ગણેશશંકર વિદ્યાર્થી
પત્રકારિતાની મિશાલ :
ગણેશશંકર વિદ્યાર્થી (૧૮૯૦ -૧૯૩૧ )
આજે તારીખ ૨૬ ઓક્ટોબર અને ફિલસૂફના નામે જાણીતા થયેલા ગુજરાતી હાસ્યકાર ચીનુભાઈ પટવા અને સ્વરાજ્યયુગમાં " પત્રકારિતાની મિશાલ "તરીકે પંકાયેલા ગણેશશંકર વિદ્યાર્થીનો જન્મદિવસ છે .
ગણેશશંકર વિદ્યાર્થીનો જન્મ ઉત્તરપ્રદેશના અલ્હાબાદ જીલ્લાના અતરસુઇયા ગામે તેમના મોસાળમાં થયો હતો . ઉર્દુ ,ફારસી અને હિન્દીનો ઊંડો અભ્યાસ ધરાવતા ગણેશશંકર રાજકીય વિચારધારામાં લોકમાન્ય તિલકના શિષ્ય હતા .માત્ર ૧૬ વર્ષની ઉમરે " હમારી આત્મોસર્ગતા "નામનું પુસ્તક લખ્યું હતું .
વ્યવસાયી કારકિર્દીનો પ્રારંભ તેઓએ કર્મયોગી અને સ્વરાજ્ય નામના સામયિકોથી કરી હતી .
પત્રકારીતાના ક્ષેત્રે સ્વાયત પ્રવુતિઓનું સ્વપ્ન હોવાથી સરસ્વતી જેવા પ્રસિદ્ધ સાહિત્યિક સામયિકના ઉપસંપાદકની નોકરી પણ નકારી હતી .તે પછી
અભ્યુદય અને પ્રતાપ જેવા રાષ્ટ્રવાદી પત્રોમાં લખાણો લખવા શરુ કર્યા હતા.પ્રતાપના લેખક અને સંપાદક તરીકે અન્યાય અને ઉત્પીડન વિરુદ્ધ ક્રાંતિકારી લેખો દ્રારા અંગ્રેજ શાસનની ઊંઘ ઉડાડી તલવાર કરતા કલમની તાકાત વધુ હોય છે તે પુરવાર કર્યું હતું .ક્રાંતિકારી લખાણો બદલ ૫ વખત જેલમાં પણ જવું પડ્યું હતું .
૨૫ માર્ચ ૧૯૩૧ના રોજ કાનપુરમાં કોમી તોફાનોને શમાવવાના પ્રયત્નોમાં ટોળાએ ગણેશશંકર વિદ્યાર્થીની બેરહમીથી હત્યા કરી હતી , હોસ્પીટલમાં તેમની લાશ ઓળખવી પણ મુશ્કેલ બની હતી . કોમી એકતાની વેદિ પર બલિદાન આપનાર ગણેશશંકર કદાચ પહેલા પત્રકાર હતા .
વિક્ટર હયુગોના પુસ્તકોના અનુંવાદ કરવા ઉપરાંત ગણેશશંકર વિદ્યાર્થીએ શેખચલ્લી કી કહાનિયા અને બીજી અનેક વાર્તાઓ અને સંસ્મરણો પણ લખ્યા હતા .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૨૪ ઑક્ટોબર ૨૦૧૮ , અમદાવાદ
Comments
Post a Comment