કૃષ્ણદેવરાય
આન્ધ્રભોજ : કૃષ્ણદેવરાય (૧૪૭૧-૧૫૨૯)
આજે ટેલીવિઝન પરથી પ્રસારિત થતી શ્રેણી "તેનાલીરામ"ના તેનાલીરામ જેના આશ્રયે વિકસ્યા હતા તે દક્ષિણ જ નહિ સમગ્ર ભારતના મહાન શાસક કૃષ્ણદેવરાયનો આજે જન્મદિવસ છે.
૧૩૩૬મા સ્થપાયેલા વિજયનગર સામ્રાજ્યને મુઘલિયા સલ્તનતના તાપમાં પણ ભારતભરમાં પસિદ્ધ કરવાનું કામ કૃષ્ણદેવરાયે કર્યું હતું.પોતાના બાહુબળ વિશાળ લશ્કર-લશ્કરી વ્યૂહરચનાઓ વગેરેના સથવારે કૃષ્ણા નદીથી રામેશ્વર અને પશ્રિમી સમુદ્રથી ઓરિસ્સા સુધી(આજનુંકર્નાટક,તમિલનાડુ,આન્ધ્રપ્રદેશ,કેરલ,ગોવા વગેરે) ના વિસ્તારોને સાંકળતું વિશાળ સામ્રાજ્ય ઉભું કર્યું હતું.
અજેય યોદ્ધા હોવા ઉપરાંત તેઓ વિદ્યા વિશારદ અને વિષ્ણુભક્ત હોવા છતાં સર્વધર્મસમભાવી હતા.કવિ અને લેખક તરીકે કૃષ્ણદેવરાયે જામ્બવતી ,પરિણય , સકલકથાસાર અને સંગ્રહમ જેવા ગ્રંથો રચ્યા હતા.તેમનો "અમુક્તમાંલ્યાદા "ગ્રંથ તેલુગુ ભાષાના પાંચ શ્રેષ્ઠ મહાકાવ્યોમાં બિરાજે છે.
કૃષ્ણદેવરાયના દરબારમાં તેલુગુ ભાષાના આઠ કવિઓ રહેતા જે "અષ્ઠ દિગ્ગજ"તરીકે ઓળખાતા.તેમના સમયની રાજ્યવ્યવસ્થા અને સાંસ્કૃતિક સિદ્ધિઓના તો વિદેશી મુસાફરોએ પણ ઘણા વખાણ કર્યા છે.મુઘલ બાદશાહ બાબરે પણ તેમની શક્તિઓને પિછાણી હતી તો અકબરે પણ રાજ્યવ્યવસ્થા બાબતે કૃષ્ણદેવરાયના શાસનમાંથી પ્રેરણા ઝીલી હતી .
" અભિનવ ભોજ ", "આન્ધ્રપિતામહ " તરીકે પંકાયેલા કૃષ્ણદેવરાયનું ૧૫૨૯માં અવસાન થયું હતું. આજે મહાન મરાઠા સેનાપતિ માધવરાવ પ્રથમ અને ગુજરાતી સાહિત્યકાર અને સંશોધક પુષ્કર ચંદરવાકરનો પણ જન્મદિવસ છે.
અરુણ વાઘેલા
સૌજન્ય : દીવ્ય ભાસ્કર,૧૬ ફેબ્રઆરી ૨૦૧૯
Comments
Post a Comment