ટીપુ સુલ્તાન


         ભારતનો પહેલો મિસાઈલ મેન :
          ટીપુ સુલ્તાન ( ૧૭૫૦ - ૧૭૯૯ )
       આજે સાહિત્યકાર લિયો ટોલ્સટોયની પુણ્યતિથિ અને મૈસુરનો વાઘ ગણાતા ટીપુ સુલ્તાનનો જન્મદિવસ છે .
             બેંગ્લોર પાસે દેવનહાલી (યુસુફાબાદ ) માં હૈદરઅલીના પુત્ર તરીકે જન્મેલા ટીપુ સુલતાનનું આખુનામ સુલ્તાન ફતેહઅલીખાન સાહેબ હતું .રજવાડી માહોલમાં ટીપુ ફારસી ,ઉર્દુ ,કન્નડ અને અરબી જેવી ભાષાઓ ભણ્યો હતો .અશ્વવિદ્યા અને નિશાનબાજીમાં મહારથ હાંસલ કરી હતી . પહેલા મૈસુર વિગ્રહથી તે પિતા સાથે અંગ્રેજો સામે વીરતાપૂર્વક ઝઝુમ્યો હતો અને જીત્યા પણ હતા .
           ૨૨ ડીસેમ્બર ૧૭૮૨ના રોજ મૈસુરના સુલ્તાન બનેલા ટીપુએ રસ્તાઓ ,જાહેર મકાનોનો બાંધકામ ,બંદરોનું નિર્માણ ,નવા સિક્કા અને તોલમાપનું પ્રચલન ,નવા પંચાગનો અમલ ,મજબુત સૈન્ય વ્યવસ્થા ઉભી કરી હતી .૭ કિલો અને ૪૦૦ ગ્રામની તલવાર ધરાવતો ટીપુ   કહેતો કે "સિંહની એક દિવસની જીંદગી ગીદડની હજાર વર્ષની જીંદગી કરતા બહેતર છે ." અંગ્રેજો વિરુદ્ધ લડવા માટે રોકેટનો આવિષ્કાર પણ કર્યો હતો ,ફ્રેંચ સરમુખત્યાર નેપોલિયન સાથે પત્રવ્યવહાર કર્યો હતો .
             અંગ્રેજો સામે મરણીયો સંઘર્ષ કરતા ૧૭૯૯મા ટીપુ  સુલ્તાન હાર્યો અને ૪ મે ૧૭૯૯ના રોજ ક્રુરતાપૂર્વક માર્યો ગયો હતો .ટીપુ સુલ્તાને" ફરમાન - બનામ અલીરાજ્ય "અને "ફતહ -અલ -મુજહિદાદિન "જેવા પુસ્તકો દ્રારા પોતાની સાક્ષરતાનો પરિચય પણ આપ્યો છે .
            ભારતના મિસાઈલમેન અને પૂર્વ રાષ્ટ્રપતિ   સ્વ.અબ્દુલ કલામે તેને રોકેટનાં આવિષ્કારક તરીકે બિરદાવ્યો છે . પોતાના બાહુબળ અને વહીવટી ક્ષમતાને આધારે મૈસુર રાજ્યને વિશ્વ ફલક પર મુકનાર ટીપુ સુલ્તાન સામ્પ્રદ રાજનીતિમાં  વિવાદોમાં પણ  રહ્યો  છે .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,20 નવેમ્બર ૨૦૧૮ ,     અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ