જમશેદજી તાતા


            લોખંડ-પોલાદ ઉદ્યોગના જનક :
          જમશેદજી તાતા ( ૧૮૩૯ - ૧૯૦૪ )

       આજે તારીખ ૩ માર્ચ અને સ્થિતિ સ્થાપકતાના નિયમના શોધક રોબર્ટ હુક , ટેલીફોનના શોધક ગ્રેહામ બેલ ,હાસ્યકાર જશપાલ ભટ્ટી ,સ્વતંત્રતા સૈનિક
ફૂલચંદભાઈ શાહ  અને ગુલામ ભારતમાં ગુલાબી સપનું જોનાર જમશેદજી નસરવાનજી તાતાનો જન્મદિવસ છે .
          નવસારીમાં જન્મેલા જમશેદજીએ નવસારી અને મુંબઈમાં શિક્ષણ લીધું હતું .૧૮૫૮મા ૧૯ વર્ષની ઉમરે તેઓ પિતાના વારસાગત વ્યવસાયમાં જોડાયા ,હોંગકોંગમાં અનુભવ પ્રાપ્ત કરી પ્રયોજકીય પ્રવુતિઓ શરુ કરી હતી.
         ૧૮૬૯મા મુંબઈમાં એલેકઝાન્દ્રા અને  ૧૮૭૭મા એમ્પ્રેસ, ૧૮૮૬મા સ્વદેશી અને ૧૯૦૩મા અમદાવાદમાં એડવાન્સ  મિલો  શરુકરી હતી .તાતા લાઈન નામથી વહાણવટા કંપની ચાલુ કરી .પણ જમશેદજી તાતાનું અસલ હીર તો લોખંડ અને પોલાદ ઉદ્યોગમાં ઝળકી ઉઠ્યું હતું .અનેક અવરોધો વચ્ચે એ જમાનામાં સાહસિક ગણાય તેવા સાહસની બાથ ભીડી હતી તે માટે બધી માળખાકીય સુવિદ્યાઓ પણ ઉભી કરી દીધી હતી .તેમની કાર્યયોજનાના ભાગરૂપે ૧૯૦૭મા આર્યન એન્ડ સ્ટીલ કંપની (ટીસ્કો )ની સ્થાપના થઇ હતી પણ તે પહેલા ૧૯૦૪મા જમશેદજી તાતાનું અવસાન થઇ ચુક્યું હતું .
        પોતાના સ્વપ્નને સાકાર થતું ભલે તેઓ ન જોઈ શક્યા પણ આજના તાતા ઉદ્યોગના વિકાસમાં જમશેદજી તાતાનો પરસેવો રહેલો છે . 
        ભારતના ઉદ્યોગપતિઓમાં કલ્પનાશીલ -સર્જનાત્મક શક્તિઓ  અને તેના આધારે નક્કર વિકાસની ગણતરીની ઉચ્ચતમ મિશાલ જોવી હોય તો તે જમશેદજી તાતાનું જીવન છે .
અરુણ વાઘેલા
સૌજન્ય : દીવ્ય ભાસ્કર ,૩ માર્ચ ૨૦૧૯, અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ