દર્શક
દર્શક : મનુભાઈ પંચોળી ( ૧૯૧૪ -૨૦૦૧ )
આજે તારીખ ૧૫ ઓક્ટોબરના રોજ ગુજરાતી સાહિત્ય જગતના બે જાણીતા સર્જકો શેખાદમ આબુવાલા (૧૯૨૯-૧૯૮૫ ) અને મનુભાઈ પંચોળી ઉર્ફે દર્શકનો જન્મદિન છે.
નવલકથાકાર ,નાટ્યકાર અને નિબંધકાર તથા ગાંધીવાદી રચનાત્મક -સ્વતંત્રતા સૈનિક મનુભાઈનો જન્મ સુરેન્દ્રનગરના પંચાસીયા ગામે થયો હતો .
ગાંધીપ્રેરિત સવિનય કાનુનભંગ આંદોલનથી પ્રેરાઈ તેમણે અભ્યાસને અલવિદા કરી આંદોલનમાં જોડાયા હતા . ૧૯૩૨માં ભાવનગરમાં દક્ષિણામૂર્તિમાં ગૃહપતિ તરીકે કારકિર્દી શરુ કરી ,૧૯૫૩થી સણોસરામાં લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં અધ્યાપક ,નિયામક અને મેનેજીંગ ટ્રસ્ટી બન્યા અને ગુજરાત અને દેશ સમક્ષ
ગ્રામ વિકાસલક્ષી કેળવણીનો દાખલો પ્રસ્તુત કર્યો હતો .
મનુભાઈ ભાવનગર રાજ્ય જવાબદાર પ્રજાતંત્રમાં અને ગુજરાત રાજ્યના શિક્ષણપ્રધાન પણ રહ્યા હતા .
મનુભાઈ પંચોળી કેળવણીકારની સાથે ઉત્તમ સર્જક હતા .ઝેર તો પીધા છે જાણી જાણી ,સોક્રેટીસ ,કુરુક્ષેત્ર તેમની અત્યંત જાણીતી નવલકથાઓ છે .
આપણો વારસો અને વૈભવ અને ઈતિહાસ અને કેળવણી ગ્રંથોમાં દર્શકે પોતાનું ઈતિહાસ ચિંતન રજુ કર્યું છે .
મનુભાઈ પંચોલીના સાહિત્ય સર્જન અને ચિંતનનું રણજીતરામ સુવર્ણચંદ્રક ,સાહિત્ય અકાદમી -દિલ્હીનો પુરસ્કાર ,મૂર્તિદેવી પુરસ્કાર અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ એમ અનેક રીતે સન્માન થયું હતું .
દર્શકે સદભિ સંગ નામે પોતાનું આત્મવૃતાંત પણ લખ્યું છે .૨૯ ફેબ્રુઆરી ૨૦૦૧ના રોજ દર્શકનું નિધન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર , ૧૫ ઑક્ટોબર ૨૦૧૮ , અમદાવાદ
Comments
Post a Comment