હસમુખ સાંકળિયા
પુરાતત્વના ચરણે :
હસમુખ ધીરજલાલ સાંકળિયા ( ૧૯૦૮ - ૧૯૮૯ )
ગુજરાતમાં આંગળીએ ગણી શકાય તેવા ઈતિહાસકારો - પુરાતત્વવિદોમાં શીર્ષસ્થ એવા હસમુખ ધીરજલાલ સાંકળિયાનો આજે જન્મદિવસ છે .
મુંબઈમાં જન્મેલા આ ગુજરાતી વણિકને ચોપડામાં નહિ ચોપડીઓમાં રસ પડ્યો અને પ્રાચીન ગુજરાત તેઓના પુરાતત્વીય સ્પર્શથી ઝળહળી ઉઠ્યું .બાલ્યાવસ્થાથી જ પુરાણો અને
મહાકાવ્યોમાં અનહદ રસ ધરાવતા હસમુખ સાંકળિયાએ સ્નાતક સંસ્કૃત -ઈતિહાસ સાથે અને અનુસ્નાતક પુરાતત્વશાસ્ત્ર સાથે મુંબઈ યુનિ .થી કર્યું હતું .લંડન યુનિ .૧૯૩૬મા પીએચ.ડીની પદવી હાંસલ કરનાર ડો.સાંકળિયા મોન્ટીમર વ્હીલર જેવા નામી પુરાતત્વશાસ્ત્રીની નિશ્રામાં ઘડાયા હતા .
ડેક્કન કોલેજ પુનાથી પોતાનું અધ્યાપન શરુ કરનાર સાંકળિયાએ ૧૨થી વધુ પુરાતત્વીય સ્થળોનું ઉત્ખનન ,૧૨થી વધુ પુસ્તકો અને પ્રોજેક્ટ રીપોર્ટસ અને ૨૦૦ જેટલા સ્તરીય સશોધન લેખો દ્રારા ગુજરાત-ભારતના જ્ઞાનજગતમાં માતબર યોગદાન આપ્યું છે .
તેમના મહત્વપૂર્ણ શોધકાર્યોમાં the Archaeology of gujarat end kathiavad ,historical geography and cultural ethnography of gujarat ,investigations into prehistoric Archaeology of gujarat ,the Godavari palaeolithic industry ,from history to pre -history at nevas, indian archaeology today ,pre history in india ,The Ramayana in historical perspective ,aspects of indian history and archaeology વગેરે મુખ્ય છે .તેમની આત્મકથા બોર્ન ફોર આર્ક્યોલોજી : એન ઓટોબાયોગ્રાફી ,ગુજરાતીમાં પુરાતત્વના ચરણે નામથી પ્રકાશિત થઇ છે .
પુરાતત્વીય ઉત્ખનન માટે જ જન્મેલા ,શિક્ષણને પવિત્ર વ્યવસાય માનતા અને શિષ્યોને શીખવવા સદૈવ તત્પર રહેતા હસમુખ સાંકળિયાનું ૨૮ જાન્યુ .૧૯૮૯ના રોજ અવસાન થયું હતું .
તેમનું ગુજરાત ઈતિહાસ પરિષદના પ્રમુખ ,રણજીતરામ સુવર્ણચંદ્રક એમ અનેક રીતે સન્માન થયું હતું .
આજે ઇતિહાસકાર સર જદુનાથ સરકારનો પણ જન્મદિવસ છે.
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર , ૧૦ ડિસેમ્બર ૨૦૧૮ , અમદાવાદ
Comments
Post a Comment