સુભાષચંદ્ર બોઝ
જય હિન્દ : સુભાષચંદ્ર બોઝ ( ૧૮૯૭-૧૯૪૫ )
આજે સુભાષચંદ્ર બોઝનો જન્મદિન છે.ઓરિસ્સાના કટકમાં જન્મેલા સુભાષ કલકતા યુનિ,અને કેમ્બ્રિજમાં ભણ્યા હતા.યુવાવસ્થાથી સ્વામિ વિવેકાનંદ અને મહાન
બંગાળી નેતા ચિતરંજન દાસનો તેઓ પર ગાઢ પ્રભાવ હતો.
અપ્રિલ ૧૯૨૧મા આઈ.સી.એસ ની નોકરી છોડી પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું..નેતૃત્વના
અફાટ ગુણો તો તેમનામાં ભરેલા જ હતા.તેનો ભરપુર ઉપયોગ આઝાદીના આન્દોલનોમાં કર્યો હતો. અનેક વખત જેલમાં પણ ગયા
૧૯૩૮મા સુરત જીલ્લામાં હરિપુરામાં કોંગ્રેસના ૫૧મા અધિવેશનમાં પ્રમુખ બન્યા અધિવેશનમાં આવવા મધ્યપ્રદેશની સરહદથી ગુજરાતમાં પ્રવેશલા સુભાષબાબુનું ગુજરાતીઓએ જે રીતે ઠેરઠેર સ્વાગત કર્યું તે અભૂતપૂર્વ હતું.અધિવેશનના સ્થળે તેઓને ૫૧ બળદગાડાની સવારી સાથે દોરી જવામાં આવ્યા હતા .
આજ સમયે ગુજરાતના હળપતિ આદિવાસીઓની સમસ્યાઓ માટે લડી રહેલા કિસાનસભાવાદીઓ કેટલાક નેતાઓને હવનમાં હાડકા
નાંખનારા લાગ્યા અને તેમના સરઘસ પર પ્રતિબંધ મુકવાની વાત કરી તેઓ ખ્યાલ સુભાષબાબુને આવતા તેમણે બાઈજ્જત એ સરઘસને વિઠ્ઠલનગરમાં ઘૂમવાની છૂટ આપી એટલું જ નહિ તેમની સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. આવા મુક્ત અભિગમના કારણે
ગુજરાતમાં સુભાષ બાબુનો વિશાલ અનુયાયી વર્ગ તૈયાર થયો હતો .
નેતાજી સુભાષચંદ્ર બોઝનું ૧૯૪૫માં વિવાદાસ્પદ રીતે અવસાન થયું હતું .માત્ર ૪૮ વર્ષની સુભાષબાબુની રાષ્ટ્રવાદી કારકીર્દીએ આજે પણ તેમના તરફ આપણા આદર અને સન્માન જાળવી રાખ્યા છે. આજે બાળાસાહેબ ઠાકરે અને આ લખનાર નો પણ જન્મદિવસ છે.
Comments
Post a Comment