લવકુમાર ખાચર
પક્ષીવિદ : લવકુમાર ખાચર ( ૧૯૩૧ - ૨૦૧૫ )
આજે તારીખ ૨૪ ફેબ્રુઆરી અને ગઝલ સમ્રાટ તલત મહેમુદ ,પ્રિન્સીપાલ એસ.આર .ભટ્ટ , જયલલિતા ,વિદેશી યાત્રી ઈબ્ન બતુતા ,સંજય લીલા ભણસાલી અને બર્ડમેન તરીકે પ્રસિદ્ધ થયેલા શ્રી લવકુમાર ખાચરનો જન્મદિવસ છે .
જસદણના રાજવી પરિવારમાં જન્મેલા લવકુમાર ખાચરે રાજકુમાર કોલેજ રાજકોટ અને દિલ્હી યુનિ.થી .૧૯૬૭ થી લવકુમાર ખાચરે પર્યાવરણ-પકૃતિવાદી પ્રવુતિઓ હિંગોલગઢમાં પ્રકુતિ શિબિરો શરુ કરીને કરી હતી .જીવનકાળ દરમિયાન તેઓએ ૩ હજારથી વધુ પ્રકૃતિ શિબિરો કરી હજારો લોકોને પ્રકુતિ પરત્વે અભિમુખ બનાવ્યા હતા .સામયિકોમાં પર્યાવરણ-પ્રકુતિ વિષયક લેખો દ્રારા પણ લવકુમાર ખાચરે પ્રકુતિ શિક્ષણનું સ્તુત્ય કાર્ય કાર્ય કર્યું હતું .
કચ્છના અખાતમાં દરિયાઈ પાર્કની સ્થાપના એ લવકુમાર ખાચરના વિચારોનું પ્રતિબિંબ છે .હિંગોળગઢમાં પકૃતિ સરક્ષણ શિક્ષણ કાર્યક્રમના તેઓ સ્થાપક હતા .લવકુમાર ખાચરે માનસરોવરની યાત્રા પણ કરી હતી .
પર્યાવરણ અને પ્રકુતિ સુરક્ષાને લગતી અનેક સંસ્થાઓમાં લવકુમાર સભ્ય અને હોદ્દેદાર રહ્યા હતા .પર્યાવરણ જાળવણી અને પકૃતિ સુરક્ષા માટે અસાધારણ યોગદાન આપનાર લવકુમાર ખાચરનું વર્લ્ડ વાઈલ્ડ લાઈફ સોસાયટી ,બોમ્બે નેચરલ હિસ્ટરીસોસાયટી ,વેનું મેનન લાઈફ ટાઈમ એચીવમેન્ટ ,પક્ષી સરક્ષણ મંડળ ,ગુજરાતજેવી અનેક સંસ્થાઓ દ્રારા તેઓનું બહુમાન થયું હતું .
"બોલો ઓછું ,કામ વધુ કરો "ના જીવન ગણિતમાં માનતા લવકુમાર ખાચરનું ૨ માર્ચ ૨૦૧૫ના રોજ રાજકોટ ખાતે ૮૪ વર્ષની વયે અવસાન થયું હતું .
અંગ્રેજી વર્તમાનપત્રોએ તેમના અવસાન પછી લવકુમાર ખાચરને " બર્ડ મેન " તરીકે અંજલિ આપી હતી .
અરુણ વાઘેલા
સૌજન્ય : દીવ્ય ભાસ્કર,૨૪ ફેબ્રુઆરી ,૨૦૧૯
Comments
Post a Comment