સવાઈ જયસિંહ


                 શાસક અને વૈજ્ઞાનિક :
     સવાઈ જયસિંહ બીજા ( ૧૬૮૮ - ૧૭૪૩ )
        આજે જયપુર નગરના સ્થાપક અને સાંસ્કૃતિક અને વિજ્ઞાનના ક્ષેત્રે પ્રસિદ્ધ શાસક  સવાઈ જયસિંહ બીજાનો જન્મદિવસ છે .
         જયસિંહ ૧૧ વર્ષની વયે આમેરના
રાજા બન્યા હતા .મુઘલ બાદશાહે તેમને " સવાઈ "( એક વ્યક્તિ કરતા પા ગણા મોટા )નું બિરુદ આપ્યું હતું .સવાઈ જયસિંહે ૧૭૨૭મા નિયોજન અને
વાસ્તુકલાના અદભૂત  નમુના સમાન જયપુર નગરની સ્થાપના કરી હતી .
          જયસિંહ જ્યોતિષ અને વિજ્ઞાનમાં પુષ્કળ રસ હોવાથી તે અંગેનું ગહન અધ્યયન અને
સંશોધન કર્યું ,પ્રચલિત જ્યોતિષ શાસ્ત્રની ગણતરીઓ સુધારી હતી .યુરોપીયન અને ઇસ્લામી ખગોળશાસ્ત્રીઓની સારણીઓની અશુદ્ધિઓ પણ ચીંધી બતાવી હતી .તેમણે " જીજ મુહમ્મદશાહી "નામથી બધી ગણતરીઓનું પુસ્તક પણ લખ્યું છે.
           જયસિંહનું વધુ યોગદાન તે જયપુર સમેત ભારતના મોટા નગરોમાં સ્થાપેલી વેધશાળાઓ .૧૭૨૪મા દિલ્હીમાં જંતરમંતર ( ઉપકરણ - સૂત્ર )ની સ્થાપના કરી અભ્યાસુઓને સશોધન માટે ખુલ્લું આમંત્રણ આપ્યું હતું . "સમ્રાટ યંત્ર " (સૂર્યની ઉંચાઈ માપવામાં સહાયક યાત્ર ),"જયપ્રકાશ યંત્ર " (ખગોળીય પિંડોનો માપન યંત્ર ) , "રામયંત્ર "( તારાઓનું ઉંચાઈ માપક યંત્ર )વગેરે સવાઈ જયસિંહની વૈજ્ઞાનિક શોધખોળો છે .
           તેમણે જયવિનોદ પંચાંગ અને સમ્રાટ સિદ્ધાંતની રચના પણ કરી હતી . જયસિંહની સિદ્ધિઓને બિરદાવતા જેમ્સ ટોડે કહ્યું હતું કે  " ઇંગ્લેન્ડમાં જે કામ પોપ ગ્રેગરીએ કર્યું હતું તેવું કામ ભારતમાં સવાઈ જયસિંહે કર્યું છે . "
             નક્ષત્ર વિજ્ઞાનના ક્ષેત્રે નવા આયામો રચનાર અને જ્યોતિષવિદ્યાને નવો આધાર અને આકાર આપનાર સવાઈ જયસિંહ બીજાનું ૧૭૪૩મા અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,3 નવેમ્બર ૨૦૧૮ , અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ