ઓગસ્ટ કોમ્તે
સમાજશાસ્ત્રના સંસ્થાપક :
ઓગસ્ટ કોમ્તે ( ૧૭૯૮ - ૧૮૫૭ )
ફ્રાન્સમાં ૧૭૮૯ની મહાન ક્રાંતિના બૌદ્ધિક વાતાવરણમાં ઓગસ્ટ કોમ્તેનો જન્મ થયો .આખુનામ કોમ્ત ઇસ્ત્દોર ઓગસ્ટ મારિયા ફ્રાન્સીસ ઝેવિયર્સ અને
જન્મસ્થાન દક્ષીણ ફ્રાન્સનું મોંતપેલીયર નગર .
બચપણમાં ખુબ બિમાર રહેતો ઓગસ્ટ અભ્યાસમાં પ્રવીણ હોવા સાથે બંડખોર પણ હતો .૧૮૧૪મા" ઇકોલે પોલીટીકલ "ની પરીક્ષા પસાર કરી પોતાનું કાર્યક્ષેત્ર પેરિસને બનાવ્યું હતું .ફ્રાન્સની તત્કાલીન રાજકીય અફડાતફડીના માહોલમાં કોમ્તેએ ઘણો સંઘર્ષ
કર્યો ,પ્રેમ અને લગ્નમાં પછડાતો પણ રહ્યો ,આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન થયો કારણકે ભાવિ સમાજવિજ્ઞાન તેના વિચારોની રાહ જોવાનું હતું .
શારીરિક -આર્થિક અને બૌદ્ધિક આપત્તિઓમાંથી માર્ગ કરી કોમ્તે પોતાના પ્રત્યક્ષવાદી દર્શનના પ્રસ્થાપન માટે પ્રવૃત થયો . તે દ્રારા એતિહાસિક પ્રક્રિયાના પરિણામે નિપજેલા સમાજ ,સમાજ વ્યવસ્થા અને સામાજિક પ્રગતિના નિયમોની શોધનું વિજ્ઞાન -સમાજશાસ્ત્રનો વિકાસ અને માનવતાવાદી ધર્મની વાત કરી છે . જ્ઞાનપ્રાપ્તિનો આધાર વૈજ્ઞાનિક એટલે કે પ્રત્યક્ષ
પ્રમાણ પર હોવો જોઈએ તેવી પ્રત્યક્ષવાદી વિચારણા પ્રસ્તુત કરી .કોર્સ ઓફ પોજીટીવ ફિલોસોફી , દિ સીસ્ટમ ઓફ પોજીટીવ પોલીટી જેવા ગ્રંથો અને ૧૮૪૮મા પોજીટીવ સોસાયટી સંસ્થાની સ્થાપના અને શિષ્યોની હારમાળા થકી ઓગસ્ટ કોમ્તેએ પ્રત્યક્ષવાદી સિદ્ધાંતને વૈશ્વિક બનાવ્યો હતો .
તેના વિચારોની અસર ઈતિહાસ સહિતના ઘણા સમાજવિજ્ઞાનોએ ઝીલી છે .૫ સપ્ટેમ્બર ૧૮૫૭ના રોજ આ મહાન સમાજવિજ્ઞાનીનું અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દીવ્ય ભાસ્કર,૧૯ જાન્યુઆરી ૨૦૧૯, અમદાવાદ
Comments
Post a Comment