વેણીભાઈ પુરોહિત


     ગીતકાર: વેણીભાઇ પુરોહિત(૧૯૧૮-૧૯૮૦)
        જેમને સાહિત્યની સાધના સિવાય કશામા રસ ન હતો તેવા  લોકપ્રિય ગીતકાર વેણીભાઇ જમનાદાસ પુરોહિતનો આજે જન્મદિવસ છે.
         જામખંભાળિયામા જન્મેલા વેણીભાઇએ પ્રાથમિક શિક્ષણ મુબઇ અને માધ્યિમક શિક્ષણ જામખંભાળિયામા લીધુ હતુ. અભ્યાસ પછી " બે ઘડી મોજ" સામયિકથી પોતાની કારકિદી શરૂ કરી અને  તેનુ જ પરિણામ વેણીભાઇનુ સાહિત્ય સજૅન.
       પત્રકાર તરીકે જન્મભૂમિ જેવા અનેક સામયિકોમા પણ વેણીભાઇએ કામ કર્યું હતુ.ગોફણગીતા શીષૅકથી કોલમ પણ લખતા હતા.તેઓએ સિજારવ,ગુલજારે શાયરી, આચમન જેવા ગીત સંગ્રહો અને અત્તરના દીવા, વાંસનું વન તથા સેતુ જેવા વાત્તૉ સંગૃહો રચયા છે.તે સિવાય વેણીભાઇનુ યોગદાન છંદોબદ્ધ કવિતાઓ અને બાળ કથાકાવ્યોના ક્ષેત્રે પણ ખરુ.
        વેણીભાઇએ અખા ભગત અને સંત ખુરશીદાસ ઉપનામથી સજૅનો કયૉ હતા. કંકુ ફિલ્મના બધા ગીતો વેણીભાઇએ લખ્યા હતા. નાનકડી નારનો મેળો,ઝરમર,અમારા મનમા,પરોઢિયાની પદમણી જેવા ગીતો ખૂબ લોકપ્રિય થયા હતા.ઉમાશંકર જોષી તેમને બંદો બદામી કહેતા હતા.એમના વિસામો અને કાવડીયો જેવા ભજનો ગાધીજીને પણ પસંદ હતા. તેમનુ અખોવન માવડી કાવ્ય સ્વાતંત્ર્ય ભાવનાનુ ઉત્તમ કાવ્ય છે.તેમની કવિતાઓમા આઝાદીના ઉલ્લાસની સાથે ભકિતનો ગેરૂઓ રંગ પણ ઝળકી આવે છે.
        વેણીભાઇએ હિદ છોડો આદોલનમા જેલવાસ પણ ભોગવ્યો હતો.કુશળ પત્રકાર,ગીતકાર-સાહિત્યકાર અને આઝાદીના લડવૈયા વેણીભાઇ પુરોહિતનુ ૩ જાન્યુ.૧૯૮૦ ના રોજ અવસાન થયુ હતુ.
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ૧ ફેબ્રઆરી ૨૦૧૯, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ