સરદાર પટેલ


      સરદાર : વલ્લભભાઈ પટેલ ( ૧૮૭૫ ..૧૯૫૦ )
        આજે  કોનો જન્મદિવસ છે ? તે કહેવાની જરૂર નથી. ગુજરાતનાં રાજકારણમાં મોટાં શહેરોનો જ દબદબો હતો ત્યારે ચરોતરનાં આ પાટીદાર યુવાને દેશના સરદાર ,રાષ્ટ્રનિર્માતાનું બહુમાન પ્રાપ્ત કર્યું.
        જે જમાનામાં જ્ઞાતિ પરંપરાગત અને જુનવાણી સંસ્થા ગણાતી હતી ત્યારે ૧૯૧૮ ના  ખેડા સત્યાગ્રહથી લઈ ૧૯૪૨ના હિન્દ છોડો આંદોલન સુધી આજ જ્ઞાતિ સંસ્થા પાસેથી  રાષ્ટ્રનિર્માણની દિશામાં એટલું તો રચનાત્મક અને અસરકારક ઢબે કામ લીધું કે આવું ભારતનાં ઇતિહાસમાં પૂર્વે બન્યું ન હતું.
           મહાત્મા ગાંધીનાં રચનાત્મક કાર્યક્રમ અને સંસ્થાઓ માટે સુદ્રઢ બુનિયાદ અને વિશાળ કાર્યકર વર્ગ તૈયાર કર્યો હતો. ખાદી , મદ્યપાનનિષેધ , કિસાન ઉત્કર્ષ , વંચિતોનો વિકાસ , સામાજિક સુધારા , સત્યાગ્રહ પ્રવુતિઓનું  સુનિયોજન વગેરે બાબતોમાં સરદાર પટેલે અસરકારક આગેવાની દેખાડી હતી.
          આઝાદી પછી સરદારે બીજી ક્રાંતિ કરી અને તે  દેશી રજવાડાંઓને ભારત સંઘમાં વિલય કરીને એક અને અખંડ ભારતનું નિર્માણ કરવાની હતી . આ ઐતિહાસિક ઘટનામાં પહેલ ભાવનગર નરેશ કૃષ્ણકુમારસિંહજીની રહી હતી . સરદારની આ ઐતિહાસિક સિદ્ધિની તુલના જર્મનીના બિસ્માર્ક તો  શું જગતની કોઇ વ્યક્તિ કે ઘટના સાથે થઈ શકે તેમ નથી. સરદાર પટેલની સાચી મહત્તા તો એ છે કે આજે પણ દેશનાં સુશાસન અને રાષ્ટ્રભક્તિની મિશાલ રજૂ કરવાં તેમનાં નામ અને કામની દુહાઈ દેવામાં આવે છે.
અરુણ વાઘેલા

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ