કવિ પ્રદીપ
મેરે વતન કે લોગો :
કવિ પ્રદીપ ( ૧૯૧૫ - ૧૯૯૮ )
" આજ હિમાલય કી ચોટી સે હમને લલકારા હૈ ,દુર હટો ઓ દુનિયાવાલો હિન્દુસ્તાન હમારા હૈ " ગીત ગૂંજ્યું અને ૧૯૪૨ના હિન્દ છોડો આંદોલનમાં દેશ આંદોલિત થયો , અંગ્રેજ સરકાર દ્રારા રચયિતાની ધરપકડનું વોરંટ
નીકળ્યું પણ સમય વર્તી કવિ ભૂગર્ભમાં ચાલ્યા ગયા "આ કવિ એટલે રામચંદ્ર નારાયણજી દ્રિવેદી ઉર્ફે "પ્રદીપ " .
આજે રાષ્ટ્ર કવિ પ્રદીપજીની ૧૦૪મી જન્મજયંતી છે .મધ્યપ્રદેશના ઉજજૈન પાસે બડનગરમાં જન્મેલા પ્રદીપ લખનૌથી સ્નાતક થયા હતા .કવિતાઓ લખવાની શરુ કરી , પ્રદીપજી નો કવિતા રજૂ કરવાનો નોખો અંદાજ હતો. દેશભરમાં આ નિમિત્તે તેમને નોતરાં મળતાં રહેતાં .આવા એક નિમંત્રણ પછી પ્રદીપ મુંબઈમાં કવિ સંમેલનમાં ગયા અને ફિલ્મી -રાષ્ટ્રવાદી ગીતો લખવાનો શુભારંભ થયો .
અંદાજે ૫ દાયકાની કવિ કારકિર્દી દરમિયાન ૭૦ થી ફિલ્મો અને ૧૭૦૦ થી વધુ ગીતો લખ્યા અને ભારત આખું પ્રદીપમય બની રહ્યું . "ચલ ચલા રે નૌજવાન " , "એય મેરે વતન કે લોગો જરા આંખ મૈ ભર લો પાની જો શહીદ હુયે હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની " , "દુર હટો ઓ દુનિયાવાલો " ,"આઓ બચ્ચો તુમ્હે દિખાયે ઝાંખી હિન્દુસ્તાન કી ,ઇસ મિટ્ટી સે તિલક કરો એ ધરતી હૈ બલિદાન કી ","દેખ તેરે સંસાર કી હાલત ક્યાં હો ગઈ ભગવાન કિતના બદલ ગયા ઇન્સાન ","હમ લાયે હૈ તુફાન સે કસ્તી નિકાલ કે ઇસ દેશ કો રખના મેરે બચ્ચો સંભાળ કે" ,"દે દી હંમે આઝાદી બીના ખડગ બીના ઢાલ સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ "અને "મૈ તો આરતી ઉતારું રે સંતોષી માતા કી "જેવા અનેક ગીતો થકી પ્રદીપજી અત્યંત લોકપ્રિય થયા હતા .
રાષ્ટ્ર કવિ ,દાદાસાહેબ ફાળકે સન્માન ,સંગીત નાટક અકાદમી એવોર્ડ,સ્મૃતિ ટપાલ ટિકિટ અને લતા મંગેસકર દ્રારા "એય મેરે વતન કે લોગો "ગવાયા પછી પંડિત નહેરુની આંખમાં આવેલા આંસુ વગેરે કવિ પ્રદીપના સર્જનોનું સન્માન છે .
આઝાદી પૂર્વે અને પછી પણ પોતાના ગીતો દ્રારા રાષ્ટ્રવાદનો જુસ્સો જલતો રાખનાર કવિ પ્રદીપનું ૧૧ ડીસેમ્બર ૧૯૯૮ના રોજ દેહાવસાન થયું હતું . પોતાની કવિતામાં સાદી ભાષા અને અપ્રતિમ રાષ્ટ્રવાદીતા દેખાડનાર પ્રદીપની સ્મૃતિમાં કવિ પ્રદીપ સન્માન આપવામાં આવે છે .
અરુણ વાઘેલા
સૌજન્ય : દીવ્ય ભાસ્કર , ૬ ફેબ્રુઆરી ૨૦૧૯ , અમદાવાદ
અપ્રતિમ...
ReplyDeleteખૂબ જ સુંદર માહિતી 👌