વિનોદ ભટ્ટ
એવા રે અમે એવા :
વિનોદ ભટ્ટ ( ૧૯૩૮ -૨૦૧૮ )
"તારીખ ૧૪ જાન્યુ .૧૯૩૮ના રોજ મારા જન્મ સિવાયની બીજી કોઈ દુર્ઘટના દુનિયામાં બની ન હતી ."આટલી હળવાશથી પોતાના જીવનને લેનાર આપણી ભાષાના દિગ્ગજ હાસ્યકાર વિનોદ ભટ્ટનો આજે જન્મદિવસ છે .બચપણમાં તોફાની બાળક
તરીકેની છાપ ધરાવતા વિનોદ ભટ્ટે કોલેજની ચુંટણીમાં ગધેડાના ગળામાં " હું વિનોદ ભટ્ટને મત નથી આપવાનો " જેવા રમુજી તુક્કાઓ પણ કરેલા .ગુજરાતી
ભાષાના ગુજરાત સમાચાર, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવાં ગણમાન્ય દૈનિકો અને કુમાર , નવનીત સમર્પણ અને શબ્દ સૃષ્ટિ જેવાં સાહિત્યિક સામયિકોમાં વિનોદ ભટ્ટે નિયમિતપણે લખ્યું હતું પરિણામે તેના ૫૦ થી વધુ પુસ્તકો થયા છે .પહેલું સુખ તે મૂંગી નારથી
પોતાની હાસ્યસર્જન યાત્રા શરુ કરનાર વિનોદ ભટ્ટે વિનોદના પ્રેમપત્રો, ઈદમ તૃતીયમ ,ઈદમ ચતુર્થમ ,સુનો ભાઈ સાધો , વિનોદની નજરે , અમદાવાદ એટલે અમદાવાદ , અને હવે ઇતિ-હાસ
,આંખ આડા કાન ,ગ્રંથની ગરબડ ,વિનોદ વિમર્શ ,,ભૂલચૂક લેવીદેવી જેવા પુસ્તકો દ્રારા ગુજરાતી હાસ્ય સાહિત્યને રળિયાત કર્યું છે .હાસ્યની સાથે
તેઓએ મુનશી : એક કેરેક્ટર , શેખાદમ ગ્રેટાદમ , જ્યોતીન્દ્ર જેવાં ચરિત્ર અને સંપાદન ગ્રંથો પણ કર્યા છે . તેમના "વિનોદની નજરે "પુસ્તકનો ચરિત્રચિત્રણ શૈલીના પુસ્તકોમાં જોટો જડે તેમ નથી . તો " વિનોદ વિમર્શ" હાસ્ય મીમાંશાનું ઉત્તમ પુસ્તક છે વિનોદ ભટ્ટે " એવા રે અમે એવા " શીર્ષકથી આત્મકથા પણ લખી છે .તેમનું કુમાર ચંદ્રક ,જ્યોતીન્દ્ર પારિતોષિક ,રણજીતરામ સુવર્ણચંદ્રક ,રમણભાઈ નીલકંઠ પુરસ્કાર
વગેરેથી સન્માન થયું હતું .ગુજરાતી હાસ્ય સાહિત્યની વાત જેમના વિના થઇ ન શકે તેવા અને વિશાળ વાચક-ચાહક વર્ગ ધરાવતા દિવ્ય ભાસ્કરના આ કોલમિસ્ટ -
દેહદાતાનું ૨૩ મેં ૨૦૧૮ના રોજ અવસાન થયું ત્યારે સ્મશાનયાત્રા નહિ હાસ્યયાત્રા નીકળી હતી .
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૧૪ જાન્યુ.૨૦૧૯ , અમદાવાદ
Comments
Post a Comment