રોબર્ટ ક્લાઈવ
ભારતમાં બ્રિટીશરાજનો સંસ્થાપક :
રોબર્ટ કલાઇવ (૧૭૨૫-૧૭૭૪)
"એક યુવાન પોતાની બેકારીથી કંટાળી આત્મહત્યા કરવા જઈ રહતો હતો ,તેને બચાવી કોઈએ કહ્યું : એક જહાજ લંડનથી મદ્રાસ જાય છે તેમાં બેસી જા તને સારો કામધંધો મળી જશે ,અને યુવાન એને અનુસર્યો .મદ્રાસ આવી જકાત કારકુનના રૂપમાં કારકિર્દી શરુ કરી એક પછી એક સીડીઓ ચડતો ૧૭૫૧ સુધીમાં તો બ્રિટીશ સેનામાં કેપ્ટન તરીકે નિયુક્ત થયો અને યોગ્યતાના બળ પર બંગાળમાં ઇસ્ટઇન્ડિયા કમ્પનીનો ગવર્નરના હોદ્દા સુધી પહોચી ગયો .સાહસ ,કુટનીતિ
,કર્મઠતા ,પરિશ્રમ તથા રાષ્ટ્રભક્ત એવા આ યુવાન એટલે ભારતમાં અંગ્રેજીરાજનો પાયો નાંખનાર રોબર્ટ કલાઇવ ,આજે તેનો જન્મદિવસ છે.બ્રિટનમાં સ્ટીચે ડ્રાયટનમાં માતા-પિતાના ૧૩ સંતાનો પૈકીનો એક હતો
.ભારત આવી "બ્રિટીશ સામ્રાજ્યનો સૂર્ય કદી આથમતો નથી "ની પ્રકિયાનો પ્રયોજક બન્યો . ભારતમાં રાજનીતિમાં "સામ,દામ,દંડ અને ભેદની વાત થતી હતી
તેનું વ્યવહારુ સ્વરૂપ રોબર્ટ કલાઇવની વહીવટી નીતિમાં છે ,તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે પ્લાસીનું ૧૭૫૭નુ યુદ્ધ .ભારતમાંથી જ મીરજાફર ,અમીચંદ અને
જગતશેઠ પેદા કરી બંગાળને હડપ કરી લીધું તેનું આ કામ સામ્રાજ્ય નિર્માતાથી ઓછું ન હતું ,બંગાળની સંપતિનો ઘણો હિસ્સો તેણે પોતાના માટે પણ રાખી લીધો હતો તેથી બ્રિટીશ પાર્લામેન્ટમાં તેના પર જુઠાણા અને ભ્રષ્ટાચારના આરોપો પણ લાગ્યા હતા . ભારતમાંથી પ્રાપ્ત કરેલી સંપતિના બળે રોબર્ટ પોતાના
જમાનાના બ્રિટીશ ધનિકોમાં અગ્રણી હતો . તે જમાનાના અંગ્રેજો સાથે તેની સાથે ઉભા રહેવામાં પણ ગૌરવ અનુભવતા હતા .રોબર્ટ કલાઇવ માટે કહેવાય છે કે તેનું મૃત્યુ આત્મહત્યા કરવાથી થયું હતું બેકારીમાં પણ આત્મહત્યાનો વિચાર અને અત્યંત ધનિક બન્યા પછી પણ આત્મહત્યા . તે તારીખ હતી ૨૨ નવેમ્બર
૧૭૭૪ અને રોબર્ટની ઉમર ૪૯ વર્ષ .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર,૨૯ સપ્ટેમ્બર ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment