયા માય
અમેરિકા પુસ્તક તો સેમી બાઈબલ જેવું ગણાયું હતું .
કૃષ્ણલાલ શ્રીધરાણીએ સોનેટ અને ગીતો લખી દેશ ભક્તિને પ્રોત્સાહિત પણ કરી હતી .દાંડીકુચ દરમિયાન ગાંધીજીની ધરપકડનો અહેવાલ પણ લખ્યો છે .તેમનું રણજીતરામ સુવર્ણચંદ્રક દ્રારા સન્માન થયું હતું પરતું તે મળે તે પહેલા ૨૩ જુલાઈ ૧૯૬૦ના રોજ
"પ્રવાસ મૈ જીવનનો પૂરો કર્યો,
સ્વધામ જાતો પગલે ઉતાવળા "
ના આ કવિ અને સ્કોલર જર્નાલીસ્ટનુ અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૧૬ સપ્ટેમ્બર ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment