ઈન્દુબેન શેઠ


       સંસ્કારમૂર્તિ :ઇન્દુબેન શેઠ ( ૧૯૦૬ -૧૯૮૫ )
સાહિત્યકાર પ્રબોધ જોશી ,કાર્લ માર્ક્સના સાથી ફેડરિક એન્જલ્સ ,ઓસ્ટ્રલિયન ક્રિકેટર કિથ મિલર અને ગુજરાતના પહેલા  મહિલા મંત્રી ઇન્દુબેન શેઠનો આજે તારીખ ૨૮ નવેમ્બરના રોજ જન્મદિવસ છે .
           અમદાવાદમાં જન્મેલા ઇન્દુબેનના પિતાનું તેમની ૨ વર્ષની ઉમરે અવસાન થયું હતું . તેમના પિતાએ મૃત્યુ પહેલા મોટાભાગની સંપતિ શૈક્ષણિક પ્રવુતિઓ માટે દાન કરી દીધી હતી .અમદાવાદની જ સરકારી શાળામાં ભણેલા ઇન્દુબેનને   ૧૯૨૧માં મેટ્રિકની પરીક્ષામાં આખા મુંબઈ ઇલાકામાં પ્રથમ આવવા બદલ ચેટફિલ્ડ પ્રાઈઝ પ્રાપ્ત થયું હતું .ઇન્દુબેન ગાંધી પ્રભાવમાં ઉચ્ચ અભ્યાસ  વિદ્યાપીઠમાં જોડાયાઅને સ્નાતક થયા અને ત્યાં માનદ અધ્યાપક પણ બન્યા હતા .
        ૧૯૨૦-૨૨ના અસહકાર આંદોલન અને ૧૯૪૨ના હિન્દ છોડો આંદોલનમાં ભાગ લઇ તેમણે જેલવાસ પણ
ભોગવ્યો હતો .  ઇન્દુબેન શેઠનું કાર્યક્ષેત્ર કોમી એકતા અને મહિલા ઉત્કર્ષ તથા શિક્ષણ પણ રહ્યું હતું .અમદાવાદની પ્રતિષ્ઠિત શેઠ સી.એન .વિદ્યાલયમાં શિક્ષક તરીકે પણ તેઓએ સેવા આપી હતી . મહિલાઓના સ્વાશ્રયી જીવન માટે "સમુન્નતિ "ટ્રસ્ટ , મહિલા મુદ્રણાલય અને ખાદી મંદિરની સ્થાપના
કરી હતી .
          ઇન્દુબેન શેઠના જીવનનું વધુ એક પાસું એટલે જુના મુંબઈ રાજ્યમાં નાયબ શિક્ષણ મંત્રી ( ૧૯૫૨ -૬૦ )અને  સ્વતંત્ર ગુજરાતમાં શિક્ષણ મંત્રી (૧૯૬૨-૬૭ )તરીકેની જવાબદારી .યુનિ .ગ્રાન્ટ કમિશન અને અમદાવાદ મ્યુ.સ્કુલ બોર્ડના સભ્ય તરીકે પણ ઇન્દુબેન નિમાયા હતા .
              એલિસબ્રિજના ધારાસભ્ય અને
પદ્મશ્રીથી પુરસ્કૃત ઇન્દુબેન શેઠનું ૧૧ માર્ચ ૧૯૮૫ના રોજ અવસાન થયું
હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૨૮ નવેમ્બર ૨૦૧૮ , અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ