બ.ક. ઠાકોર
બળવંતરાય કલ્યાણરાય ઠાકોર (૧૮૬૯..૧૯૫૨)
ગુજરાતી સાહિત્યનાં મોટાં ગજાના કવિ , વિવેચક અને ઇતિહાસ ચિંતક બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનો આજે જન્મદિવસ છે.
સેહેની ના ઉપનામે લખતાં અને બ.ક. ઠા. નાં ટુંકા નામે પ્રસિદ્ધ થયેલા બળવંતરાયનો જન્મ ભરૂચમાં થયો હતો.બ.ક. ઠાં ૧૮૯૦ માં પ્રથમ વર્ગમાં વિનયન સ્નાતક થયાં હતાં.૧૮૯૨ માં પૂનાથી દક્ષિણા ફેલો તરીકે નિમાયા હતાં. ૧૮૮૩ માં શાળાકીય ક્રિકેટ સ્પર્ધામાં તેઓ સૈાથી નાની વયના ખેલાડી હતાં.
બળવંતરાયએ વ્યવસાયીકારકિર્દીનો પ્રારંભ ઇતિહાસ અને અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે સિંધની કરાંચી કૉલેજથી કર્યો હતો.તે પછી પ્રોફેસર ઠાકોર અજમેર, પૂનાની ડેક્કન કૉલેજ, રાજકુમાર કોલેજ, રાજકોટ વગેરે ઠેકાણે અધ્યાપન કાર્ય કર્યુ હતું.
બળવંતરાય ઠાકોર સંસ્કૃતનાં જ્ઞાતા , ઇતિહાસ.. રાજકારણ અને અર્થશાસ્ત્રનાં ગણ્યકોટીના વિદ્વાન અને ગુજરાતી તથા અંગ્રેજીના આરૂઢ અભ્યાસી હતાં. તેનાં પુરાવા એટલે ભણકાર , જૂનું પિયરઘર, મ્હારા સોનેટ , કવિતા , લિરિક ઝડપી આપણી કાવ્ય સમૃદ્ધિ , માલવિકાગ્નીમિત્ર , વિક્રમોવર્શિયમ , શાકુંતલ , પ્લૂટાકનું જીવનચરિત્ર , ઇતિહાસ દિગ્દર્શન , અંબાલાલભાઈ ,લગ્નમાં બ્રહ્મચર્ય , વિવિધ વ્યાખ્યાનો (૨ ભાગ), પંચોતેરમે , પ્રવેશકો જેવાં કવિતા , વિવેચન , અનુવાદ , જીવનચરિત્ર અને ઇતિહાસ વિષયક ગ્રંથો છે.
ગુજરાતીમાં સોનેટના જનક અને કઠોર વિવેચક તરીકે પણ બ.ક. ઠાં જાણીતાં છે. કલાપી અને કવિ કાન્તના સંગાથી તથા મહાત્મા ગાંધીના સહાધ્યાયી એવાં બળવંતરાય ઠાકોરનું ૨ જાન્યુઆરી ૧૯૫૨ ના રોજ અવસાન થયું હતું.
બ.ક. ઠાકોરનું" ગગા ઓઝા પ્રાઈઝ " અને "દિવાન બહાદુર "જેવાં ઇલકાબોથી સન્માન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર , અમદાવાદ
Comments
Post a Comment