ભૂપેન ખખ્ખર
સ્વપ્રશિક્ષિત ચિત્રકાર :
ભૂપેન ખખ્ખર ( ૧૯૩૪ -૨૦૦૩ )
આજે તારીખ ૧૦ માર્ચના રોજ માધવરાવ સિંધિયા ,અસગરઅલી એન્જીનીયર ,રશિયાનો
રાજા ઝાર એલેકઝાંડર ત્રીજો અને ભારતીય કળા જગતના મોટા ગજાના ચિત્રકાર ભૂપેન ખખ્ખરનો જન્મદિવસ છે .
મુંબઈમાં પરમ્પરાગત કલાકાર કુટુંબમાં જન્મેલા ખખ્ખર પરિવારમાં સૌથી મોટા સંતાન હતા .ચાર વર્ષની ઉમરે પિતાનું અવસાન થયું .ભૂપેન ખખ્ખર મુંબઈ યુનિ .થી અર્થશાસ્ત્ર અને રાજનીતિશાસ્ત્ર ઉપરાંત વાણીજ્યમાં પણ સ્નાતક થયા હતા .તેઓએ સ્વપ્રશિક્ષિત કલાકાર તરીકે બહુ મોડી કારકિર્દી શરુ કરી હતી .
તેમની શરૂની કારકિર્દી ચાર્ટડ એકાઉન્ટન્ટ તરીકે
રહી હતી .વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસમાં જોડાયા ૧૯૬૫થી સોલો ચિત્ર પ્રદર્શનો અને પછી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શનો શરુ
કર્યા હતા તેમના ચિત્ર પ્રદર્શનો લંડન ,બર્લિન ,ટોકિયો વગેરે સ્થળોએ યોજાયા હતા .ભૂપેન ખખ્ખરના ચિત્રોમાં ભારતીય મીથકો અને મિથકીય વિષયવસ્તુવાળા ચિત્રોનું પ્રાધાન્ય છે .તેમના ચિત્રો વર્ણાત્મક અને જીવન
ચરિત્રાત્મક પણ રહ્યા છે .કલાના માધ્યમથી ભૂપેન ખખ્ખરે સજાતીયતાને પણ આબેહુબ રીતે રજુ કરી છે .
ભૂપેન ખખ્ખરની કલાસાધનાનું દિ રોયલ પેલેસ ઓફ આમ્સટરડેમમાં એવોર્ડ ,સ્ટાર ફાઉન્ડેશનની ફેલોશીપ અને પદ્મશ્રી વગેરે દ્રારા થયું છે .તેમના જીવન પર એકાધિક પુસ્તકો લખાયા છે .
અંગ્રેજીનો વિષે અભ્યાસ ન હોવા છતાં આંતરરાષ્ટ્રીય ખ્યાતીપ્રાપ્ત આ ચિત્રકારનું ૮ ઓગસ્ટ ૨૦૦૩ના રોજ અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય : દીવ્ય ભાસ્કર ,૧૦ માર્ચ ૨૦૧૯, અમદાવાદ
Comments
Post a Comment