નારાયણ મોરેશ્વર ખરે
ગાંધીવાદી ગાયક :
નારાયણ મોરેશ્વર ખરે ( ૧૮૮૪ - `૧૯૭૦ )
આજે અરીખ ૧૯ માર્ચ અને આપણી ભાષાના નાટયકાર અને કવિ ડાહ્યાભાઈ ધોળસાજી ઝવેરી ,ક્રિકેટર અબ્બાસઅલી બેગ અને ગાંધીયુગીનના મહાન ગાયક નારાયણ મોરેશ્વર ખરેનો જન્મદિવસ છે .
ભારતના પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયકો પૈકીના
નારાયણ મોરેશ્વર ખરેનો જન્મ મહારાષ્ટ્રના સતારા જીલ્લાના તાસ ગામે થયો હતો .સાધારણ પરિવારમાં જન્મેલા અને મધુર કંઠ ધરાવતા નારાયણની સંગીત
સાધના પારિવારિક વારસો અને પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરની નિશ્રામાં કેળવાઈ હતી .સંગીતના એક કાર્યક્રમમાં પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરે તેઓનો
અવાજ સાંભળ્યો અને ખરેને શિષ્ય તરીકે અપનાવ્યા હતા .
૧૯૧૨મા ગુરુ આજ્ઞાથી મુંબઈમાં ગાંધર્વ વિદ્યાલયની જવાબદારી સંભાળી હતી ., તેઓ સંગીતના કિરાના ધરાનાને વરેલા સંગીતકાર હતા ૧૯૧૨મા અમદાવાદમાં પણ સંગીત મંડળની સ્થાપના
કરી સમગ્ર ગુજરાતમાં સંગીત નિમિત્તે અનેક પ્રવાસો કર્યા હતા પરિણામે ગુજરાતમાં સંગીત કળાનો પ્રચાર વધ્યો હતો .
૧૯૧૮મા અમદાવાદ આવી મહાત્મા
ગાંધીના સત્યગ્રહ આશ્રમમાં સંગીત શિક્ષક તરીકે પ્રવુંતિઓ સંભાળી હતી.નારાયણ મોરેશ્વર ખરે દ્રારા ગાંધી આશ્રમમાં રચાયેલા ૪૦૦ ભજનોનો સંગ્રહ
" આશ્રમ ભજનાવલી તરીકે પ્રકાશિત થયો હતો તેનો સ્વરાજ્ય યુગ દરમિયાન ખાસ્સો પ્રચાર પણ થયો હતો .નારાયણ ખરેએ રાગ દર્શન ભાગ ૧ થી ૭ જેવું
પુસ્તક અને રાગની કેસેટો પણ તૈયાર કરી હતી .
નારાયણ મોરેશ્વર ખરેની સંગીતસાધનાનું ગુજરાતનો ગૌરવ પુરસ્કાર અને શાસ્ત્રીય સંગીતના માનપત્રો દ્રારા થયુ છે .
૧૯૭૦મા તેઓનું અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
Comments
Post a Comment