ત્રિભુવન પટેલ
૨૨ ઑક્ટોબર
શ્વેતક્રાંતિનું બીજ : ત્રિભુવન પટેલ (૧૯૦૩ ..૧૯૯૪ )
આજે તારીખ ૨૨ ઑક્ટોબર અને સમાજ સુધારક મણિશંકર કિકાણી , ક્રાંતિકારી અશફાક ઉલ્લાખાન અને શ્વેતક્રાંતિનાં પાયામાં રહેલાં સ્વતંત્રતા સૈનિક અને સહકારી આગેવાન ત્રિભુવનભાઈ પટેલનો જન્મદિવસ છે.
આણંદમા શ્રીમંત પરિવારમાં જન્મેલાં ત્રિભુવન પટેલે અભ્યાસ આણંદ અને ગુજરાત વિદ્યાપીઠમાં કર્યો હતો. ગુજરાત વિદ્યાપીઠમાં વિનીત પાસ કરી સત્યાગ્રહમાં જોડાયાં હતાં. તેઓનું રાજકીય ઘડતર મહાત્મા ગાંધી અને સરદાર પટેલની નિશ્રામાં થયું હતું. ૧૯૨૪ થી શરૂ થયેલી ત્રિભુવન પટેલની સ્વતંત્રતા સૈનિક તરીકેની યાત્રામાં ૧૯૪૭ માં આઝાદી મળી ત્યાં સુધી કુલ ૪ વખત તે નિમિત્તે જેલમાં ગયાં હતાં.
સ્વરાજ્યપ્રાપ્તિના ગાળામાં પોલસન ડેરીની ઇજારાશાહી સામે ત્રિભુવન પટેલે દૂધ ઉત્પાદકોનો સંઘ રચ્યો હતો. તેમાં પ્રેરણા સરદાર પટેલની રહી હતી. પરિણામે ૭ ઑક્ટોબર ૧૯૪૬ નાં રોજ પહેલી દૂધ સહકારી મંડળી અસ્તિત્વમાં આવી.અને તેમાંજ આજની " ટેસ્ટ ઑફ ઇન્ડિયા" .. અમૂલ ડેરીનું બીજ પડ્યું હતું.તે પછી તો ત્રિભુવન પટેલ અને શ્વેતક્રાંતિના જનક વર્ગીસ કુરિયન ની જોડીએ રંગત દાખવી અને ગુજરાત , ભારત જ નહીં પણ એશિયામાં પ્રસિદ્ધ બની . પોતાની જાહેરાતોમાં કોઈ મોટાં સેલિબ્રિટીને લીધાં વગર બ્રાન્ડિંગ કરતી ગુજરાતની ઓળખ બની તેનાં પાયામાં ત્રિભુવન પટેલ જેવાં પાયાના પથ્થરો રહેલાં છે.
ગુજરાતના આ પાયાના રચનાત્મક કાર્યકર અને સહકારી આગેવાનનું ૩ જૂન ૧૯૯૪ ના રોજ અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૨૨ ઓક્ટોબર ૨૦૧૮, અમદાવાદ
Comments
Post a Comment