સંત રૈદાસ


          મન ચંગા તો કઠૌતી મૈ ગંગા :
         સંત રૈદાસ ( ૧૪૫૦ - ૧૫૨૦)

         આજે તારીખ ૧૯ ફેબ્રુઆરી અને તિથિ પ્રમાણે કવિ ,સંત ,સમાજ સુધારક અને અધ્યાત્મપુરુષ સંત રૈદાસનો જન્મદિવસ છે .
       વારાણસીમાં જન્મેલા રૈદાસજીએ બાલ્યાવસ્થામાં અત્યંત છૂતાછૂત અને જાતિભેદનો સામનો કરવો પડ્યો હતો.મધ્યકાલીન સંત રામાનંદના શિષ્ય બની તેઓએ  ધાર્મિક-આધ્યાત્મિક જીવન શરુ કર્યું હતું .રૈદાસે જ્ઞાતિ અને લિંગભેદનો ત્રીવ વિરોધ સાહિત્ય સર્જન દ્રારા કર્યો હતો .ટૂંક જ સમયમાં તેમના હજારો શિષ્યો તૈયાર થયા હતા તેમાં મીરાબાઈ પણ હતા . તેનું પ્રમાણ મીરાબાઈની આ પંક્તિ આપે છે : "ગુરુ રૈદાસ મિલે મોહી પૂરે ,
                                ધૂર સે કલમ ભીડી ,
                                સત ગુરુ સૈન દઈ ,
                                જબ આકે જોત રલી "
ધર્મ એ વૈયક્તિક બાબત છે તે માટે ઢંઢેરો પીટી ધાર્મિક આસ્થા,મનની પવિત્રતા કે હદયની શુદ્ધતતા  જતાવવાની જરૂર નથી    " મન ચંગા તો કઠૌતી મૈ
ગંગા "જેવી પંક્તિ તેનો પુરાવો છે .તો
             "પ્રભુજી તુમ ચંદન હમ પાની "
જેવી પંક્તિઓ તો આંજે પણ લોકજીભે રમે છે .તેમનું સાહિત્ય અવધી ,રાજસ્થાની ,ખડી બોલી અને અરબી મિશ્રિત હોવા છતાં લોકવાણી કક્ષાનું છે ." ધન લોભી ન બનો ,ધન કદી સ્થાયી હોતું નથી ,આજીવિકા માટે સખત પરિશ્રમ કરો  " એ રૈદાસનો પોતાના શિષ્યોને સંદેશ હતો . સંત રૈદાસના પદોનો સંગ્રહ "ગુરુ ગ્રંથસાહિબ
"માં પણ થયો છે .
       ૧૫મા સૈકાના આ મહાન સંત અને નિર્ગુણ ભક્તિના પ્રણેતા સંત રૈદાસની સ્મૃતિમાં શીખ સંપ્રદાયમાં રવિદાસીયા પંથનું નિર્માણ અને વારાણસીમાં ગંગા ઘાટ પર ભારત સરકાર દ્રારા ગુરુ રવિદાસ ઘાટનું નિર્માણ એ
આ મહામાનવને અપાયેલી અંજલિ છે .
અરુણ વાઘેલા
સૌજન્ય : દીવ્ય ભાસ્કર , 19 February 2019

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ