જયંત પાઠક


વગડાનો શ્વાસ : જયંત પાઠક (૧૯૨૦ - ૨૦૦૩ )
         આજે ગુજરાતી સાહિત્ય જગતના ત્રણ મોટા કદના સર્જકો - ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ,હાસ્યકાર ધનસુખલાલ મહેતા અને જયંત પાઠકનો જન્મદિવસ છે .
      પંચમહાલજીલ્લાના રાજગઢ તાલુકાના ગોઠ ગામે જન્મેલા જયંત પાઠક ૧૯૩૮માં મેટ્રિક ,૧૯૪૩મા વિનયન સ્નાતક અને ૧૯૪૫મા વિનયન અનુસ્નાતક થયા હતા .જયંત પાઠકે પોતાની વ્યવસાયી કારકિર્દીનો પ્રારંભ શિક્ષક અને પત્રકારત્વથી કર્યો હતો.૧૯૫૩માં તેઓ સુરતની પ્રતિષ્ઠિત એમ.ટી. બી કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા હતા .
           અધ્યયન -અધ્યાપનની ફલશ્રુતિ સ્વરૂપ જયંત પાઠકે કરેલા સર્જનો ગુજરાતી સાહિત્યના પ્રતિનિધિરૂપ છે .જયંત પાઠકે અનુનય ,મર્મર ,વિસ્મય ,શૂળી પર સેજ ,આધુનિક કવિતા, કાવ્યલોક ,ટૂંકીવાર્તા :સ્વરૂપ અને સાહિત્ય ,ભાવયિત્રી , રામનારાયણ વિ .પાઠક :સર્જક અને વિવેચક તથા વનાંચલ જેવા કવિતા ,વિવેચન અને સંસ્મરણાત્મક પુસ્તકો લખ્યા છે .
         જયંત પાઠકના સાહિત્ય સર્જનનું કુમાર ચંદ્રક ,નર્મદ ચંદ્રક ,રણજીતરામ સુવર્ણચંદ્રક ,સાહિત્ય
અકાદમી દિલ્હીનો પુરસ્કાર ,નરસિંહ મહેતા સન્માન અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ એમ અનેક રીતે સન્માન થયું છે .જયંત પાઠકની કવિતાનો મિજાજ
:" થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં ,
            પહાડોના હાડ મારા પિંડમાં ને ,
            નાડીમાં અનેરી નદીઓના નીર ."
          " મને જીંદગી ને મરણની ખબર છે :
            કબર પર ફૂલોને ફૂલો પર કબર છે ."
        ગુજરાતી સાહિત્યના આ મહત્વપૂર્ણ સર્જકનું ૧ સપ્ટેમ્બર ૨૦૦૩ના રોજ અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર , ઑક્ટોબર ૨૦૧૮ , અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ