વિનોદીની નીલકંઠ


         પ્રથમ ગુજરાતી મહિલા અનુસ્નાતક :
         વિનોદિની નીલકંઠ (૧૯૦૭-૧૯૮૭)
           આજે નિબંધકાર,નવલિકાકાર ,નવલકથાકાર અને બાળસાહિત્યકાર અને સામાજિક કર્મશીલ વિનોદિની નીલકંઠનો જન્મ દિવસ છે.
          ગુજરાતી સાહિત્ય અને સમાજજીવનના ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહિપતરામ રૂપરામ તેમના દાદા અને રમણભાઈ નીલકંઠ-વિદ્યાગૌરી નીલકંઠ તેમના માતા-પિતા હતા.અમદાવાદમાં જ પ્રાથમિક,માધ્યમિક અને કોલેજ શિક્ષણ પ્રાપ્ત કરનાર વિનોદીનીબેન ૧૯૩૦મા અમેરિકાની મિશિગન યુનિ.થી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર સાથે અનુસ્નાતક થયા હતા .તે સમયે ગુજરાતી સમાજમાં તેઓ સૌપ્રથમ મહિલા અનુસ્નાતક હતા.
             તેમની  વ્યવસાયી કારકિર્દી અમદાવાદ મ્યુ.હાઈસ્કુલમાં હેડ મિસ્ટ્રેસ અને એસ.એન.ડી.ટી યુનિ.માં પ્રાધ્યાપિકા તરીકે રહી હતી વિનોદિની નીલકંઠનું માતબર યોગદાન ગુજરાતી સાહિત્યના સર્જન અને  સંશોધન ક્ષેત્રે રહ્યું છે.સર્જનાત્મક ક્ષેત્રે પણ છે. કદલીવન,દરિયાવનાં મોતી ,અંગુલીનો સ્પર્શ ,કાર્પાસી અને બીજી વાર્તાઓ,રસદ્રાર ,ઘર ઘરની જ્યોત(ચાર ભાગમાં)નિજાનંદ,શિશુ રંજના,મેંદીની મંજરી,બાળકોની દુનિયામાં ડોકિયું,સફરચંદ વગેરે તેમના યોગદાન છે. તો વિદ્યાબેન નીલકંઠનું જીવનચરિત્ર અને ગુજરાતી અટકોનો ઈતિહાસ પુસ્તક તો ગુજરાતી સંશોધન સાહિત્યમાં સીમાચિન્હ રૂપ પ્રદાન છે.અનુવાદ સાહિત્યમાં તેઓએ બટાન્ડ રસેલના પુસ્તકનો ગુજરાતીમાં "સુખની સિદ્ધિઓ"નામે અનુવાદ કર્યો છે.વિનોદિનીબેને  સમાચારપત્રોમાં સતત ચાલીસ વર્ષ સુધી  ગુણવત્તાસભર કોલમ પણ ચલાવી હતી .
            ગુજરાતમાં સામાજિક સેવાઓની અનેક સંસ્થાઓ સાથે પણ તેમનું ગાઢ જોડાણ રહ્યું હતું.તેમના વિષે "roadless travelled"શીર્ષકથી પુસ્તક પણ લખાયું છે.વિનોદિની નીલકંઠનું ૧૯૮૭મા અમદાવાદમાં અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય : દીવ્ય ભાસ્કર, ૯ ફેબ્રુઆરી ૨૦૦૯ ,    અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ