શહીદ ભગતસિંહ


      શહીદ :ભગતસિંહ (૧૯૦૭ -૧૯૩૧ )
"સુની પડી કબર પર દિયા જલા કે જાના ,
બહતે હુયે રુધિર મૈ દામન ભીગો કે જાના ,
ખુશીયો પે અપની હમ પે ઝંડા લહરા કે જાના ,
દિન ખૂન કે હમારે યારો ન ભૂલ જાના "
કાવ્યપંક્તિ હિન્દુસ્તાન કદાચ સૌથી વધુ કોઈ ક્રાંતિકારી માટે સ્મરતું હોય તો તે શહીદ ભગતસિંહ માટે હશે !.આજે તેમનો જન્મદિવસ છે .હાલના પાકિસ્તાનમાં બંગા જીલ્લાના લાયલપુર ગામે જન્મેલા ભગતસિંહ બાલ્યાવસ્થાથી જ કુશળ,ચપળ ,કુશાગ્ર બુદ્ધિના અને ગજબની ગ્રહણશક્તિ ધરાવતા હતા .દેશભક્તિ અને ફનાગીરીના વાતાવરણમાં તેમનો ઉછેર થયો હતો .મહારાણા પ્રતાપ ,શિવાજી અને લેનિન જેવા મહાપુરુષોથી પ્રભાવિત ભગતસિંહની જીવનદીક્ષા ચંદ્રશેખર આઝાદ અને રામપ્રસાદ બિસ્મિલ્લ દ્રારા થઇ હતી .તો સચીન્દ્ર્નાથ સન્યાલના "બંદી જીવન"પુસ્તકે તેમને નવો રાહ ચીંધ્યો હતો .તેઓ ભારતીય પરમ્પરાઓ સાથે રશિયન ક્રાંતિ ,સમાજવાદ અને માર્ક્સવાદના પણ ગહન અભ્યાસી રહ્યા હતા .ભારતમાં ક્રાંતિકારી પ્રવુતિઓના આશયથી "હિન્દુસ્તાન સોશીયાલીસ્ટ
રીપબ્લીકન એસોસીએશન "નામની સંસ્થાની સ્થાપના દ્રારા ક્રાંતિકારી યુવાઓનું જૂથ ઉભું કર્યું હતું .૩૦ ઓક્ટોબર ૧૯૨૮ના રોજ થયેલી  પંજાબ કેસરી લાલા
લજપતરાયની નિર્મમ હત્યાનો બદલો લેવાના પ્રયાસમાં મી.સ્કોટને બદલે જે.પી.સોન્ડર્સને પૂરો કર્યો અને ભગતની રઝળપાટ શરુ થઇ .૮ એપ્રિલ ૧૯૨૯ના રોજ
લાહોર ધારાસભામાં બોમ્બ ફેંકી ભગતસિંહે તેમની ક્રાંતિકારી પ્રવૃતિઓની પરાકાષ્ટા દેખાડી . ભગતસિંહને સોન્ડર્સ હત્યાકેસમાં  ફાંસી અને ધારાસભા બોમ્બકેસમાં આજીવન કાળાપાનીની સજા થઇ હતી .તારીખ ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ ૨૪ વર્ષના આ નવજુવાનને ફાંસીએ લટકાવવા લઇ જવાતો હતો ત્યારે તે લેનિનનું જીવનચરિત્ર વાંચી રહ્યો હતો .સંબધિત અધિકારીને કહયુ  "થોડીવાર રોકાવ ,એક ક્રાંતિકારી બીજા ક્રાંતિકારીને મળી રહ્યો છે" અને રાત્રે પોણા આઠ વાગ્યે
ભગતસિંહ ફાંસીના માંચડે શહીદ થઇ ગયા અને આપણા માટે પ્રેરણાનું ભાથું મુકતા  ગયા .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૨૮ સપ્ટેમ્બર ૨૦૧૮, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ