જતીન્દ્રનાથ દાસ
પ્રાણ જાય પર વચન ન જાય :
જતીન્દ્રનાથ દાસ ( ૧૯૦૪ - ૧૯૨૯ )
" મને મારા જીવન કરતા મારી લડતના સિદ્ધાંતો વધુ પ્રિય છે ! સિદ્ધાંતો ખાતર મરી ફીટવું એમાં જ જીવનની કૃતાર્થતા છે " ભારતીય ક્રાંતિકારી આંદોલનના તેજસ્વી ક્રાંતિકાર જતીન્દ્રનાથ દાસના આ અંતિમ શબ્દો હતા.
માત્ર ૨૫ વર્ષની વયે માભોમની સ્વતંત્રતા માટે પ્રાણનું બલિદાન આપનાર જતીન્દ્ર્નાથ દાસનો આજે જન્મદિવસ છે .કોલકતામાં જન્મેલા જતીન્દ્ર માત્ર
૯ વર્ષની વયે માતાની છત્રછાયા ગુમાવી ,૧૯૨૦મા મેટ્રિક થયા અને મહાત્મા ગાંધીના અસહકાર આંદોલનમાં કુદી પડ્યા પરંતુ હિંદના અનેક યુવાઓની જેમ તેમને પણ ગાંધીજીનો પૂરબહારમાં ચાલતા અસહકાર આંદોલનને પાછું ખેંચી લેવાનો વિચાર રુચ્યો નહિ અને ક્રાંતિકારી ગતિવિધિઓમાં કુદી પડ્યા હતા .
જતીન્દ્રનાથ બોમ્બ બનાવવાની કળામાં નિષ્ણાત હતા . દક્ષિણી બોમ્બકાંડ ,કાકોરી હત્યાકાંડ અને લાહોર કાવતરા કેસમાં જતીન્દ્ર્નાથ સંકળાયેલા હતા.લાહોર કાવતરા કેસના મુખ્ય ક્રાંતિકારી તરીકે કેદી તરીકે જેલમાં ભારતીય કેદીઓ સાથે થતી ગેરવર્તણુક વિરુદ્ધ ૧૪ જુન ૧૯૨૯ના રોજ તેઓએ આમરણાંત અનશન શરુ કર્યા . વચનના પાક્કા જતીન્દ્રને બળજબરીથી ખોરાક આપવાના પ્રયત્નોમાં દૂધ તેમના ફેફસામાં ચાલ્યું ગયું અને ઉપવાસના ૬૩મા દિવસે વીરગતિને પામ્યા.
કલકતામાં તેમની ભવ્ય સ્મશાનયાત્રા નીકળી જેમાં સુભાષચન્દ્ર બોઝ પણ જોડાયા હતા .તેમના પિતાએ પણ પુત્રની શહાદતને માતૃભૂમિ પ્રત્યેનું
અર્પણ ગણાવ્યું હતું .
અરુણ વાઘેલા
Comments
Post a Comment