યુદ્ધકથાઓ

1-સિકંદર અને પોરસનું યુદ્ધ (ઈ.સ.પૂર્વે ૩૨૭-૨૬) આધારભૂત રીતે સિંધુ ખીણની સભ્યતાથી શરૂ થતો ભારતીય ઈતિહાસ વૈદિક સમય વળોટી મહાભારત-રામાયણનો મહાકાવ્યયુગ ભોગવી ઈતિહાસયુગમાં પ્રવેશે છે. ઈતિહાસ યુગના ઉષ:કાળે ભારતીય સમાજ પહેલું યુદ્ધ જુએ છે અને તે ગ્રીક સમ્રાટ સિકંદર અને બાહુબલી પોરસ વચ્ચેનું યુદ્ધ(ઈ.સ.પૂર્વે ૩૨૭-૨૬). એલેક્ઝાંડર ફિલિપનો આ પુત્ર અને મહાન ફિલસૂફ એરિસ્ટોટલનો શિષ્ય સિકંદર ૨૦ વર્ષની વયે મેસેડોનિયાનો શાસક બન્યો. સમ્રાટ બન્યા પછી વિશ્વવિજયની કામના સાથે નીકળી પડ્યો. ભારતવિજય એના માટે એટલે પણ જરૂરી હતો કે તેના પિતા ફિલિપ પણ ભારત જીતી શક્યા ન હતા. બીજું કે વિશ્વવિજયના ભાગરૂપે ડેરીયસ સામ્રાજ્યના દૂર પૂર્વના ભાગ સુધી પહોંચી સાગરની સમસ્યા હલ કરવા ઈચ્છતો હતો. આ ભૂગોળ ગ્રીસના ભૂગોળશાસ્ત્રીઓને પણ ચક્કરમાં નાંખતી હતી. એ હિંદુકુશ પર્વતમાળા વટાવી કાબુલ પહોંચ્યો. વચ્ચેના પ્રદેશોના રાજાઓ શશિગુપ્ત, આમ્ભી અને સંજયે એ સિકંદરની પ્રચંડ શક્તિઓ પિછાણી શરણાગતિ સ્વીકારી. કહેવાતા યોદ્ધાઓ ઝુક્યા, પણ ત્યાંની આદિજાતિઓ અને જંગલી પશુઓ સિકંદરને સરળતાથી શરણે ન થયા. જંગલી પશુઓ અને ખાસ તો વાંદરાઓએ સિકંદરનો રસ્તો રોક્યો. વાંદરાઓને જોઇને તો સિકંદરના સૈનિકો રીતસર ડરી જ ગયા હતા. સ્થાનિક નદીઓ પણ ચોમાસામાં ઉફાન પર આવી સિકંદરનો રસ્તો રોકાતી હતી. સિકંદરે અહીં પહેલી વાર મોર પણ જોયા. તે મોરના સૌંદર્યથી એટલો તો પ્રભાવિત થયો કે પોતાના સૈનિકોને મોરને ન મારવાની આજ્ઞા કરી હતી. "સિકંદરે પોરસને ભેટસોગાદો અને આદેશના ભાવ સાથે ઝેલમ કાંઠે હજાર થવા ફરમાન કર્યું, પણ સાડા છ ફૂટ ઊંચા, સોહામણા અને હિંમત અને બહાદુરીના પર્યાય સમા પોરસને એ મંજૂર ન હતું." વાયવ્ય ભારતના સરહદી રાજ્યોના રાજાઓની શરણાગતિ અને તેમના તરફથી મળેલી ભેટસોગાદોથી ઉત્સાહિત થયેલા સિકંદરે પોરસને ભેટસોગાદો અને આદેશના ભાવ સાથે ઝેલમ કાંઠે હજાર થવા ફરમાન કર્યું, પણ સાડા છ ફૂટ ઊંચા, સોહામણા અને હિંમત અને બહાદુરીના પર્યાય સમા પોરસને એ મંજૂર ન હતું. પરિણામે સિકંદર અને પોરસનું મહાયુદ્ધ. સિકંદરે પોરસ પર આક્રમણ કરતાં પહેલાં પાંચ નદીઓ પાર કરી લશ્કર સાથે ઝેલમના કાંઠે ખડો થયો. પોરસના ૫૦ હજાર સૈનિકો સામે સિકંદર પાસે માત્ર ચુનંદા ૫ હજાર સૈનિકો જ હતા. પણ સિકંદર પાસે પોરસની તુલનામાં આધુનિક શસ્ત્રો હતાં. ગ્રીકો આ સમયે તલવારોનો ઉપયોગ શરૂ કરી ચૂક્યા હતા અને તેમની વ્યૂહરચનાઓ તો કાબિલેદાદ હતી જ. પોરસ અને તેના સૈન્યનો બુલંદ હોંસલો અને પૂરબહાર વહેતી ઝેલમને જોઈ સિકંદરે તેની વ્યૂહરચના બદલી. ઝેલમ પાર કરવી અઘરી હતી ત્યારે પોતાના સૈન્યને ૨૦ માઈલ દૂર આવેલા એક નાના દ્વીપ પર લઈ જઈ વરસાદી વાતાવરણમાં ઝેલમ પાર કરી પોરસની લગોલગ આવી પહોંચ્યો. પ્રથમ દિવસે પોરસપુત્રે સિકંદર સામે યુદ્ધ છેડ્યું. તેમાં ૪૦૦ સૈનિકો સાથે પોરસનો પુત્ર માર્યો ગયો. પોરસનું લશ્કર હાથી, રથ અને પદાતિ લશ્કર હતું. કુરીનાના મેદાનમાં લડાયેલા યુદ્ધમાં વરસાદને કારણે પોરસની સેના માટે વિશાલ ધનુષ્યો પર કમાન ચડાવવી શક્ય ન હતી. રથ પણ કીચડમાં ફસડાઈ પડ્યા. અધૂરામાં પૂરું સિકંદરે પોરસના હાથીઓ પર વિશાળ ભાલાઓથી હુમલા કરી, તેમની સૂંઢ કાપી પાગલ કરી દીધા. પગલાયેલા હાથીઓએ પીછેમૂડ કરી. ખુદ પોરસની સેનાનો કચ્ચરઘાણ વાળી દીધો. પોરસની સેનામાં નાસભાગ મચી ગઈ. છેલ્લું યુદ્ધ ૮ કલાક ચાલ્યું તેમાં ૧૮ હજાર ભારતીય સૈનિકો અને સિકંદરના અંદાજે ૪૦૦ સૈનિકો વીરગતિને પામ્યા. અંતે સિકંદરની વલ્લભધારી અને અશ્વસેનાએ પોરસ પર હલ્લો બોલાવ્યો, પણ એકલવીર પોરસ મહાકાય હાથી પરથી હજુ પણ ઝઝૂમી રહ્યો હતો. શરીર પર નવ જગ્યાએ ઝખ્મી થવા છતાં તેનો જુસ્સો બરકરાર હતો. આખરે તેને બંદી બનાવી સિકંદર સામે પેશ કરવામાં આવ્યો. સિકંદરે વિશ્વ વિજેતાની અદાથી પોરસને પૂછયું, ‘બોલ, તારી સાથે કેવો વ્યવહાર કરવામાં આવે?’ - ‘એક જીતેલો રાજા હારેલા રાજા સાથે કરે છે તેવો’ પોરસ ઉવાચ. પોરસનાં સાહસ, સ્વાભિમાન અને બહાદુરીથી પ્રભાવિત થયો. કહેવાય છે કે સિકંદરે તેનું રાજ્ય પરત કર્યું, પણ તેની પાછળ આટલું કારણ પર્યાપ્ત નથી. વાસ્તવમાં તો સિકંદર આવા બાહુબલી રાજાને મિત્ર બનાવી ભારતમાં આગળ વધવા માગતો હતો, પણ તેનું એ સ્વપ્ન સાકાર ન થયું કારણકે પોરસની બહાદુરીથી અંજાઈ ગયેલા સિકંદરના સેનાપતિઓને આગળના ભારતના રાજાઓ અને તેના લશ્કરની કલ્પના કંપાવી રહી હતી. તેથી પોતાના સૈન્યમાં જ વિદ્રોહ ન પેદા થાય તે હેતુથી સિકંદરે સ્વદેશ પાછા ફરવાનું મુનાસિફ માન્યું. ઈ.સ. પૂર્વે ૩૨૭માં સિકંદરના ભારત અભિયાનનો અંત આવ્યો આ ઘટના ભારતના ઈતિહાસકારો ઉપરાંત સાહિત્યસર્જકો માટે પણ મનભાવન વિષય રહ્યો છે. સેંકડોની સંખ્યામાં ઈતિહાસકારો અને સર્જકોએ સિકંદરના ભારત અભિયાનને પોતપોતાની રીતે મૂલવ્યું છે. સામ્રાજ્યવાદી ઇતિહાસકાર વી. એ. સ્મિથે તો તેના ‘પ્રાચીન ભારતનો ઈતિહાસ’ ગ્રંથમાં ૭૨ પાનાં ભરી માત્ર સિકંદર અને યુરોપના વકીલ હોય તેમ વાત કરી છે. વાસ્તવમાં સિકંદર અને ગ્રીકો જે ઝડપે ભારતમાં આવ્યા હતા તે જ ઝડપે પાછા ગયા હતા. "કુરીનાના મેદાનમાં લડાયેલા યુદ્ધમાં વરસાદને કારણે પોરસની સેના માટે વિશાલ ધનુષ્યો પર કમાન ચડાવવી શક્ય ન હતી. રથ પણ કીચડમાં ફસડાઈ પડ્યા. અધૂરામાં પૂરું સિકંદરે પોરસના હાથીઓ પર વિશાળ ભાલાઓથી હુમલા કરી, તેમની સૂંઢ કાપી પાગલ કરી દીધા. પગલાયેલા હાથીઓએ પીછેમૂડ કરી." ૧૯ મહિનાના ભારત નિવાસે ભારતના સમાજજીવનને ખાસ્સું પ્રભાવિત કર્યું હતું. ભારતની સરહદ પર બુફફેલા (સિકંદરનો ઘોડો જ્યાં મર્યો હતો તે સ્થળ) અને નીકાયા (વિજય સ્થળ) નામના બે નવાં નગરોનું નિર્માણ, ભારતમાં ગ્રીક છાવણીઓની રચના, ભારતીયોના ખગોળવિદ્યાના જ્ઞાનમાં અભિવૃદ્ધિ ભારત અને ગ્રીસ વચ્ચે સાંસ્કૃતિક સંબધોનું સ્થાપન, સિકંદર પહેલા અણઘડ અને બેડોળ બનતા ભારતીય સિક્કાઓનો સુડોળ અને ચોક્કસ આકારના બનવા વગેરે સિકંદરના આ યુદ્ધની અસરો હતી. માત્ર બે વર્ષના આ ટૂંકા ગાળાએ ભારત અને ગ્રીસ બંને દેશોના ઈતિહાસ પર અમીટ છાપ છોડી હતી. હવે ભારત-ગ્રીસ વચ્ચે યુદ્ધોની સાથે મૈત્રીની બુનિયાદ પણ રચાવાની હતી. એવું તો શું થવાનું હતું મહાન ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં કે પોરસના સમયમાં બચાવની મુદ્રામાં રહેલું ભારત તેનો આક્રમક મિજાજ દેખાડે છે તેની વાત હવે પછી મહાન ચંદ્રગુપ્ત અને સેલ્યુકસ વચ્ચેના યુદ્ધમાં (ઈ.સ. પૂર્વે ૩૦૫) કરીશું. ----------------- 2-ચંદ્રગુપ્ત અને સેલ્યુકસનું યુદ્ધ (ઈ.સ.પૂર્વે ૩૦૫ ) ગત હપ્તામાં આપણે મહાન સિકંદર અને બાહુબલી પોરસ વચ્ચેના યુદ્ધની વાત જોઈ. સિકંદર સામે ભલે પોરસ પરાજિત થયો હતો, પણ આજે પણ તેના પરાક્રમ અને વીરતાની દુહાઈ દેવામાં આવે છે. સમય નદીના પ્રવાહ જેવો સતત વહેતો રહે છે. જે સિકંદરે ઈ.સ.પૂર્વે ૩૨૬-૨૭માં ભારતની વાયવ્ય –પશ્ચિમ સરહદે તરખાટ મચાવ્યો હતો તેનો આ ભારત વિજય બહુ લાંબી અસરો ઉપજાવી ન શક્યો. તેના અભિયાનનાં પાંચ જ વર્ષ પછી સંજોગો સમૂળગા બદલાઈ ગયા. એવી તો શું ભારતના ઇતિહાસે કરવટ બદલી એની વાત હવે જોઈએ . ઈ.સ. પૂર્વે ૩૨૧મા મગધ –પાટલીપુત્ર (આજનું બિહાર)માં મુર જાતિનો ૨૫ વર્ષનો એક યુવાન નામે ચંદ્રગુપ્ત મગધપતિ બને છે. નંદ વંશના આપખુદ અને અત્યાચારી શાસક ધનનંદને પોતાના ગુરુ ચાણક્યના સધિયારાથી પરાસ્ત કરી પોતે મગધનો રાજા બન્યો અને મૌર્ય રાજવંશની સ્થાપના કરી. એક તરફ ચંદ્રગુપ્તે પંજાબ અને સિંધના ગ્રીક પ્રદેશો જીતી લઇ ત્યાં વિદેશી હકુમતનો અંત આણ્યો. ગ્રીક લેખક પ્લુંટાર્કે ચંદ્રગુપ્તના લશ્કરમાં ૬ લાખ સૈનિકો હોવાનું નોંધ્યું છે. આ વિશાળ સેનાના બળે તેણે પોણાભાગના હિન્દુસ્તાન પર મૌર્ય સામ્રાજ્યની આણ વર્તાવી હતી. ચંદ્રગુપ્ત પોતાના ગુરુ ચાણક્યના સધિયારાથી પરાસ્ત કરી પોતે મગધનો રાજા બન્યો અને મૌર્ય રાજવંશની સ્થાપના કરી. ચંદ્રગુપ્તની સમાંતર સિકંદરનો સેલ્યુકસ નામનો એક સેનાપતિ પોતાની મહાનતાની નીંવ નાંખી રહ્યો હતો. સિકંદરના અવસાન પછી તેણે ગ્રીક સામ્રાજ્ય માટે સંઘર્ષ કરવો પડ્યો. સત્તાના આ સંઘર્ષમાં સેલ્યુકસ વિજેતા થયો. તેણે બેબિલોન અને બેકત્રિયાના પ્રદેશો જીતી ભારત તરફ નજર દોડાવી. તે સિકંદરે ભારતમાં જીતેલા પ્રદેશો ફરીથી અંકે કરવા માગતો હતો. સેલ્યુકસ ઈ.સ. ૩૦૫માં કાબુલના માર્ગે સિંધુ નદી તરફ આગળ વધ્યો. પરંતુ હવે ભારતના સંજોગો સિકંદરના આક્રમણ વખત જેવા ન હતા. સેલ્યુકસના હુમલાની પોતાના કુશળ જાસુસી તંત્ર દ્વારા ચંદ્રગુપ્ત માહિતી મેળવી ચૂક્યો હતો. વળી તે સમયે પંજાબ અને સિંધનાં રાજ્યો વિભક્ત ન હતાં. સિકંદરને સહાય કરનાર શશિગુપ્ત અને આમ્ભી જેવા ગદ્દારોનોનો યુગ આથમી ચૂક્યો હતો. મોટાભાગનું ભારત એક સત્તા અર્થાત ચંદ્રગુપ્તના નેતૃત્વમાં હતું. યુનાની લેખક એપ્પીયાનસે નોંધ્યું છે કે સેલ્યુક્સે સિંધુ નદી પાર કરી ચંદ્રગુપ્ત સાથે યુદ્ધ છેડી દીધું. તેની સેનામાં રથ અને હાથી હતા. પણ ચંદ્રગુપ્તે સેલ્યુકસને સિંધુના બીજા કાંઠે જ રોકી દીધો. ચંદ્રગુપ્ત પાસે નિયમિત અભ્યાસ કરવાવાળી, યુદ્ધવિદ્યામાં પ્રવિણ અને આચાર્ય કૌટિલ્યના સિદ્ધાંતોથી કેળવાયેલી સેના હતી. પરિણામ સ્પષ્ટ હતું. સેલ્યુક્સનો પરાજય અને ચન્દ્રગુપ્તનો જય થયો. યુદ્ધ પછીનો સમય સંધિની શરતો નક્કી કરવાનો કે શાંતિવાર્તાનો હોય છે. સેલ્યુક્સના પરાજય પછી સંધિની શરતના ભાગરૂપે ચંદ્રગુપ્તને આજના અફઘાનિસ્તાન અને બલુચિસ્તાનના પ્રદેશો પ્રાપ્ત થયા. આ પ્રદેશો પ્રાપ્ત થતાં મૌર્ય સામ્રાજ્ય ઠેઠ હિંદુકુશ પર્વતમાળા સુધી પહોચ્યું હતું. આટલો સામ્રાજ્ય વિસ્તાર ભારતના ઇતિહાસમાં બહુ ઓછા શાસકો હાંસલ કરી શક્યા હતા. બેશક ચંદ્રગુપ્ત મૌર્ય અને પ્રાચીન ભારતની આ મસમોટી સિદ્ધિ હતી.બદલામાં મૈત્રીની ભાવના સાથે ચંદ્રગુપ્તે સેલ્યુકસને ૫૦૦ હાથી ભેટ આપ્યા અને પોતાના રાજ્યમાં ગ્રીક દૂત રાખવાની પ્રથા શરુ કરી. તેના ભાગ રૂપે પહેલો ગ્રીક દૂત પાટલીપુત્રમાં રહેવા આવ્યો. તેનું નામ મેગેસ્થનિસ હતું. તેણે પોતાના ભારતના અનુભવોને આધારે ‘ઈન્ડીકા’ નામનો અદભુત ગ્રંથ લખ્યો છે, પણ કમનસીબે ઈન્ડીકા આજે અપ્રાપ્ય છે. "સેલ્યુક્સના પરાજય પછી સંધિની શરતના ભાગરૂપે ચંદ્રગુપ્તને આજના અફઘાનિસ્તાન અને બલુચિસ્તાનના પ્રદેશો પ્રાપ્ત થયા. આ પ્રદેશો પ્રાપ્ત થતાં મૌર્ય સામ્રાજ્ય ઠેઠ હિંદુકુશ પર્વતમાળા સુધી પહોચ્યું હતું." સેલ્યુકસ અને ચંદ્રગુપ્ત વચ્ચેના યુદ્ધ પછી સમાધાનના ભાગરૂપે સેલ્યુકસે પોતાની બહેન હેલનને ચન્દ્રગુપ્ત સાથે પરણાવી હતી. આ રિવાજ પ્રાચીન કાળમાં ‘કન્યોપાયન’ તરીકે વિકસ્યો. એટલે કે હારેલો રાજા જીતેલા રાજાને પોતાની બહેન કે દીકરી પરણાવે અને એ રીતે મિત્રતાના સંબધો સ્થાપાતા. હેલન ચંદ્રગુપ્ત સાથે લગ્ન કરી પાટલીપુત્ર પધારી. તે અહીં આવી ત્યારે તેણે ગ્રીક વેશભૂષા પ્રમાણે સાડી ધારણ કરી હતી. જે કેટલાક ઈતિહાસકારોના મતે તત્કાલીન ભારત માટે તદ્દન નવતર વસ્ત્ર હતું . અને પછી તો ભારતમાં પણ તેનું પ્રચલન શરુ થયું. આમ પણ સિનેતારિકાઓ પહેલાં ભારત અને વિશ્વમાં ફેશનના પ્રતીક તરીકે રાજકુટુંબની મહિલાઓ જ ગણાતી હતી અને સામાન્ય સ્ત્રીઓ રહેણીકરણીમાં તેમનું જ અનુકરણ કરતી હતી. આમ હેલનના માધ્યમથી ભારતીય સ્ત્રીઓમાં સાડી ફરતી થઈ. "સેલ્યુકસ સાથેના યુદ્ધ પછી ભારત અને ગ્રીક વચ્ચે શરુ થયેલા સાંસ્કૃતિક સંબંધોમાં એક રસપ્રદ બાબત એ પણ બની કે ગ્રીક રાજાઓ પોતાના જન્મદિવસે માથું મુંડાવતા હતા. તેને અનુસરી ચંદ્રગુપ્તે પણ પોતાના જન્મદિવસે માંથું મુંડાવવાનું શરુ કર્યું હતું." બીજા ગ્રીક યુદ્ધે માત્ર રાજવી પરંપરાઓને જ પ્રભાવિત કરી ન હતી. ભારતના સામાજિક જીવન પર પણ તેનો સ્પષ્ટ પ્રભાવ જણાતો હતો. ભારતમાં આજે પણ ઉપયોગમાં લેવાતી યુનાની દવાઓના સગડ શોધવા જઈએ તો તેનો પુરાવો સેલ્યુકસના આ યુદ્ધ પછી શરુ થયેલા સાંસ્કૃતિક સંબધોમાં સાંપડે છે. મહાન વિજેતા ચંદ્રગુપ્ત મૌર્ય અને ગ્રીક સેનાપતિ સેલ્યુકસના યુદ્ધ પછી એમ પૂછવાનું મન થાય કે શું યુદ્ધો હંમેશાં વિનાશકારી જ હોય છે? મૈત્રીના પુલનું નિર્માણ પણ યુદ્ધો થકી શક્ય બની શકે છે. શું મહર્ષિ વેદ વ્યાસે કથેલા ‘યુદ્ધસ્ય કથા રમ્યા’નો એક અર્થ આ પણ તારવી શકાય? ---------------- 3-કલિંગનું યુદ્ધ (ઈ.સ.પૂર્વે ૨૬૦-૬૧) : દેશ અને દુનિયાનો ઈતિહાસ બદલાય છે સુપસિદ્ધ ઇતિહાસકાર-વિજ્ઞાનકથા લેખક એચ. જી. વેલ્સે તેમના પુસ્તક ‘એન આઉટલાઈન ઓફ વર્લ્ડ હિસ્ટરી’માં લખ્યું છે કે હજારો સમ્રાટો, રાજરાજેશ્વરો, મહારાજાધિરાજો, સરદારો વગેરેનાં નામોથી ઇતિહાસનાં પાનાં ખચાખચ ભરાયાં છે. તેમાં માત્ર સમ્રાટ અશોકનું નામ જ તેજસ્વી તારાની જેમ ઝબકી રહ્યું છે. આ વાત થવા પાછળનું કારણ એક યુદ્ધ નામે કલિંગનું યુદ્ધ અને તેના પછી ભારતના ઇતિહાસમાં આવેલા બદલાવને મદ્દે નજર રાખી કહેવાયું હતું. અશોક મૌર્ય સામ્રાજ્યનો શક્તિશાળી શાસક હતો. તેણે પોતાના દાદા ચંદ્રગુપ્તના લશ્કરી અભિયાન દ્વારા સામ્રાજ્ય વિસ્તારની પરંપરાને ન માત્ર જાળવી રાખી, બલકે એને આગળ પણ વધારી હતી. તેનું મોટું પ્રમાણ તે ઈ.સ.પૂર્વે ૨૬૦-૬૧માં તેણે ખેલેલું કલિંગનું યુદ્ધ છે. કલિંગના યુદ્ધના બે પક્ષો હતા. એક મગધપતિ સમ્રાટ અશોક અને દૂરસુદૂર આવેલું કલિંગ એટલે કે આજનું ઓરિસ્સા. કલિંગના યુદ્ધ પર જતાં પહેલાં આ યુદ્ધના નાયક અશોકનો પરિચય કરીએ. મૌર્ય સામ્રાજ્યના સ્થાપક અને તેના પુત્ર બિન્દુસારનો પુત્ર એટલે અશોક. બૌદ્ધ ગ્રંથ ‘મહાવંશ’ મુજબ બિન્દુસારને ૧૬ રાણીઓ અને ૧૦૦ પુત્રો હતા. અશોક તેની પહેલી રાણી ધર્માનો પુત્ર હતો. સમકાલીન સ્રોતો મુજબ અશોક દેખાવે કાળો અને કદરૂપો હતો. તેનો એક સગો નાનો ભાઈ પણ હતો, જેનું નામ તિષ્ય હતું. બિન્દુસારના અવસાન પછી જયેષ્ઠ પુત્ર નહીં પરંતુ શ્રેષ્ઠ પુત્ર હોવાના નાતે અશોક મૌર્ય સમ્રાટ બનવા ચાહતો હતો, પણ તેની શરૂની સત્તાપ્રાપ્તિ આસાન રહી ન હતી. બિન્દુસારના સમયમાં તે અવંતી એટલે કે આજના ઉજ્જૈનનો સુબો હતો. આ જ સમયમાં અશોકે તક્ષશિલાનો વિદ્રોહ કચડી નાખ્યો હતો. ત્યાં એક વણિક કન્યા સાથે પ્રણયની ગાંઠે બંધાયો હતો. તેમનાં કાયદેસર લગ્ન થયાં ન હતાં. એક મત પ્રમાણે અશોકને બૌદ્ધ મઠના પ્રચાર માટે મદદ કરનાર તેનાં સંતાનો મહેન્દ્ર અને સંઘમિત્રા આ પ્રણય સંબધોની ફલશ્રુતિ હતાં. બંને બાળકો જીવનભર વિદિશામાં રહ્યાં હતાં. તેનું કારણ એ આપવામાં આવે છે કે તે બંને ક્ષત્રિય કુળના ન હોવાથી રાજકુટુંબ તેમનો સ્વીકાર કરી શકે તેમ ન હતું. તેનો સત્તાસંઘર્ષ મુખ્યત્વે સુસિમ સાથે રહ્યો હતો. કારકિર્દીના પ્રારંભે અશોક ખૂબ જ ક્રૂર અને પાશવી પ્રકૃતિની વ્યક્તિ હતો. સુસિમ અને તેના બાકીના ભાઈઓ સાથે થયેલા સત્તાસંઘર્ષમાં અશોકે સુસિમ સમેત ભાઈઓની સરેઆમ કત્લ કરી. ‘ચંડાશોક’ તરીકે કુખ્યાત થયેલા અશોકથી મહેલના કર્મચારીઓ પણ સસલાની જેમ ફફડતા હતા. નાના સરખા અપરાધ માટે પણ સેવકોને મોતના હવાલે કરી દેવાતા. અશોક બેફામ રીતે શિકાર કરતો. રાજમહેલના રસોડામાં દરરોજ અનેક પશુઓનો ભોગ લેવાતો. હરણ અને મોરનું માંસ તો અશોકને અત્યંત પ્રિય હતું. બૌદ્ધ ગ્રંથ ‘મહાવંશ’ મુજબ બિન્દુસારને ૧૬ રાણીઓ અને ૧૦૦ પુત્રો હતા. અશોક તેની પહેલી રાણી ધર્માનો પુત્ર હતો. આવા શાસકે માત્ર સામ્રાજ્યવાદી દૃષ્ટિકોણથી આજના કાશ્મીરથી તમિલનાડુ સુધી વિશાલ સામ્રાજ્ય ઊભું કર્યું હતું. કાશ્મીર જીતી અશોકે શ્રીનગરની સ્થાપના પણ કરી હતી. તેના વિશાલ સામ્રાજ્યમાં એક અવરોધરૂપ રાજ્ય આજનું ઓરિસ્સા અને પ્રાચીન કાળનું કલિંગ હતું.કલિંગ નંદવંશના પતન પછી સ્વતંત્ર થયું હતું, અશોકના દાદા ચંદ્રગુપ્ત અને પિતા બિન્દુસાર પણ કલિંગને મૌર્ય સામ્રાજ્યની આણમાં લાવી શક્યા ન હતા. વળી કલિંગ તે સમયે સમૃદ્ધ અને ગૌરવશાળી પ્રદેશ ગણાતો હતો. કલિંગ ઉત્તરે વૈતરણી નદી, પશ્રિમમાં અમરકંટક અને દક્ષિણમાં મહેન્દ્રગિરિ સુધી ફેલાયેલું હતું. ત્યાં અનંતનાથન કે અનંત પનાભાન નામે રાજા રાજ્ય કરતો હતો. કલિંગ જીતવા પાછળ તેની અત્યંત વિસ્તારવાદી ભૂખ તો હતી જ, સાથે દક્ષિણ ભારત પર નિયંત્રણ રાખવા સમુદ્ર અને જમીન માર્ગે વચમાં આવતા કલિંગ પર કબજો કરવો અનિવાર્ય હતો. કલિંગનું સ્વતંત્ર અસ્તિત્વ મગધ અને દક્ષિણ ભારતના દરિયાઈ વ્યાપારમાં નડતરરૂપ હતું. આમ અશોકની સત્તાની ભૂખ અને વ્યાપારી ઈરાદાઓનું સયોજન થતાં કલિંગનું યુદ્ધ નિશ્ચિત બન્યું હતું. કલિંગ પરનું આક્રમણ અને યુદ્ધની વિગતો અશોકના શિલાલેખો અને તત્કાલીન સાહિત્યમાંથી ઉપલબ્ધ થાય છે. તે મુજબ અશોકે પોતાના શાસનના નવમા વર્ષે કલિંગ પર હુમલો કર્યો. વિશાલ લશ્કર અને ભવ્ય તૈયારીઓ સાથે અશોકની સવારી કલિંગવિજય માટે ઈ.સ.પૂર્વે ૨૬૦ના વર્ષે નીકળી. તેની સેનામાં ૬૦ હજાર પદાતિ સૈનિકો, ૧ હજારનું અશ્વદળ, સાતસો જેટલા હાથીઓનું દળ અને યુદ્ધમાં શત્રુઓમાં હાહાકાર મચાવી શકે તેવા ચુનંદા સેનાપતિઓ હતા. અશોક અને કલિંગ રાજ્ય વચ્ચે મહાનદી અને ગોદાવરી વચ્ચેના પ્રદેશમાં સંઘર્ષ થવાનો હતો. આજના ભુવનેશ્વરથી ૮ કિલોમીટર દૂર દક્ષિણમાં દયા નદીના કાંઠે અને ધૌલીની પહાડી પર આ ભીષણ યુદ્ધ લડાયું હતું. અશોકના ઈરાદાઓ અને વિશાલ તૈયારી સાથે ચડી આવતો જોઈ કલિંગ સમર્પિત થાય તેમ ન હતું. સ્વતંત્રતાપ્રેમી કલિંગની દરેક વ્યક્તિ અશોકનો સામનો કરવા સજ્જ હતી. સામસામાં લશ્કર અને તેમની લશ્કરી ગોઠવણો રચાઈ ગઈ હતી હવે માત્ર દુંદુભિ વાગવાની બાકી હતી. તેની વાત આવતી કાલે... ------------ 4-કલિંગ યુદ્ધ-2: સમ્રાટ અશોકનું વિરાટ કટક કલિંગ પર ઊતરી પડ્યું... આગળના હપ્તામાં આપણે સમ્રાટ અશોકની કલિંગના હુમલાની તૈયારી જોઈ. નંદવંશના પતન પછી આઝાદ થયેલું, પોતાના પૂર્વજો પણ જે પ્રદેશને જીતી શક્યા ન હતા તે પ્રદેશ અને દક્ષિણમાં દરિયાઈ વ્યાપાર માટે વ્યૂહાત્મક રહેલા કલિંગને જીતવું એ અશોકનું સ્વપ્ન બન્યું હતું. પોતાના રાજ્યાભિષેકના ૯મા વર્ષે એટલેકે ઈ.સ.પૂર્વે ૨૬૦-૬૧માં વિશાળ સેના સાથે કલિંગ વિજય માટે નીકળી પડ્યો. અશોકની સેનામાં ૬૦ હજારનું પાયદળ, ૧ હજારનું અશ્વદળ અને ચુનંદા સેનાપતિઓ હતા. આ રસાલા સાથે અશોક કલિંગ આવી પહોંચ્યો. પોતાના રાજ્યાભિષેકના ૯મા વર્ષે એટલેકે ઈ.સ.પૂર્વે ૨૬૦-૬૧માં વિશાળ સેના સાથે કલિંગ વિજય માટે નીકળી પડ્યો. અશોકની સેનામાં ૬૦ હજારનું પાયદળ, ૧ હજારનું અશ્વદળ અને ચુનંદા સેનાપતિઓ સાથે અશોક કલિંગ આવી પહોંચ્યો. કલિંગનું તત્કાલીન સામ્રાજ્ય ઉત્તરે વૈતરણી નદી, પશ્રિમમાં અમરકંટક અને દક્ષિણમાં મહેન્દ્રગિરિ પર્વતમાળા સુધી ફેલાયેલું હતું. અહીં ભુવનેશ્વરથી ૮ કિલોમીટર દૂર ધોલીની પહાડીઓમાં ભીષણ સંગ્રામ થયો. કલિંગ પણ ગાજ્યું જાય તેમ ન હતું. પોતાની આઝાદી માટે દરેક કલિંગવાસી તૈયાર હોય તેવો માહોલ કલિંગમાં ઊભો થયો હતો. પણ અશોકની વિશાળ સેના અને વ્યૂહરચનાઓ સામે આ ઘટના કીડી પર કટક દોડાવવા સમી હતી. અશોકના હલ્લાબોલમાં ગણતરીના કલાકોમાં કલિંગની સેના અને તેમનો આઝાદીનો જુસ્સો તિતરબિતર થઇ ગયો. યુદ્ધમેદાનમાં લોહીની નદીઓ વહી. કલિંગના યુદ્ધમાં અંદાજે એક લાખથી વધુ સૈનિકો અને સામાન્ય નાગરિકો માર્યા ગયા. લાખો ઘાયલ થયા. દોઢ લાખ સૈનિકોને યુદ્ધ કેદી તરીકે પકડવામાં આવ્યા. ચોતરફ રોકકળ અને શોકનું વાતાવરણ હતું. યુદ્ધમાં વિજય પછી રાજાઓ પોતાના ભવ્ય વિજયને નિહાળવા યુદ્ધ મેદાનમાં આવતા હોય છે. તેમ અશોક પણ પોતાના સ્વપ્નના વિજયને પ્રત્યક્ષ જોવા રણમેદાનમાં આવી પહોંચ્યો. પણ આ શું? યુદ્ધમેદાનની સ્થિતિ જોતાં જ તેનો આનંદ શોકમાં સરી પડ્યો. કારણ કે ડગલે ને પગલે તેને લાશો ઠેબે આવતી હતી. અનાથ બાળકો દર દર ભટકી રહ્યા હતા. પુત્ર વિનાની માતાઓ, પતિ વિનાની પત્નીઓ અને ભાઈ વગરની બહેનો કલ્પાંત કરી રહી હતી. તેમનાં રુદને ચંડાશોક સમા અશોકને પણ હચમચાવી મૂક્યો. એટલામાં જ એક મહિલા બિલકુલ અશોકની સમીપ આવી કહેવા લાગી, ‘યુદ્ધમાં મારા પિતા, પતિ અને પુત્ર ત્રણેય વીરગતિને પામ્યા છે અને હવે મારે જીવવા માટે કોઈ કારણ રહ્યું નથી.’ તે પછી તો અશોકનો રહ્યો સહ્યો ઉન્માદ પણ ઓસરી ગયો. અશોકના મનમાં એક જ પ્રશ્ન થયો કે આ બધું શેના માટે? યુદ્ધ મેદાનમાંથી બહાર આવેલો અશોક બદલાયેલો અશોક હતો. ચંડાશોકમાંથી ધર્માશોક બનવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી હતી. આ વખતે આપણા આ નાયકની ઉંમર ૫૪ વર્ષની હતી. કલિંગમાં નવી વ્યવસ્થા સ્થાપવાના ભાગ રૂપે ત્યાં નવી રાજધાની તોસલી નામની જગ્યાને બનાવી. દંતકથાઓ પ્રમાણે અશોકે કલિંગના રાજાની રાજકુમારી સાથે પ્રણયમાં પડી લગ્ન કર્યાં હોવાનું પણ કહેવાય છે, પણ આ દંતકથામાં કંઈ દમ નથી. આવી દંતકથાઓ ફિલ્મોમાં શોભે, ઇતિહાસમાં નહીં! કલિંગના વિજયની કહાની અહીં પૂરી થતી નથી. હવે ભાવિ ભારત જેને આદિ અનાદિ કાળ સુધી સંભારવાનું હતું તે ઉપક્રમ શરૂ થયો. યુદ્ધ પછી શસ્ત્રો હેઠાં મૂકી અશોક ધોલીની પહાડીમાં વિશ્રામ ફરમાવી રહેલા બૌદ્ધ સાધુ નામે ઉપગુપ્તને મળે છે. ઉપગુપ્ત અને બૌદ્ધધર્મના સતત સહવાસથી તેણે આત્મરક્ષા સિવાય યુદ્ધ ન કરવાનું નક્કી કર્યું. ચંડાશોક અશોક હવે ધર્માશોક બન્યો. તેના દિગ્વિજયોનો યુગ આથમી ગયો. અશોકના સામ્રાજ્યમાં રણભેરીને બદલે ધર્મભેરી ગૂંજવા લાગી. અધ્યાત્મિક વિજય અને ધર્મવિજયના નવા યુગની શરૂઆત થઈ. કેટલાક ઈતિહાસકારો એમ કહે છે કે અશોકની આ શાંતિપ્રિય અને અહિંસક નીતિના પરિણામે જ મૌર્ય સામ્રાજ્યનું પતન થયું હતું. અહિંસક નીતિના કારણે સૈનિકોનો લડાયક જુસ્સો મરી પરવાર્યો હતો, પણ આપણે એવું અવશ્ય કહેવું જોઈએ કે તત્કાલીન ભારત અને આજના ભારતની પણ ઓળખાણ બની રહેલા અશોકના જીવનમાં આવેલા ધરખમ પરિવર્તન સામે મૌર્ય સામ્રાજ્યના પતનની શી વિસાત ભલા? કલિંગના યુદ્ધે માત્ર અશોકને નહોતો બદલ્યો, ભારતના ઈતિહાસ અને ભાવિને પણ બદલ્યું હતું. અશોકે તત્કાલીન ભારત સામે રાજત્વનો નવો આદર્શ પ્રસ્તુત કર્યો હતો. કલિંગના યુદ્ધ પછી માત્ર શાસક અશોક જ બદલાયો ન હતો. વૈયક્તિક ધોરણે પણ તેના જીવનમાં ગજા બહારનાં પરિવર્તનો આવ્યાં હતાં. તેના શાહી રસોડામાં માત્ર ખાવા માટે રોજ અનેક પશુઓની કતલ થતી હતી. તેમાં તેણે આદેશ દ્વારા હવે પછી રોજ માત્ર એક હરણ અને એક મોરને મારવાની જ મંજૂરી આપી. આમ શાકાહારી જીવનશૈલી તરફ પણ તે આગળ વધ્યો હોવાનાં પ્રમાણો સાંપડે છે. બીજી તરફ બૌદ્ધ બનેલા અશોકે બૌદ્ધ ધર્મના પ્રસારમાં પણ કોઈ કમી છોડી ન હતી. પોતાનાં સંતાનો મહેન્દ્ર અને સંઘમિત્રાને બોધિવૃક્ષની ડાળી લઇ સિલોનમાં બૌદ્ધ ધર્મના પ્રસાર માટે મોકલ્યાં હતાં. આજે વિશ્વમાં જ્યાં પણ બૌદ્ધ ધર્મ દેખાય છે તેના પાયામાં અશોક અને તેના પછીના ભારતીય શાસકોના પ્રયત્નો રહેલા છે. અને એટલે જ તો આજે પણ બૌદ્ધ ધર્મના ઇતિહાસમાં ભગવાન બુદ્ધ પછી તરત જ સમ્રાટ અશોકનું સ્મરણ થાય છે. કલિંગના યુદ્ધમાં અંદાજે એક લાખથી વધુ સૈનિકો અને સામાન્ય નાગરિકો માર્યા ગયા. લાખો ઘાયલ થયા. દોઢ લાખ સૈનિકોને યુદ્ધ કેદી તરીકે પકડવામાં આવ્યા. સાચો વિજય યુદ્ધના મેદાનમાં નહીં, પણ લોકોના હદયમાં મળવો જોઈએ તેવી કલ્યાણકારી ભાવના સાથે શરૂ થયેલી અશોકની કલિંગ યુદ્ધ પછીની રાજનીતિ વૈશ્વિક પ્રસિદ્ધિ પામી છે. અશોકમાં આવેલા આ બદલાવો તેના શિલાલેખો અને સ્તંભલેખોમાં તેની સાક્ષી પૂરતા આજે પણ ઊભા છે. તેમાં અશોકને દેવાનાપ્રિય, પ્રિયદર્શી જેવાં વિશેષણોથી નવાજવામાં આવ્યો છે. બહુ દૂર જવાની અનુકૂળતા અને સગવડ ન હોય તો જૂનાગઢમાં ગિરનારના શિલાલેખની મુલાકાત લઈ અશોકનાં ઐતિહાસિક કર્મોની અનુભૂતિ લઈ શકાય. કલિંગના યુદ્ધ સાથે ભારતના ઈતિહાસનો એક અધ્યાય પૂરો થયો, પરંતુ બીજા અનેક અધ્યાયો શરુ થયા હતા. યુદ્ધસ્ય કથા રમ્યા એવું કહેવાતું હોય ત્યારે ખંડનાત્મક રીતે નહીં રચનાત્મક સંદર્ભે આ યુદ્ધને રમ્ય ગણવું રહ્યું. ---------------- 5- વલભી અને આરબ યુદ્ધ (ઈ.સ.૭૮૮) ગુજરાતમાં લોથલ, ધોળાવીરા અને રંગપુર જેવાં સ્થળોએ સ્થિત અવશેષો આજે પણ ગુજરાતના ભવ્ય ઐતિહાસિક વારસાની ગાથા કહેતા અસ્તિત્વ ધરાવે છે. તે પછી ગુજરાત જુદા -જુદા સમયે ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક અને ક્ષત્રપ જેવી જેવી સત્તાઓની આણમાં રહ્યું. તે પછી ઈ.સ ૪૭૦માં એટલે કે પાંચમા સૈકામાં વલભી (આજનું વલભીપુર)માં સ્વતંત્ર મૈત્રક શાસનની સ્થાપના થઈ. તેઓએ લગભગ અડધા કરતાં વધુ ગુજરાત ઉપર અંદાજે ૩૦૦ વર્ષ સુધી રાજ્ય કર્યું. ગુજરાતમાં મૈત્રક સત્તાનો અંત આરબો સાથેના યુદ્ધ પછી ઈ.સ. ૭૮૮-૮૯માં આવ્યો. તે સમયે તેનો છેલ્લો વંશજ શિલાદિત્ય સાતમો હતો. ગુજરાતમાં મૈત્રક સત્તાનો અંત આરબો સાથેના યુદ્ધ પછી ઈ.સ. ૭૮૮-૮૯માં આવ્યો. તે સમયે તેનો છેલ્લો વંશજ શિલાદિત્ય સાતમો હતો. આરબોએ ઇસ્લામ સ્વીકાર્યો તે પહેલાં સૈકાઓથી ભારત અને આરબ જગત વચ્ચે દરિયાઈ માર્ગે ગાઢ વ્યાપારી સંબધો ચાલતા હતા. તે સમયે આજનો અરબ સાગર સિંધુ સાગર કહેવાતો હતો. પણ તે પછી આરબોના વ્યાપારી આધિપત્યને કારણે સિંધુસાગર અરબી સમુદ્ર તરીકે પ્રસિદ્ધ થયો. આરબ જગતમાં બીજા ખલીફા ઉમર ફારુખની ખિલાફતના સમયમાં મુસ્લિમ શાસકોનું ધ્યાન પશ્ચિમ એટલે કે ભારત તરફ ખેંચાયું. ત્યાંના સુબાએ વિશાળ નૌકા કાફલા સાથે ગુજરાત પર આક્રમણ કર્યું, પણ આ હુમલા વખતે તેમને વિશેષ કશું હાથ લાગ્યું ન હતું. એના ચાર દાયકા પછી ઘોઘા બંદર પર આક્રમણ કર્યું. ઈ.સ.૬૭૭માં સિપાહીસલાર ઈસ્માઈલે ઘોઘાના હિંદુ રાજા પર હુમલો કર્યો, પણ તેમાં તેણે ઘણી જાનહાનિ વેઠવી પડી. ખુદ સિપાહીસલાર પણ માર્યો ગયો. તે પછી પણ આરબોએ સૌરાષ્ટ્ર પર નાના-મોટા હુમલાઓ ચાલુ રાખ્યા હતા, પણ તે વખતે સ્થાનિક સૈન્યની વીરતા કરતાં વધુ કુદરત તેમની વહારે આવી હતી. કારણ કે સૌરાષ્ટ્રમાં તે સમયે ફાટી નીકળેલા રોગચાળાએ આક્રમણકારીઓને કમને સ્વદેશ રવાના કર્યા હતા. હવે તેમનું નિશાન મૈત્રક શાસકોની રાજધાની અને સમૃદ્ધ નગર વલભી બનવાનું હતું. લગભગ ૩૦૦ કરતાં વધુ વર્ષો સુધી મૈત્રકોની રાજધાની રહેલું વલભી એક સમૃદ્ધ નગર હતું. આર્ય મંજુશ્રીમૂલકલ્પ જેવા સમકાલીન ગ્રંથો મુજબ તે સમયે વલભીનો વ્યાપાર વિદેશો સાથે પણ ચાલતો હતો. સમુદ્રી વ્યાપારનું રક્ષણ કરવા માટે વલભીમાં વ્યવસ્થિત નૌકા સૈન્ય પણ હતું. ‘દશકુમારચરિત’ નાટકમાં વલભીના કરોડપતિ કાકુ શેઠની સાત માળની હવેલી અને તેમના દેશાવર સાથેના ધમધમતા વેપારના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. તેના શાસકોના કનોજના રાજા હર્ષવર્ધન સુધી મૈત્રી અને સગાઇ સંબધો હતા. વલભીનો મૈત્રક રાજા ધ્રુવસેન મહાન સમ્રાટ હર્ષવર્ધનનો જમાઈ થતો હતો. વલભીનો ઉદય થયો હતો. એક સારા બંદર, વ્યાપાર ધંધાના મથક ઉપરાંત વલભી ત્યાંની વિદ્યાપીઠને કારણે પણ ભારતભરમાં જાણીતું હતું. દેશ-વિદેશના વ્યાપારીઓ અને વિદ્વાનોની ચહલપહલ વલભીમાં થતી રહેતી હતી. ચીની મુસાફર હ્યું-એન-ત્સાંગ પણ વલભીમાં ઘણો સમય રોકાયો હતો. તેણે પોતાના ‘સી-યુ-કી’ (પશ્ચિમ દિશાનો અહેવાલ) પુસ્તકમાં વલભીનો ઉલ્લેખ ફ-લ-પી તરીકે કર્યો છે. હ્યું-એન-ત્સાંગ લખે છે કે આ રાજ્યનો વ્યાપ ૧૨૦૦ માઈલ તથા નગરનો પરિઘ લગભગ ૬ માઈલ જેટલો હતો. તે ઉર્વર અને સંપન્ન પ્રદેશ છે. અહીંના બૌદ્ધ ધર્મના ૧૦૦ જેટલા મઠમાં ૬૦૦૦ હજાર કરતાં વધુ બૌદ્ધ સાધુઓ નિવાસ કરતા હતા. વલભી બહુ મોટું બૌદ્ધ કેન્દ્ર હતું. વલભી બૌદ્ધ ધર્મના હીનયાન મઠનું મોટું કેન્દ્ર હતું. ભારતભરમાંથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવતા હતા. હ્યું-એન-ત્સાંગના વલભી આવવા પાછળ આ જ નિમિત્ત હતું. વલભીની તુલના નાલંદા વિદ્યાપીઠ સાથે થતી. હ્યું-એન ત્સાંગ તો લખે છે કે વલભીમાં વસ્તી ઘણી ગીચ છે, રહેઠાણો ઘણાં સમૃદ્ધ છે. અહીં કરોડપતિઓનાં ૧૦૦ કરતાં વધુ ઘર છે. દૂરના પ્રદેશોમાં થતી વિરલ અને કીમતી ચીજો અહીં વિપુલ માત્રામાં જોવા મળે છે. વલભી બહુ મોટું બૌદ્ધ કેન્દ્ર હતું. વલભી બૌદ્ધ ધર્મના હીનયાન મઠનું મોટું કેન્દ્ર હતું. ભારતભરમાંથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવતા હતા. દેશી-વિદેશી પ્રમાણો મુજબ પ્રાચીન વલભી ઘણું સમૃદ્ધ નગર હતું. એટલે સ્વભાવિકપણે વિદેશી આક્રમણકારીઓની નજરમાંથી આવું નગર છટકી ન જ શકે અને થયું પણ તેવું જ. જોકે તેનું કારણ ઘણું જ વિચિત્ર છતાં રસિક છે. આગળ આપણે જે વલભીના કરોડપતિ શેઠ કાકુ શેઠની વાત કરી તેમની એક દીકરી પોતાની હવેલીમાં હીરા જડેલી સોનાની કાંસકીથી માથું ઓળી રહી હતી. આ દૃશ્ય ત્યાંથી હાથીની અંબાડી પર પસાર થતી શિલાદિત્ય સાતમાની પુત્રીએ જોયું. એને કાંસકી ઘણી ગમી ગઈ. એણે પોતાના પિતા પાસે ગામે તે ભોગે આ જ કાંસકી અપાવવાની જીદ પકડી. આ માત્ર રાજહઠ ન હતી, તેમાં બાળહઠ અને સ્ત્રીહઠનું સંયોજન પણ થયું હતું. રાજા શિલાદિત્યે પુત્રીની હઠ સામે ઝૂકી સૈનિકોને કાકુ શેઠની પુત્રીની કાંસકી લઈ આવવા હુકમ કર્યો. ચિઠ્ઠીના ચાકર સૈનિકોએ તાત્કાલિક ધોરણે તેનો અમલ કરી કાંસકી લાવી રાજકુમારીને પેશ કરી. અહીં રાજકુમારી ખુશખુશાલ થઈ ગઈ, પણ કાકુ શેઠની દીકરી એટલી જ દુઃખી થઈ ગઈ. સાથે કાકુ શેઠની નારાજગીનો પણ પાર ન રહ્યો. તેઓ પોતાના તરફ થયેલા આ અન્યાયનો બદલો લેવા માટે તડપી રહ્યા હતા, પણ વ્યાપારી વણજ કરી પણ શું શકે? આખરે મંથનના અંતે તેણે વલભીના રાજાને પાઠ ભણાવવા મલેચ્છો એટલે કે આરબોને વલભી પર હુમલો કરવા માટે બોલાવી લાવવાનું નકકી કર્યું અને પેટનો બળ્યો ગામ બાળે તેવી ભાવના સાથે પોતે નીકળી ગયા અરબસ્તાનમાં. આ આખોય પ્રસંગ ‘ભટ્ટીકાવ્ય’ નામના સમકાલીન ગ્રંથમાં નિરૂપવામાં આવ્યો છે. --------------- 6- વલભી અને આરબોનું યુદ્ધ (ભાગ-૨) વલભી અને આરબો વચ્ચેનું યુદ્ધ એક વિચિત્ર અને હૈયાવરાળ સમા કારણથી થયું હોવાનું આપણે ગત હપ્તામાં જોયું. પોતાના રાજા શિલાદિત્ય સાતમાના વર્તનથી વ્યથિત થયેલો કાકુ શેઠ અરબસ્તાનના રસ્તે નીકળી પડ્યો, જે તે સમયે મલેચ્છ મંડલ તરીકે ઓળખાતું હતું. આ સમયે રાજાના ગેરવહીવટ અને અત્યાચારી વર્તનનો ભોગ બનવાવાળો કાકુ શેઠ એકલો ન હતો. શિલાદિત્ય સાતમાના કુશાસનની માહિતી સમકાલીન સાહિત્યમાંથી સાંપડે છે. તે પોતાના પિતા શિલાદિત્ય છઠ્ઠાનો ઉત્તરાધિકારી અને વલભીનો ૧૯મો રાજા હતો. એ ઈ.સ. ૭૬૦માં વલભીપતિ બન્યો હતો. ભાટ-ચારણોએ પ્રશસ્તિઓમાં તેનાં પરાક્રમ, વૈભવ, કીર્તિ, જ્ઞાન ગુણ, પરમાર્થ વગેરેની મોંફાટ પ્રશંસા કરી છે, પણ વાસ્તવિક સ્થિતિ તે વૃતાંતો કરતાં કૈંક જુદી જ હતી. ‘ઘર કો હી જલાયા ઘર કે ચિરાગ ને’ કહેવત અનુસાર કાકુ શેઠ મોં માગ્યા પૈસા આપી વલભીને ખતમ કરાવવા માગતો હતો. ‘ઘર કો હી જલાયા ઘર કે ચિરાગ ને’ કહેવત અનુસાર કાકુ શેઠ મોં માગ્યા પૈસા આપી વલભીને ખતમ કરાવવા માગતો હતો. કાકુ શેઠ વલભી અને સમકાલીન ભારતના રાજકીય પ્રવાહોથી પરિચિત હતો. તે જાણતો હતો કે અગાઉ પણ સૌરાષ્ટ્ર પર આરબો નિષ્ફળ હુમલા કરી ચૂક્યા છે. ઉદાહરણ તરીકે ઈ.સ. ૭૬૬માં આરબ ખલીફા અલ મહદીના સમયમાં અબ્દુલ માલિકે વલભી પર દરિયાઈ હુમલો કર્યો હતો. શરૂમાં આરબોએ વલભી કબજે પણ કરી લીધું હતું, પણ તરત જ ત્યાં રોગચાળો ફાટી નીકળતાં ઘણા ખરા આરબ સૈનિકો મોતને ભેટ્યા હતા અને બાકીનાઓએ સ્વદેશ ભાગવું પડ્યું હતું. આમ પહેલીવાર શિલાદિત્ય સાતમાની વીરતા નહીં, પણ કુદરત વલભીની વહારે આવી હતી. આવા સંજોગો ન સર્જાય તે માટે ખુદ કાકુ શેઠ અરબસ્તાન જઈ આરબ રાજા સલીમ યુનીસી (ઈ.સ.૭૮૬-૯૦)ને મળ્યો. એને તો ભાવતું હતું અને વૈદે કીધા જેવું થયું. વલભી પર હુમલો કરવા માટે તે પોતે આવ્યો હતો કે તેના સેનાપતિઓ આવ્યા હતા તેનાં પર્યાપ્ત પ્રમાણો ઉપલબ્ધ નથી, પણ વલભી પર ભયંકર આક્રમણ થયું. પરંતુ ધર્મ સંસ્થાઓની અગમચેતી કે ગમે તે સગડ ગણો, આરબોના હુમલાની ખબર પડતાં જ સ્થાનિક જૈન અને અન્ય મૂર્તિઓ વિધર્મીઓના હાથે ખંડિત કે અપમાનિત થાય તે પહેલાં આસો સુદ પૂનમના દિવસે વલભીમાંથી ચંદ્રપ્રભ, વીર વગેરેની પ્રતિમાઓ દેવપત્તન, અમદાવાદ અને શ્રીમાલ જેવાં દૂરનાં સ્થળોએ રવાના કરી દેવાઈ અને ભગવાનો સુરક્ષિત થઇ ગયા. આરબો શારીરિક અને લશ્કરી સાધનો તથા વ્યૂહરચનાની દૃષ્ટિએ તત્કાલીન ભારત કરતાં ઘણા આધુનિક હતા. પરિણામ સ્પષ્ટ હતું. ગણતરીના દિવસોમાં વલભીનો અંત આવ્યો. શિલાદિત્યનાં પરાક્રમ અને વીરતાની પ્રચલિત વાતો કોઈ કામ ના આવી. વલભીના સેંકડો સૈનિકો અને સામાન્ય નાગરિકોની સાથે ખુદ શિલાદિત્ય સાતમો પણ માર્યો ગયો. વલભીના પતનની તારીખ ૫ ઓક્ટોબર ૭૮૮થી ૧૧ નવેમ્બર ૭૮૮ વચ્ચે હોવાનું ઈતિહાસકારો અને ખાસ તો મૈત્રકકાલીન ગુજરાત ભાગ ૧-૨ નામનું ગુણવત્તાસભર પુસ્તક લખનાર ડોક્ટર હરિપ્રસાદ શાસ્ત્રી જણાવે છે. શિલાદિત્ય સાતમો યુદ્ધમાં માર્યો ગયો છતાં તેના દરબારી લેખકો આ ઘટનાને જુદી રીતે મૂલવતા હતા. તેઓ કહેતા હતા કે રાજા શિલાદિત્ય પાસે દૈવી અને આકાશમાં ઊડી શકે તેવો અશ્વ હતો. શત્રુઓની યુક્તિના કારણે યુદ્ધ પૂર્વે આ દૈવી અશ્વ આકાશમાં ઊડી ગયો અને રાજા યુદ્ધ મેદાનમાં માર્યો ગયો. ખરેખર સાચું કરણ તો એ હતું કે વલભીના રાજા પાસે તે સમયે સ્થાયી સેના જેવું કશું ન હતું. તેનું લશ્કર ભાડુતી સૈનિકોથી બનેલું હતું. આવા ઉછીના સૈનિકો સાથે આરબો સામે જીતવું અશક્ય જ હતું. અને થયું પણ તેમ જ. વલભીના રાજા પાસે તે સમયે સ્થાયી સેના જેવું કશું ન હતું. તેનું લશ્કર ભાડુતી સૈનિકોથી બનેલું હતું. આવા ઉછીના સૈનિકો સાથે આરબો સામે જીતવું અશક્ય જ હતું. અને થયું પણ તેમ જ. વલભી અને આરબો વચ્ચેના આવા મહત્વપૂર્ણ યુદ્ધ વિશે બારીક વિગતો મળતી નથી, પણ યુદ્ધ પછી ગુજરાતમાં આવેલા બદલાવો ઘણા અગત્યના બને છે. એક તો વલભીની સફળતા પછી પશ્ચિમી છેડેથી ભારત પર આરબોના હુમલાઓમાં ગતિ આવી હતી. અનેક આક્રમણકારીઓ હવે ગુજરાતને તેમના હુમલાનું નિશાન બનાવી રહ્યા હતા. તાત્કાલિક ધોરણે તો હુમલાખોરો ખાસ ઉકાળી શક્યા ન હતા, પણ ભારત પર ઇસ્લામિક સત્તાના સગડ આપણે તપાસવા હોય તો વાયા વલભી થઇ જવું પડે. બે, આરબોના હુમલા પછી વલભી લગભગ કાળની ગર્તામાં ધકેલાઈ ગયું. આખું નગર સુમસામ અને વેરાન બની રહી ગયું. એક સમયનું આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત નગર વલભીના અવશેષરૂપે માત્ર નાનકડું ગામ બની રહી ગયું. વલભીનું સ્થાન ગુજરાતનાં બીજાં નગરો લેવા લાગ્યાં. ત્રણ, આરબો સાથેના યુદ્ધ પછી કેટલાક સાંસ્કૃતિક સંદર્ભો પણ સર્જાયા હતા. ઉદાહરણ તરીકે વલભીના વિજય પછી આરબ વિદ્વાન મન્સુર આપણા પ્રાચીન આચાર્ય બ્રહ્મગુપ્તનાં બે પુસ્તકો લઈ ગયા ગયા હતા. આ બંને પુસ્તકોનો તેમણે અરબી ભાષામાં અનુવાદ કર્યો હતો. આમ વલભી યુદ્ધ પછી ભારત અને આરબ જગત વચ્ચે જ્ઞાનાર્જન અને જ્ઞાનવિમર્શની તકો સર્જાઈ સર્જાઈ હતી. ટૂંકમાં રાજકીય, પ્રાદેશિક અને ધાર્મિક શત્રુતા જ્ઞાન વિમર્શમાં બાધા બની ન હતી. આમ વલભી અને આરબો વચ્ચેના યુદ્ધના અંત સાથે કેટલીક બાબતોનો અંત આવ્યો તો ઘણી નવી બાબતોની શરૂઆત થઇ ચૂકી હતી. તેનું એક પ્રમાણ ઈ.સ. ૧૦૨૫-૨૬નું મુહમદ ગઝનવીનું સોમનાથ પરનું આક્રમણ હતું. તેની વાત હવે પછી. ---------------- 7-મહમુદ ગઝનવી અને સોમનાથનું યુદ્ધ (ઈ.સ. ૧૦૨૫-૨૬) યુ. એસ. ગ્રાન્ટ નામના લેખકે ‘ઓન ધ આર્ટ ઓફ વૉર’ (યુદ્ધના કૌશલ્ય વિશે) નામનું પુસ્તક લખ્યું છે. તેમાં તે જણાવે છે કે ‘યુદ્ધકલા સાવ સરળ છે. પહેલાં તમારો શત્રુ ક્યાં છે તે ખોળી કાઢો. પછી બની શકે તેટલી ઝડપથી તેની પાસે પહોંચી જાવ અને પહેલો ઘ રાણાનો એ ન્યાયે તેના પર શક્ય તેટલા વાર કરો અને આગળ ધપતા રહો.’ આ થિયરીનું વ્યવહારુ પ્રતિબિંબ ક્યાંય જોવું હોય તો ગઝનીના સરદાર મહમુદ ગઝનવીએ ઈ.સ.૧૦૨૫-૨૬ના વર્ષે ગુજરાતની અસ્મિતાના પ્રતીક સમા સોમનાથ પર કરેલાં આક્રમણમાં પડઘાય છે. સોમનાથ નગરનો પહેલો ઉલ્લેખ ‘મહાભારત’માં મળે છે. તે ‘સુરાષ્ટ્રનું દેવનગર’ કહેવાતું હતું. સદીઓથી હિન્દુઓની આસ્થાનું પ્રતિક રહેલું સોમનાથ મંદિર સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે સ્થિત છે. ધાર્મિક ઉપરાંત વ્યાપારી રીતે પણ સોમનાથનો સમાવેશ ભારતના મોટાં બંદરોમાં થતો હતો. સમુદ્રી બંદર હોવાના નાતે દેશ-વિદેશના સૌદાગરોની અહીં ચહલ પહલ રહેતી હતી. બંદર હોવાથી સોમનાથ ‘પાટણ’ કહેવાતું હતું. સોમનાથ નગરનો પહેલો ઉલ્લેખ ‘મહાભારત’માં મળે છે. તે ‘સુરાષ્ટ્રનું દેવનગર’ કહેવાતું હતું. ધર્મરાજ યુધિષ્ઠિર પણ અહીં આવ્યા હોવાનું કહેવાય છે. કાલાન્તરે ત્રીજી સદીમાં તે સોમનાથ તરીકે જાણીતું થયું. શ્રીકૃષ્ણના દેહોત્સર્ગની ઘટના પણ સોમનાથ પાસે પ્રભાસમાં બની હતી. ૧૩મી સદીના એક વર્ણન મુજબ સોમનાથ ભારતના દરિયા કાંઠે વસેલું એક સમૃદ્ધ બંદર હતું. ત્યાં રહેલી આશ્ચર્યજનક વસ્તુઓમાં એક સોમનાથનું મંદિર હતું. આખું મંદિર શીશા જડેલા સાગનાં લાકડાંના બનેલા ૫૬ સ્તંભો પર ઊભું હતું. તેના પર રાન્ગા (પોલિશ) ચડાવેલું હતું. ભરતી વખતે દરિયો પણ તેના પગ પખાળતો હોય તેવું દૃશ્ય સર્જાતું હતું. દરિયામાં આવતી ભરતીને હિંદુઓ મૂર્તિની ઉપાસના સમજતા હતા. અહીંનું કોઈ શિવજીની મૂર્તિ હોવાનું તો કોઈ શિવલિંગ હોવાનું જણાવે છે. છતાં તે હિન્દુઓની આસ્થાનું સર્વોપરી સ્થાનક તો હતું જ. અહીંનું શિવલિંગ ગર્ભગૃહમાં વિના આધારે ઊભું હતું. મંદિરના ગર્ભગૃહમાં અંધારું ઘોર હતું, પણ શિવલિંગ પર લગાવેલા સોના અને રત્નો તથા હીરા-ઝવેરાતને કારણે ઘોર અંધકારમાં પણ ગર્ભગૃહ ઝળહળી ઊઠતું. હિંદુ શ્રદ્ધાળુઓને તેના પર અપાર આદર હતો. શિવલિંગને હવામાં તરતું જોઈ હિંદુ-મુસ્લિમ સમેત એને જોનાર સહુ કોઈ ચકિત થઇ જતા. મંદિરમાં સુવર્ણના થાંભલા અને ૨૦૦ મણ સોનાથી બનેલી સાંકળો હતી. મંદિરના નિભાવ માટે રજવાડાઓ તરફથી ગામડાંઓ દાનમાં અપાયાં હતાં. મંદિરની દેખભાળ માટે ૧ હજાર બ્રાહ્મણો સેવારત રહેતા. જ્યારે રાતનો એક પહોર પૂરો થઇ બીજો પહોર શરૂ થતો ત્યારે પૂજા માટે બ્રાહ્મણો બીજા જૂથને જગાડવા માટે તેના ઘંટનો ઉપયોગ કરતા. તો ત્યાંના ચોગાનમાં ૫૦૦ કુમારિકાઓ નાચતી અને ગાતી રહેતી હતી. ચંદ્રગ્રહણ વખતે લાખો હિંદુઓ સોમનાથની યાત્રા કરતા. હિંદુ માન્યતા પ્રમાણે મનુષ્યના આત્માઓ શરીરથી પૃથક થઈ ત્યાં એકત્ર થાય છે અને આ મૂર્તિ પોતાની ઈચ્છા અનુસાર તેમને બીજા શરીરમાં પુન:જીવનના સિદ્ધાંતો પ્રમાણે દાખલ કરે છે. આવા ધાર્મિક રીતે મહત્ત્વના સ્થાને લાખો હિંદુઓ દર વર્ષે આવતા ભાલ પંથકમાં આવેલા ભોળાદમાં સોમનાથનો નાકા વેરો ઉઘરાવવામાં આવતો. પ્રતિવર્ષ તેની આવક અંદાજે ૭૨ લાખ રૂપિયા હતી. જે સોલંકી કાળમાં સિદ્ધરાજ સોલંકીના માતા રાજમાતા મીનલદેવીએ નાબુદ કરાવ્યો હતો. ટૂંકમાં સોમનાથ પ્રાચીન કાળમાં આર્થિક, ધાર્મિક અને સંસ્કૃતિક રીતે ગુજરાતનું ધબકતું કેન્દ્ર હતું. અહીંના સુખ અને સમૃદ્ધિની વાતો ‘જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા’ જેવી ગીત પંક્તિઓની માફક ઊડતી ઊડતી મહમુદ ગઝનવી સુધી પહોંચી હતી. સોમનાથનું શિવલિંગ ગર્ભગૃહમાં વિના આધારે ઊભું હતું. મંદિરના ગર્ભગૃહમાં અંધારું ઘોર હતું, પણ શિવલિંગ પર લગાવેલા સોના અને રત્નો તથા હીરા-ઝવેરાતને કારણે ઘોર અંધકારમાં પણ ગર્ભગૃહ ઝળહળી ઊઠતું. સોમનાથની વાત કરી તો તેના પર આક્રમણ કરનાર મહમુદ ગઝનવીનો પણ પરિચય કરી લઈએ. મહમદ અફઘાનિસ્તાનના કાબુલ પાસે આવેલા ગઝનીનો સુલતાન હતો. તેના પિતા નાસીરુદીન સબકતગી (ઈ.સ. ૯૭૭-૯૯૭)એ ગાંધાર દેશના રાજવી જયપાલને હરાવી ત્યાં ઇસ્લામનો પ્રચાર કર્યો હતો. તેના મૃત્યુ બાદ મહમુદ ગઝનવી સત્તાસ્થાને આવ્યો. તેણે અબ્બાસી ખલીફા અલ કાદિર બિલ્લાહ તરફથી ઈ.સ. ૯૯૯માં યામીનઉદૌલા -અમીન-અલમિલ્લતની ઉપાધિ તથા સુલતાનની પદવી પ્રાપ્ત કરી હતી. સોમનાથ પર આક્રમણ કરતાં પહેલાં તેણે ભારતની સુખ -સમૃદ્ધિથી ખેંચાઈ અહીં ૧૭ વખત હુમલાઓ કર્યા હતા. દરમિયાન તેણે ભારતના હિંદુ રાજાઓને નબળા પાડ્યા. પેશાવર, મુલતાન, નગરકોટ, કનોજ, મથુરા, કાલીન્જર અને ગ્વાલિયર જેવાં સ્થળો જીત્યાં અને લૂંટ્યાં. હિંદુ દેવમંદિરોનો નાશ કર્યો. ત્યાંથી મળેલી અઢળક સંપત્તિ અને બુલંદ વિજય ઉપહાર રૂપે ખલીફાનાં ચરણોમાં ચઢાવ્યાં અને આખા પ્રાંતમાં પોતાના ભવ્ય વિજયની કહાનીઓ સંભળાવી. આ વિજય યાત્રાઓ દરમિયાન જ સોમનાથ મંદિર અને અહીંના ધન ભંડારોની વાતો મહમદ સુધી આવી હતી. તેના મુખબીરોએ સોમનાથની પવિત્રતા અને અખૂટ ધન ભંડારો તથા જ્યાં સુધી સોમનાથ ન જીતાય ત્યાં સુધી બધા વિજયો નકામા હોવાનું કહ્યું અને પરિણામે સોમનાથ અભિયાનની વિચારણા શરૂ થઈ. તેની વાત હવે પછી. ------------------ 8- સોમનાથ અને મહમંદ ગઝનવી - 2 દૂરસુદૂર સોમનાથ પર આક્રમણ કરી તેને જીતવાના બુલંદ ઈરાદા સાથે મહમુદ ગઝનવી (અત્યારના અફઘાનિસ્તાનના) ગઝનીથી નીકળ્યો. ગુજરાત અને પર હુમલો કરવાનો તેનો એક માત્ર ઈરાદો સામ્રાજ્ય ઊભું કરવાનો હતો, ધાર્મિક પુણ્ય મેળવવાનો નહિ. કારણકે ઘણા નવા લેખકોના મત મુજબ વ્યક્તિગત રીતે મહમુદ ઉદાર મનનો અને સંસ્કારી હતો. ગુલામ માતાનો આ પુત્ર શક્તિ, શૌર્ય અને વીરતાથી ભરેલો હતો. શરીરે સુદૃઢ પણ મોઢે શીળીના ડાઘા હોવાથી કદરૂપો લાગતો હતો. તેને હિંદુઓ પ્રત્યે કોઈ વેરભાવ ન હોવાનું પણ કહેવાય છે. પોતાના દરબારમાં તેમજ સૈન્યમાં હિંદુઓ માનભર્યું સ્થાન ધરાવતા હતા. તેના વિશ્વાસુ સેનાપતિઓમાં ગણપતિ અને તિલક હિંદુ હતા. તેણે મહમુદ વતી અનેક લશ્કરી અભિયાનો પાર પાડ્યાં હતાં. એટલે સમયનાં વહેણ સાથે ‘સોમનાથની મૂર્તિનો વિધર્મીઓ વિનાશ કરી જ ન શકે’ તેવી તત્કાલીન હિન્દુઓની શેખીમાંથી મહમુદની ધર્માંધતા વાળી વાત ઊભી થઇ હોવાની શકયતા રહે છે. ગઝનવી હિંદુઓ પરત્વે કેવો હતો તેવું તો છાતી ઠોકીને કહેવાનાં પર્યાપ્ત સાધનો આપણી પાસે નથી, પણ હિંદુ મુલક પર તેનો સામ્રાજ્યવાદી ડોળો હતો એટલું તો પાક્કું છે. અને હિન્દુસ્તાનના અઢળક સોનાની લાલચ તો ખરી જ. ગઝનવી હિંદુઓ પરત્વે કેવો હતો તેવું તો છાતી ઠોકીને કહેવાનાં પર્યાપ્ત સાધનો આપણી પાસે નથી, પણ હિંદુ મુલક પર તેનો સામ્રાજ્યવાદી ડોળો હતો એટલું તો પાક્કું છે. સોમનાથ જીતવા માટે મહમુદે ત્રણ વર્ષ સુધી લગાતાર તૈયારીઓ કરી. તે ગઝનીથી સોમનાથ સુધીના રસ્તા પર આવનારાં ભયસ્થાનો વિશે પૂરો વાકેફ હતો. આખરે પોતાનાં ઓપરેશનને આખરી ઓપ આપતાં તારીખ ૧૮ ઓક્ટોબર ૧૦૨૫ના રોજ ૩૦ હજારનું પાયદળ અને ૫૪ હજારના અનિયમિત દળ સાથે તે ગઝનીથી નીકળ્યો. વચ્ચે મુલતાનમાં રમઝાન માસ આવ્યો તો વિશ્રામ ફરમાવ્યો અને વળી પછી યાત્રા શરૂ કરી ગુજરાત ભણી. મુલતાનથી ગુજરાતનો રસ્તો ઘણો વિકટ હતો, પણ તેણે રસ્તામાં કચ્છનું રણ અને પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે ઊંટ રાખ્યાં હતાં. ૨૬ નવેમ્બર ૧૦૨૫ના રોજ મુલતાનથી ગઝનવી નીકળી વિશાળ તૈયારી સાથે તે ગુજરાત પર ત્રાટક્યો. માર્ગમાં આવતા લોદ્રવા અને ચિકોદરા જેવાં સ્થળોનો નાશ કર્યો. હવે આપણે તે સમયે ગુજરાતમાં પાટણમાં જેમની સત્તા જામી રહી હતી ત્યાં શું પરિસ્થિતિ હતી તેની થોડીક વાત કરી લઈએ. પાટણમાં સોલંકી સત્તાની સ્થાપના ઈ.સ ૯૪૨માં મુલરાજ સોલંકી દ્વારા થઈ. મૂળરાજના પિતા કનોજના પ્રતિહાર રાજ્યના ગુર્જરદેવના સામંત હતા. તેમનાં લગ્ન અણહિલવાડ પાટણના ચાવડા રાજા સામંતસિંહની બહેન લીલાદેવી સાથે થયાં હતાં. તેનો પુત્ર એટલે પહેલો પાટણપતિ મૂળરાજ સોલંકી. લીલાદેવીનું સગર્ભાવસ્થામાં મૃત્યુ થતાં મૂળરાજને માતાનું પેટ ચીરી ઉપરથી લેવામાં આવ્યો હતો અને તેનો જન્મ મૂળ નક્ષત્રમાં થયો હોવાથી તેનું નામ મૂળરાજ રખાયું. મામા સામંતસિંહ દારૂના નશામાં હતા ત્યારે મદિરામત્ત મામાની હત્યા કરી મૂળરાજે પાટણની ગાદી કબજે કરી હતી. તેના વંશનો ભીમદેવ ઈ.સ.૧૦૨૨-૨૩માં પાટણનો શાસક બન્યો. ઉપરની બાબતો જણાવવાનો આશય એટલો જ છે કે મહમુદ ગઝનવીના હુમલા વખતે ગુજરાતમાં સ્થાપિત સત્તા કાર્યરત હતી. આવા રાજા અને તેના સામ્રાજ્યને ભેદીને મહમુદે સોમનાથ સર કરવાનું હતું. પરંતુ તેની પાસે આ પૂર્વે હિન્દુસ્તાન પર હુમલાઓ કરવાનો ખાસ્સો તજુરબો હતો. આ પહેલાં પણ અનેક આક્રમણો કરી તે પેશાવર, મુલતાન, નગરકોટ, કનોજ, મથુરા, કાલિન્જર અને ગ્વાલિયરનો નાશ કરી ચૂક્યો હતો. ભારત પર હુમલો કરવો એ લગભગ તેની વાર્ષિક યોજના બની ગઈ હતી. એ જ પરિપાટી પર તે ઓકટોબર ૧૦૨૫માં સોમનાથ અભિયાન માટે નીકળ્યો. રસ્તામાં મુલતાનથી ગુજરાતનો માર્ગ ઘણો વિકટ હતો, પણ આટલે આઘેથી આવતો હોવાથી કુદરતી અને માનવસર્જિત આફતોને પહોંચી વળવા માટે તેણે પ્રચંડ તૈયારીઓ કરી હતી. મુલતાનનું રણ ઓળંગી તે ધસમસતા વાવાઝોડાની જેમ પાટણ આવી પહોંચ્યો. તેની જાણ પાટણપતિ ભીમદેવને થતાં તે મુકાબલો કરવાને બદલે સમયસૂચકતા વાપરી, નગર ખાલી કરાવી કચ્છમાં આવેલા કંથકોટના કિલ્લામાં ભરાઈ ગયો. તેના આ ભાગેડુ કૃત્ય માટે એવું કારણ આપવામાં આવે છે કે તેને પાટણ અને સરસ્વતી નદીના સપાટ મેદાનમાં મલેચ્છ સેનાનો સામનો કરવા માટે કોઈ કુદરતી રક્ષણ મળતું ન હતું. તેથી દુરંદેશી ભીમદેવે પાટણ આગળ મહમુદ ગઝનવીનો સામનો કરવાને બદલે કંથકોટમાં આશ્રય લીધો અને મહમુદ સોમનાથ હુમલા પછી ગઝની પાછો જાય ત્યારે તેને રસ્તામાં આંતરી ખતમ કરવાનો હતો. પણ રજવાડી લેખકોએ રજુ કરેલી આ બાબત સાચી ન ઠરી કારણ કે સોમનાથ હુમલા પછી પણ કચ્છના રસ્તે છુપાઈને બેઠેલો ભીમદેવ કઈ જ ઉકાળી શક્યો ન હતો. હવે મહમુદનો રસ્તો સાફ હતો. પાટણથી તે અઢાર માઈલ દૂર આવેલા મોઢેરા પહોંચ્યો ત્યાં તેણે ૨૦ હજાર જેટલા સ્થાનિક બ્રાહ્મણો સાથે સંઘર્ષ ખેલવો પડ્યો. પરંતુ ગઝની સેના સામે સ્વધર્મની રક્ષા કરતા બ્રાહ્મણો ટકી ન શક્યા અને બધા માર્યા ગયા. ગઝની સેનાએ સૂર્ય મંદિર ખંડિત કર્યું. સોમનાથ પર હુમલો કરવાના મનસુબા સાથે મહમુદ ગઝનવી તારીખ ૧૮ ઓક્ટોબર ૧૦૨૫ના રોજ ૩૦ હજારનું પાયદળ અને ૫૪ હજારના અનિયમિત દળ સાથે ગઝનીથી નીકળ્યો. મોઢેરાથી સોમનાથ પહોંચવા મહમદે કચ્છના નાના રણનો માર્ગ પકડ્યો. ત્યાંથી વઢવાણ થઇ સોરઠમાં દાખલ થયો. અહીં ઉના પાસેના દેલવાડા ગામે મહમુદની સેનાએ સ્થાનિક લશ્કરનો સામનો કરવો પડ્યો. પરંતુ સોમનાથના દ્વારે પહોંચી ચૂકેલા તેણે પ્રચંડ હુમલા દ્વારા સ્થાનિકોને કચડી નાખ્યા. અહીં મહમુદ ગઝનવીએ પહેલી વાર દરિયો જોયો. દરિયાકાંઠે મહમુદના હુમલા વખતે તીવ્ર ધુમ્મસ છવાયું તેને સોમનાથમાં બેઠેલા હિંદુ ભાવિકોએ મહાદેવનો ચમત્કાર માની લીધો અને ભગવાને વિધર્મીને સોમનાથના સીમાડે જ રોકી લીધો છે તેવું માન્યું. પણ તે સાચું ન હતું. ૪ જાન્યુઆરી ૧૦૨૫ના દિવસે તે દેલવાડામાં હતો અને તે દિવસે ગુરુવાર હતો. તેથી બીજા દિવસે શુક્રવારે જુમ્માની નમાઝ અદા કરી મહમદની સોમનાથ પર હુમલો કરવાની યોજના હતી અને બન્યું પણ મહમુદ ગઝનવીની યોજના મુજબ જ. તેની વાત હવે પછી. ------------- 9- સોમનાથ પર મહમુદ ગઝનવીનો હુમલો-૩ પોતાના સપનાના વિજય માટે લાંબો અને કઠિન રસ્તો પાર કરી મહમુદ ગઝનવી તારીખ ૬ જાન્યુઆરી ૧૦૨૬ના રોજ સોમનાથ પહોંચ્યો. તે સમયે સોમનાથ મંદિર ફરતે કિલ્લેબંધી ન હતી. મંદિરની ચોતરફ દીવાલ બાંધવામાં આવી હતી. દીવાલની અંદર પુજારીઓ, નૃત્યાંગનાઓ અને સામાન્ય રક્ષકો અને દર્શનાર્થીઓ હતા. સોમનાથ આવતાં પહેલાં મહમુદે સોમનાથની ભૂગોળનું સોમનાથ મંદિરમાં ભારતની સૌથી મોટામાં મોટી મૂર્તિ કે શિવલિંગ આવેલું હતું. તેના પર રોજ ઠેઠ ગંગા નદીથી કાવડો દ્વારા આવતા ગંગાજળનો અભિષેક થતો. બારીક અવલોકન કરી પોતાનો લશ્કરી વ્યૂહ ગોઠવ્યો હતો. મંદિરમાં ભારતની સૌથી મોટામાં મોટી મૂર્તિ કે શિવલિંગ આવેલું હતું. તેના પર રોજ ઠેઠ ગંગા નદીથી કાવડો દ્વારા આવતા ગંગાજળનો અભિષેક થતો. પરંતુ તેનું મહત્ત્વ શ્રદ્ધાળુ હિન્દુઓને હતું, મહમુદ ગઝનવી કે તેની સેનાને નહીં. ૭ જાન્યુઆરી ૧૦૨૬ના રોજ ગઝની સેનાએ સોમનાથ પર ભયંકર હુમલો કર્યો. શરૂમાં તો શ્રદ્ધાળુઓ એમ માનતા હતા કે ભગવાન મહાદેવ જ મલેચ્છોનો નાશ કરશે. તેઓ શિવજીના ત્રીજા નેત્ર ખોલવાની આતુરતાથી રાહ જોતા હતા. પણ એવું ન થયું. ગઝની સેનાએ સાગમટે બાણવર્ષા કરી. સામાન્ય રક્ષકો અને મંદિરના પૂજારીઓએ પણ સામે બાણવર્ષા કરી. તેમની પાસે નિયમિત લશ્કર ન હતું. છતાં ઇષ્ટદેવને બચાવવાનો જુસ્સો તો હતો જ. શસ્ત્રવિહોણા શ્રદ્ધાળુઓએ આડા પડી માનવ સાંકળ રચી સોમનાથને બચાવવાના મરણિયા પ્રયાસો ચાલુ રાખ્યા હતા. આ જ સમયે એક મત પ્રમાણે જૂનાગઢના રા નવઘણ અને તેના સેનાપતિ મહીધર સોમનાથના રક્ષણ માટે આવ્યા હોવું કહેવાય છે. તેમના આગમનથી હિંદુઓ ઇષ્ટદેવની રક્ષા માટે વધુ ઉત્સાહી બન્યા હતા. પરંતુ મહમુદના વ્યૂહ સામે તેઓ લાચાર પુરવાર થયા હતા. આખરી ઉપાય તરીકે શ્રદ્ધાળુઓ મંદિરના ગર્ભગૃહમાં જઈ રક્ષણ માટેની યાચના કરવા લાગ્યા. તે દરમિયાન હુમલાખોરો ઠેઠ મંદિરમાં આવી પહોંચ્યા હતા. ગઝની સેનાએ મંદિરનો કબજો લઇ લીધો. મંદિરનું રક્ષણ કરતા ત્યાંના માંડલિક સહિત ૫૦ હજાર માણસો માર્યા ગયા. લોહીની નદીઓ વહી. સેંકડો લોકો જીવ બચાવવા ભાગી દરિયામાં કૂદી પડ્યા તો ત્યાં પણ મહમુદના સૈન્યે તેમનો પીછો કરી મોતને હવાલે કર્યા. આખરી ઉપાય તરીકે તેઓએ મહમુદને મંદિરમાં જતો રોકવાના પણ મરણિયા પ્રયાસો કર્યા. પરંતુ બધું નિષ્ફળ ગયું. ભયંકર નરસંહાર પછી મહમુદ ગઝનવી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ્યો. તેને હવામાં લટકતી મૂર્તિ કે શિવલિંગ જોવાની તીવ્ર ઉત્કંઠા હતી, પણ તે ત્યાં પહોંચ્યો ત્યારે પણ પૂજારીઓએ એને શિવલિંગ ન તોડવાની રીતસર આજીજીઓ કરી. પણ મહમુદ મન બનાવી ચૂક્યો હતો. શિવલિંગને જોઈ તે ઘણો આશ્ચર્યચકિત થયો. તેણે મંદિરનો ખજાનો લૂંટવાનો આદેશ કર્યો અને ગઝની સેનાએ બેફામ લૂંટ ચલાવી. એટલે સુધી કે શિવલિંગ અને દીવાલો પર ચોંટાડેલા હીરા-મોતી અને રત્નો સુદ્ધાં લૂંટી લીધા. તેનું મૂલ્ય ૨૦ હજાર દીનારથી વધુ હતું. સુલતાન મહમુદ ગઝનવીએ તે પછી મૂર્તિના ચમત્કાર વિશે પૂછી તેના સૈનિકોને તેની છાનબીન કરવા હુકમ કર્યો. સૈનિકોએ મૂર્તિની ચોતરફ ભાલો ઘુમાવી કોઈ ટેકો તો નથી તેની ખાતરી કરી જોઈ. બાદમાં એક સૈનિકે મંદિરનો મંડપ ચુંબકીય પથ્થરથી બનેલો હોવાની વાત કહીને તેના બળે મૂર્તિ હવામાં લટકી રહી હોવાની વાત કરી. આખરે પાક્કી ખાતરી કરવા સુલતાને મંદિરના ઉપરના ભાગેથી પથ્થરો કાઢી લેવા આજ્ઞા કરી અને તેનો અમલ થતાં જ શિવલિંગ ઝૂકી ગયું ને પૃથ્વી પર પડ્યું. સુલતાને ગદા વડે શિવલિંગના ટુકડા કર્યા તે વખતે પણ શ્રદ્ધાળુ હિન્દુઓએ પ્રાણની પણ પરવા કર્યા વગર મહમુદને શિવલિંગ ન તોડવા છેલ્લી વિનંતી કરી હતી. પણ તે વ્યર્થ ગયું. શિવલિંગ તોડવાને કારણે તે ‘બુત-શિકન’ (મૂર્તિ ભંજક) તરીકે પણ ઓળખાયો હતો. ઇતિહાસકાર અલ્બેરુનીના મતે સુલતાન મહમુદ ગઝનવીએ જ્યોતિર્લિંગના ટુકડા કરી તેમનો એક ટુકડો પોતાના મહેલના પગથિયામાં જડાવ્યો હતો. મહમુદ સોમનાથ ધ્વંસ પછી પ્રભાસમાં ૧૮ દિવસ રોકાયો હતો. પુષ્કળ લૂંટફાટ કરી સ્ત્રી -પુરુષોને ગુલામ બનાવ્યાં. સોમનાથ અને આખા સૌરાષ્ટ્રમાં હાહાકાર મચાવી પોતાના સુબા તરીકે દારસિલીમની નિયુક્તિ કરી ૨૪ જાન્યુઆરી ૧૦૨૬ના રોજ ફતેહપૂર્વક ગઝની જવા ઊપડ્યો. તે પહેલાં સોમનાથથી જ પુષ્કળ પ્રમાણમાં ખાવા-પીવાનો પુરવઠો પણ લઇ લીધો હતો. પણ આગળ ઉપર તેણે એક મુકાબલા માટે તૈયાર રહેવાનું હતું અને તે પાટણથી ભાગી કંથકોટમાં ભરાયેલા પાટણપતિ ભીમદેવનો. પરંતુ ભીમદેવ તેને ખાસ નુકસાન પહોંચાડી શક્યો ન હતો. કચ્છના રણમાં છીછરા પાણીમાં ઊતરી મહમુદ અને તેની સેનાએ નમાઝ પણ પઢી હતી. ઉપરથી ભીમદેવ પાસેથી ખજાનો લૂંટી મહમુદે તેના દ્રવ્યમાં વધારો કર્યો હતો. પરંતુ તેની વળતી યાત્રા આસાન રહી ન હતી. સિંધ પ્રાંતના પરમદેવ નામના રાજાએ તેના પર અણચિંતવ્યા હુમલાઓ કરી ગઝની લશ્કરને ત્રાહિમામ કર્યું હતું. મહમુદના લશ્કરના અનેક સૈનિકો અને પશુઓ ભૂખ અને તરસથી માર્યા ગયા હતા. હજારો સૈનિકોને લઈ મહમૂદ સ્વદેશ પરત ફર્યો ત્યારે તેની સેનામાં માત્ર ૨ હજાર સૈનિકો રહ્યા હતા. તેઓને સોમનાથની લૂંટમાંથી તેમની ક્ષમતા પ્રમાણે હિસ્સો કાઢી આપવામાં આવ્યો. મહમુદે ‘ગાઝી’ની ઉપાધિ ગ્રહણ કરી. ગઝનીમાં પુસ્તકાલય, સંગ્રહાલય અને મસ્જિદોનું નિર્માણ કરી સોમનાથનું ધન તેમાં વાપરવામાં આવ્યું. પરંતુ તેના આ વિજયનો ઉન્માદ લાંબો સમય ટકી ન શક્યો. ૩૦ એપ્રિલ ૧૦૩૦ના રોજ આંતરડાનો ક્ષય થતાં મહમુદનું અવસાન થયું. તેના મૃત્યુ પછી ગઝનીમાં તેના તરફનો આદર ઘટી ગયો હતો. ઈ.સ.૧૦૪૦માં તો ગઝનીનાં ભવનો, અરે, તેની કબરો સુદ્ધાં ખોદી કાઢવામાં આવી હતી. શરૂમાં તો શ્રદ્ધાળુઓ એમ માનતા હતા કે ભગવાન મહાદેવ જ મલેચ્છોનો નાશ કરશે. તેઓ શિવજીના ત્રીજા નેત્ર ખોલવાની આતુરતાથી રાહ જોતા હતા. પણ એવું ન થયું. મહમુદના દેશમાં તેની મરણોત્તર સ્થિતિ બદતર હતી, તો ભારતમાં તો તે સૈકાઓનું વૈમનસ્ય છોડીને ગયો હતો. સોમનાથ પર અનેક હુમલાઓ થયા, પણ મહમુદ ગઝનવીનો હુમલો ભારતીય પ્રજા સદીઓ સુધી વીસરી શકી ન હતી. તાત્કાલિક ધોરણે તો હિંદુ માનસ સંક્રાંતિ જેવી સ્થિતિમાં હતું. અલબત્ત, સોમનાથ હુમલા પછી તરત તો ઈતિહાસકાર રોમીલા થાપરે નોંધ્યું છે તે પ્રમાણે સોમનાથ કોમી એટલે કે હિંદુ-મુસ્લિમ વેરભાવનાનો મુદ્દો બન્યું નહોતું. આ બધું આધુનિક સમય અને ખાસ તો બ્રિટીશ સમયની પેદાશ હતું. સોમનાથ મંદિર થોડાક દાયકાઓ સુધી પૂજાતું ન હતું, પણ પછી તેનો જીર્ણોદ્ધાર થતાં વળી પાછું ધાર્મિક રીતે હિંદુ પ્રજાના કેન્દ્રમાં આવ્યું હતું. તત્કાલ તો ભારતીય રાજાઓ અને સામંતો તેમાંથી કશું શીખ્યા ન હતા અને તેઓએ પરિણામ રૂપે મહમુદ ઘોરીથી પરાસ્ત થવું પડ્યું હતું. ------------- 10- ગુજરાતનો જય : સિદ્ધરાજ જયસિંહનાં યુદ્ધો (ઈ.સ. ૧૦૯૪-૧૧૪૨) ગત હપ્તામાં આપણે મહમુદ ગઝનવીના સોમનાથ પરના વંટોળ જેવા આક્રમણની વાત જોઈ. એના પછી તે જ પ્રદેશમાંથી મહમૂદ ઘોરી આવવાનો હતો. પણ કાલાનુક્રમિક રીતે એ જ ગાળામાં ગુજરાતની અસ્મિતા ઘડાઈ રહી હતી. આપણે સોમનાથ વખતે જ ગુજરાતમાં મુલરાજ સોલંકી દ્વારા કેવી રીતે ગુજરાતમાં સોલંકી સત્તાની સ્થાપના થઇ હતી તેનો ઈતિહાસ જોયો હતો. આ જ સોલંકી સામ્રાજ્યને ગરિમા અપાવનાર સિદ્ધરાજ સોલંકી સને ૧૦૯૪માં પાટણપતિ બન્યો. તેણે ધાર્મિક અને વ્યવહારુ બાબતોમાં જૈન આચાર્ય હેમચંદ્રનો સધિયારો મળ્યો હતો. પરિણામે આજે જેને આપણે ગુજરાત, ગુજરાતીપણું અને ગુજરાતની અસ્મિતા કહીએ છીએ તેની શરૂઆત થઇ હતી. પ્રાચીન ભારત એ આધુનિક ભારત ન હતું. ત્યાં મત્સ્ય ન્યાય કાર્યરત હતો અર્થાત મોટી માછલી નાની માછલીને ગળી જાય તેમ. સિદ્ધરાજ જયસિંહ પણ રાતોરાત કે શૂન્યાવકાશમાં ગુજરાતનું મોટું સામ્રાજ્ય ઊભું કરી શક્યા ન હતા. પ્રાચીન ભારત એ આધુનિક ભારત ન હતું. ત્યાં મત્સ્ય ન્યાય કાર્યરત હતો અર્થાત મોટી માછલી નાની માછલીને ગળી જાય તેમ. સિદ્ધરાજ જયસિંહ પણ રાતોરાત કે શૂન્યાવકાશમાં ગુજરાતનું મોટું સામ્રાજ્ય ઊભું કરી શક્યા ન હતા. તેનો શાસનકાળ ૧૦૯૪થી ૧૧૪૨ સુધી એટલેકે લગભગ ૪૮ વર્ષનો રહ્યો હતો. સિદ્ધરાજ સોલંકી પાટણના રાજા કર્ણદેવ અને રાજમાતા મીનળદેવીનો પુત્ર હતો. એનું જન્મસ્થાન પાલનપુર હતું. માતા-પિતા વચ્ચે સાંસારિક સંબંધોનો અભાવ કે બીજા કોઈ કારણોસર સિદ્ધરાજનો જન્મ માતા-પિતાની પાછળની અવસ્થામાં થયો હતો. મીનળદેવી કર્નાટકના રાજકુમારી હોવાનું સમકાલીન સ્રોતો જણાવે છે, તો કેટલાક સંશોધકો અને દંતકથાઓ તેઓ ઊંઝાના પાટીદારનાં દીકરી હોવાનો મત વ્યક્ત કરે છે. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં સિદ્ધરાજ તેની સિદ્ધિઓને કારણે દંતકથાનું પાત્ર બન્યો છે. એક અંદાજ પ્રમાણે ગુજરાતના બીજા કોઈ રાજા વિશે જેટલી દંતકથાઓ કે રહસ્યકથાઓ નહીં રચાઈ હોય તેટલી તેના વિશે રચાઈ છે. ગુજરાતને કીર્તિવંત બનાવનાર આ શાસક માત્ર ત્રણ વર્ષની વયે રાજગાદી પર આવ્યો હોવાનું કહેવાય છે. પ્રબંધ ચિંતામણી ગ્રંથ મુજબ ત્રણ વર્ષની બાળવયે સિદ્ધરાજ રમતાં રમતાં સિંહાસન પર ચડી ગયો અને ત્યાં ઉપસ્થિત જ્યોતિષીઓએ એ જ વખતે ‘અભ્યુદય કરે’ એમ કહી સિદ્ધરાજનો રાજ્યાભિષેક કરવા કહ્યું. એ દિવસ પોષ વદ ત્રીજ શનિવાર અને વૃષભ લગ્ન અને શ્રવણ નક્ષત્રમાં વર્ષ ૧૦૯૪ નો દિવસ હતો. આ દંતકથાથી વિપરિત હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજ ૧૬ વર્ષની વયે પાટણની ગાદી પર આવ્યો હોવાનું કહે છે. તેનાં શાસનના શરૂઆતના ગાળામાં તેના વાલી કે સરક્ષક તરીકે રાજમાતા મીનળદેવી વહીવટ ચલાવતાં હતાં. દરમિયાન સિદ્ધરાજને ઉત્તમ શાસક બનાવવાની પ્રકિયા ચાલુ થઇ હતી. મલ્લવિદ્યા, ગજ યુદ્ધ અને શસ્ત્ર વિદ્યામાં પ્રવીણ બનાવવામાં આવ્યો. સિદ્ધરાજના શાસક બનવા પાછળ રાજકીય કાવાદાવાઓની અનેક વાતો પણ પ્રચલિત છે. સત્તાનું સુકાન સિદ્ધરાજના હાથમાં આવ્યા પછી તેણે સમાજજીવનનાં તમામ ક્ષેત્રોમાં પ્રગતિશીલ કાર્યોની વણઝાર ઊભી કરી હતી. મોટાં ભવનો-મહેલો ઊભાં કરાયાં, સહસ્ત્રલિંગ સરોવરનું નિર્માણ કરાવ્યું, તો ગુજરાતની અસ્મિતાના પ્રતિક સમા રૂદ્રમહાલયનું બાંધકામ કરાવ્યું. સિદ્ધપુર નામ તેના નામ પરથી આવ્યું છે. એ જ રીતે સોમનાથ મહાદેવનાં દર્શન પર લેવાતો યાત્રાવેરો પણ માતા મીનળદેવીના કહેવાથી રદ કર્યો હતો. હિંદુ હોવા છતાં સિદ્ધરાજની છબિ ધર્મ નિરપેક્ષ રાજવી તરીકેની હતી. તેનું એક ઉદાહરણ ખંભાત બંદરનું પ્રાપ્ત થાય છે. ખંભાત બંદરે કેટલાક કોમવાદી તત્ત્વોએ મસ્જીદ તોડી પાડી અને સાંપ્રદાયિક માહોલ ખડો કર્યો હતો. તે સમયે સિદ્ધરાજે જાતે રસ લઈ કોમવાદી પરિબળોને ખદેડી મૂકી મસ્જીદનું પુનર્નિર્માણ કરાવ્યું હતું. સોલંકીકાળમાં આજે આપણે જે ગુજરાતમાં રહીએ છીએ તે ભૌગોલિક સ્થિતિ ન હતી. સત્તાનું સુકાન સિદ્ધરાજના હાથમાં આવ્યા પછી તેણે સમાજજીવનનાં તમામ ક્ષેત્રોમાં પ્રગતિશીલ કાર્યોની વણઝાર ઊભી કરી હતી. મોટાં ભવનો-મહેલો ઊભાં કરાયાં, સહસ્ત્રલિંગ સરોવરનું નિર્માણ કરાવ્યું, તો ગુજરાતની અસ્મિતાના પ્રતિક સમા રૂદ્રમહાલયનું બાંધકામ કરાવ્યું. પાટણના અધિકારનું ગુજરાત ‘આનર્ત’ કહેવાતું. આજનું સૌરાષ્ટ્ર ‘સોરઠ’ કે ‘સુરાષ્ટ્ર’ અને દક્ષિણ ગુજરાત ‘લાટ’ તરીકે ઓળખાતું હતું. સિદ્ધરાજના સમયમાં ગુજરાત આખું એક કેન્દ્રીય સત્તા હેઠળ આવ્યું. સોરઠ, લાટ પ્રદેશ ઉપરાંત માળવા જેવા આજના મધ્યપ્રદેશમાં આવેલાં રાજ્યો સુધી તેની આણ પ્રવતતી હતી. તે બધું સિદ્ધરાજનાં યુદ્ધો, તેની કુશળ વ્યૂહરચનાઓ અને વિશાળ સૈન્ય વગેરેના સથવારે સિદ્ધ થયું હતું. સોરઠ, લાટ અને માળવા એમ સતત મોટાં રાજ્યો સાથે યુદ્ધો કરી સમગ્ર પશ્રિમ ભારતમાં સોલંકીઓનો કુક્કટ ધ્વજ (સોલંકી રાજાઓના ધ્વજ પર કુકડાનું ચિહ્ન હતું તે પરથી તે કુક્કટ ધ્વજ કહેવતો) લહેરાવ્યો હતો. તેના આક્રમણનો પહેલો ભોગ સૌરાષ્ટ્રમાં આવેલું જુનાગઢ બન્યું હતું. ચંદ્રવંશી ચુડાસમાઓએ સિંધમાંથી સ્થળાંતર કરી જૂનાગઢમાં રાજ્ય સ્થાપ્યું હતું. જુનાગઢમાં તે સમયે ચુડાસમા રાજા રા ખેંગાર રાજ્ય કરતો હતો. ચુડાસમાઓની પહેલી રાજધાની વંથલી હતી પાછળથી રાજધાની જૂનાગઢમાં બની હતી. રા ખેંગાર પહેલાં રા નવઘણ લગભગ ૪૨ વર્ષ સુધી જુનાગઢના રાજા તરીકે રહ્યો હતો. રા ખેંગાર પણ બહાદુર અને જાંબાઝ રાજા હતો. બંને વચ્ચે આશરે ૧૦૨૦ માં યુદ્ધ થયું. યુદ્ધ જેવી મોટી ઘટના હોય એટલે વગર કારણે તો બને નહીં, પણ સિદ્ધરાજ અને રા ખેંગાર વચ્ચેનાં કારણો ઘણાં હતાં અને તેમાનાં કેટલાંક તો બહુ જ રસપ્રદ પણ છે. તેની વાત હવે પછી. ---------------- 11- સિદ્ધરાજ જયસિંહનાં યુદ્ધો - 2 જુનાગઢના ચુડાસમા રાજાઓએ વંથલીથી પોતાની રાજધાની ગિરિનગરની તળેટીમાં આવેલા જીર્ણદુર્ગમાં વસાવી હતી. કાળક્રમે જીર્ણદુર્ગનું સંસ્કૃત સ્વરૂપ જુનાગઢ પ્રચલિત થયું હતું. રાજધાનીમાં ફેરફાર થવાથી જુનાગઢ પાટણથી વધુ નજીક આવ્યું, અને ચુડાસમાઓ અને સોલંકીઓ વચ્ચે અવારનવાર સંઘર્ષ ચાલ્યા કરતો હતો. ત્યાંનો શાસક રા નવઘણ એક શક્તિશાળી રાજા હતો. લાવ-લશ્કર સાથે રા ખેંગાર પાટણ પર ચડી ગયો. પાટણ પહોંચી નગરનો પૂર્વ તરફનો દરવાજો તોડી પડ્યો. આખા સુરાષ્ટ્રમાં તેની આણ ફેલાઈ હતી. પરંતુ મૃત્યુ વખતે તેની ઘણી મનની મુરાદો પૂરી થઈ શકે તેમ ન હતી. તેમાંની એક મુરાદ પાટણનો કિલ્લો તોડવાની અને પાટણ ઉપર વિજય મેળવવાની હતી. પરંતુ મૃત્યુ સુધી તેની આ મહત્ત્વાકાંક્ષા ન સંતોષાતાં પિતાની મુરાદ પૂરી કરવાનું બીડું પુત્ર રા ખેંગારે ઉઠાવ્યું હતું. જોકે પાટણના અને સિદ્ધરાજ જેવા શક્તિશાળી રાજા સામે બાથ ભીડવી એ ખાવાનો ખેલ ન હતો. એટલે તેણે મોકા પરસ્તી અપનાવી. સતત ધીરજપૂર્વક પાટણ પર હુમલો કરવાની રાહ જોઈ. ઈ.સ.૧૧૩૫-૩૬ના વર્ષે સિદ્ધરાજ માળવા જીતવાના અભિયાન સાથે ઉજ્જૈનના પંથે હતો. આ બાબતની ખબર રા ખેંગારને તેના ગુપ્તચરો દ્વારા મળી. અને તેણે મોકો ઝડપી લીધો. લાવ-લશ્કર સાથે રા ખેંગાર પાટણ પર ચડી ગયો. પાટણ પહોંચી નગરનો પૂર્વ તરફનો દરવાજો તોડી પડ્યો. પાટણનો કિલ્લો પણ તોડી પડ્યો અને દુર્ગ તોડી પાડ્યો છે તેની સ્મૃતિ રૂપે કિલ્લાના કેટલાક પથ્થર જુનાગઢ લઈ આવ્યો અને તેમાંથી જુનાગઢમાં કાળવાનો દરવાજો ચણાવ્યો હતો. આટલું ઓછું હોય તેમ સિદ્ધરાજ જયસિંહનું વેવિશાળ જે કન્યા સાથે નક્કી થયું હતું તે રાણક દેવીને જુનાગઢ ઉપાડી લાવ્યો અને તેની સાથે લગ્ન કર્યાં. આમ પિતાની સામ્રાજ્યવાદી મુરાદને સંતોષવાનો તત્કાલીન પુત્રધર્મ અને રાણકદેવી સાથે બળજબરીથી લઈ જવી આ બે બાબતો સિદ્ધરાજના સોરઠ સાથેના યુદ્ધના પાયામાં હતી. સિદ્ધરાજ સોલંકીને પાટણ પરના રા ખેંગારના હુમલાની જાણ થતાં માળવા અભિયાન પછી તરત જ સોરઠ યુદ્ધ માટેની તૈયારી શરૂ કરી. પાટણ પરનો ખેંગારનો હુમલો એ સિદ્ધરાજનું નાક કાપી લેવા જેવી ઘટના તો હતી જ, સાથે ખેંગારે તેના હોઠ પણ ઘસીને કાપી લીધા હતા. આ પહેલા પણ ખેંગારે સિદ્ધરાજનું બબ્બે વાર અપમાન કર્યું હતું. હવે પાટણપતિ માટે પાણી માથાં સુધી આવી જવા જેવું હતું. મહત્ત્વાકાંક્ષી શાસકો માટે આટલાં પરિબળો પૂરતાં હોય છે. પાટણનો દુર્ગ તોડવો અને રાણક દેવીને ઉઠાવી જવી આવાં બે પ્રબળ કારણો સાથે જુનાગઢ પરના હુમલાની તેની તૈયારી પ્રચંડ હતી. રસ્તામાં વઢવાણ ખાતે કિલ્લો બાંધ્યો અને ત્યાંથી સમગ્ર સૈન્યના સંચાલનની જવાબદારી પણ ઉપાડી. જુનાગઢ પહોચતાંની સાથે જ ત્યાંના ઉપરકોટને સિદ્ધરાજે વ્યૂહરચનાનું કેન્દ્ર બનાવ્યું. પ્રબંધો અને દંતકથાઓમાં સિદ્ધરાજે જુનાગઢને ૧૨ વર્ષ સુધી ઘેરો ઘાલ્યો હોવાનું કહે છે. છતાં પણ જુનાગઢ કબજે ના થયું. તે પછી યુદ્ધ અને પ્રેમમાં બધું જ જાયજ છે તે ન્યાયે રા ખેંગારના બે ભાણેજો નામે દેશલ અને વિશલને ફોડી નાખ્યા. બંને ભાણેજોએ મામાનાં તમામ રહસ્યો અને લશ્કરી વ્યૂહો ખુલ્લાં કરી દીધાં. પરિણામે સોલંકી સૈન્યનો માર્ગ આસાન થયો. ૧૨-૧૨ વર્ષ સુધી જુનાગઢ જીતવા તલસી રહેલું સિદ્ધરાજનું લશ્કર ગૌરવભેર ઉપરકોટમાં પ્રવેશ્યું. ઉપરકોટ પર તે પછી ઘમાસાણ સર્જાયું, પણ વેરની આગમાં તડપી રહેલા સિદ્ધરાજ સામે રા ખેંગારનું ઝાઝું ઊપજ્યું નહીં. ખેંગાર યુદ્ધમાં માર્યો ગયો. દંતકથા પ્રમાણે મારતાં પહેલાં સિદ્ધરાજે ખેંગારને મોઢામાં ઘાસનું તરણું લેવડાવ્યું હતું. પ્રાચીન કાળમાં દુશમનને પરાજિત કર્યા પછી અપમાનિત કરવાની આ પદ્ધતિ હતી. જે સિદ્ધરાજે પણ કર્યું. સિદ્ધરાજ જયસિંહ માટે આટલું પર્યાપ્ત ન હતું. ખેંગાર પર પોતાના વિજય જેટલું જ અગત્યનું તેના માટે રાણકદેવીને ફરીથી મેળવવાનું પણ હતું. યુદ્ધવિજય પછી રાજમહેલમાંથી રાણકદેવીને પકડી પોતાની સાથે લઈ પાટણનો રસ્તો પકડ્યો. માર્ગમાં વઢવાણ પાસે ભોગાવો નદીના કાંઠે રાણકદેવી ખેંગાર પાછળ સતી થઈ. સતી થતાં પહેલાં તેણે ભગવાન શંકરને પ્રાર્થના કરી કે "પ્રભુ રાખજે લાજ, મહારાજ પત્ત આજ મારી, ઊઘડી ગયું પડ તરત ને પૃથ્વી ગઈ ફાટી, રાણી પ્રવેશી પેટાળમાં મળી ગઈ માટીમાં માટી" રાણકદેવીનાં સતી થવાથી સિદ્ધરાજનું જુનાગઢ અને સોરઠ જીતવાનું સ્વપ્ન તો સાકાર થયું, પરંતુ રાણકદેવીને પામવાનું અને તેની સાથે દામ્પત્ય જીવન વિતાવવાનું સ્વપ્ન અધૂરું જ રહી ગયું. રાણકદેવીનાં સતી થવાથી સિદ્ધરાજનું જુનાગઢ અને સોરઠ જીતવાનું સ્વપ્ન તો સાકાર થયું, પરંતુ રાણકદેવીને પામવાનું અને તેની સાથે દામ્પત્ય જીવન વિતાવવાનું સ્વપ્ન અધૂરું જ રહી ગયું. રાણકદેવીને પુન:પ્રાપ્ત કરવાની સિદ્ધરાજની મંશા ભલે ના સંતોષાઈ, પણ જુનાગઢ વિજય પછી જે પ્રાપ્ત થયું તે કમ ન હતું. સોરઠ વિજય પછી પહેલું કામ તેણે જુનાગઢને પોતાના સામ્રાજ્યમાં લાવી દીધું. સિદ્ધરાજ જાણતો હતો કે સૌરાષ્ટ્રની પ્રજા જુનાગઢના પરાજય અને રાણકદેવીને તેના ગઢમાંથી લઈ જવાવાળી વાત ભૂલવાની નથી. પણ તે પણ સોરઠવાસીઓને તેમનો પરાજય ભુલાવવા માગતો ન હતો. તે માટે માત્ર સોરઠ અમલી બને એ રીતે ‘સિંહ સંવત’ શરુ કરાવ્યા હતા. સોરઠની પ્રજાને અનૃણ કરાવવાનો સામ્રાજ્યવાદી સિદ્ધરાજનો આ પ્રયત્ન હતો. સોરઠ વિજય પછી તરત જ ભગવાન સોમનાથની યાત્રા કરી અને માતા મીનળદેવીનાં કહેણથી સોમનાથનો યાત્રાવેરો માફ કર્યો, જે તે જમાનામાં અંદાજે વાર્ષિક ૭૨ લાખ જેટલો હતો. છેલ્લે મહત્ત્વની વાત એ બની કે શાસકો પોતાના મહત્વના વિજયો પછી પદવીઓ અને ઉપાધિઓ ધારણ કરતા હતા. સોરઠ પરના વિજય પછી સિદ્ધરાજ સોલંકીએ ‘ચક્રવર્તી’નું બિરુદ ધારણ કર્યું હતું. અત્યાર સુધી જયસિંહ તરીકે ઓળખાતો તે હવે પછી સિદ્ધરાજ અને સિદ્ધરાજ જયસિંહ તરીકે ઓળખાવા લાગ્યો. સમગ્ર ગુજરાત તેની એકહથ્થુ સત્તા નીચે આવ્યું. હવે તેનું નિશાન માળવા બનવાનું હતું. તેની વાત હવે પછી. ---------------- 12- સિદ્ધરાજનું માળવા સાથેનું યુદ્ધ (૧૧૩૫-૩૬) જુનાગઢ સાથેના યુદ્ધમાં વિજય પછી મોટો વિસ્તાર સોલંકી સામ્રાજ્યમાં જોડાતાં સિદ્ધરાજનું રાજ્ય અને પ્રતિષ્ઠા બન્ને વધ્યાં હતાં. દરમિયાન જ સિદ્ધરાજને માળવા સાથે યુદ્ધ કરવું પડ્યું હતું. આ યુદ્ધ ૧૧૩૫-૩૬ના વર્ષે થયું હતું, પણ માળવા સામે યુદ્ધનો સોલંકીઓ માટે આ પહેલો પ્રસંગ ન હતો. પાટણના સોલંકીઓ અને માળવાના પરમાર રજાઓ ઠેઠ ભીમદેવ ભીજાના સમયથી પરસ્પર અથડાતા રહ્યા હતા. તેની અનેક કથાઓ-દંતકથાઓ પણ પ્રચલિત છે. તેમાંની એક રસિક દંતકથા જોઈએ. પાટણનો રાજા ભીમદેવ ખુબ જ ચમત્કારી પરાક્રમી પુરુષ હતો અને તેનો ગાઢ પ્રભાવ માળવાના રાજા અને ત્યાંની જનતા પર પડ્યો હતો. તેણે જોવા માટે ખુદ ધારાપતિ ભોજ પાટણ આવ્યો હતો, પણ તેના આવતાં સાથે ભીમ અલોપ થઇ ગયો. તે પછી તે સીધો પોતાના સૈનિકો સાથે માળવા પહોંચી ધારાનગરીને ઘેરી લે છે... વગેરે વર્ણનો પ્રબંધોમાં દર્શાવવામાં આવ્યાં છે. આમાં સાચું-ખોટું તો શું હતું તે નક્કી ના કરી શકાય, પણ ગુજરાતનાં પાટણ અને માળવા વચ્ચે સત્તાની સાઠમારી ખૂબ જૂની હતી. તેનો આ દંતકથાઓ પુરાવો આપે છે. તેનો વઘુ એક મુકામ ગુર્જર પતિ સિદ્ધરાજ બન્યો હતો. માળવા સાથેના સિદ્ધરાજના યુદ્ધનાં ઘણાં વિચિત્ર કારણો ઇતિહાસમાં આપવામાં આવ્યાં છે. એક, સિદ્ધરાજના રાજ્યમાં યોગિનીઓએ સિદ્ધરાજને યશસ્વી બનવા માટે ઉજ્જૈન જઈ મહાકાલની પૂજા કરવાનું સૂચન કર્યું. સિદ્ધરાજે પણ તે સ્વીકાર્યું, પણ ઉજ્જૈન માળવાના તાબામાં હતું અને કાલિકાની પૂજા માટે ત્યાં જતાં પહેલાં માળવાને જીતવું જરૂરી હતું, અને સિદ્ધરાજે માળવા જીતવા કૂચ કરી હતી. ગુજરાતનાં પાટણ અને માળવા વચ્ચે સત્તાની સાઠમારી ખૂબ જૂની હતી. અનેક દંતકથાઓ તેનો પુરાવો આપે છે. માળવા વિજય માટે બીજું કરણ એ આપવામાં આવ્યું છે કે સિદ્ધરાજ જ્યારે જુનાગઢ અભિયાન પછી સોમનાથની જાત્રા પર હતો ત્યારે માલવપતિ યશોવર્મા ગુજરાત પર ચડી આવ્યો હતો. રાજા વગરના પાટણમાં તેણે આક્રમણ કરી હાહાકાર મચાવી દીધો. સિદ્ધરાજના મંત્રી શાંતનુએ રાજા વતી યશોવર્મા સાથે વાટાઘાટો ચલાવી. યશોવર્માએ સિદ્ધરાજની સોમનાથની યાત્રાનું પુણ્ય પોતાના નામે થાય તો જ પાછા વળવા જણાવ્યું. સામેના રાજાની માગણી આજે આપણને રેશનાલિઝમના જમાનામાં વાહિયાત લાગે, પરંતુ મંત્રી શાંતનુએ તે સ્વીકારી લીધી અને પ્રતીકાત્મક રીતે વિધિઓ અને ધાર્મિક અનુષ્ઠાનો કરાવી જયસિંહનું પુણ્ય યશોવર્માના ખાતામાં થાય તેવું કરાવ્યું. આ વિધિ પત્યા પછી જ યશોવર્મા માળવા પરત ફર્યો. સોમનાથ યાત્રા પછી પાછા આવેલા સિદ્ધરાજે પ્રસ્તુત વાત જાણી ત્યારે તેણે ત્યાજ ધારાનગરનો દુર્ગ તોડવાની અને યશોવર્માની ચામડી ધારદાર તલવારથી ઊતરડી લેવાની પ્રતિજ્ઞા લીધી. તાબડતોબ સિદ્ધરાજે સેના તૈયાર કરી માળવાના માર્ગે નીકળી પડ્યો. માળવાનો રસ્તો વાયા સિદ્ધપુર, ગોધરા અને દાહોદ થઈ પસાર થતો હતો. તે માળવા પહોંચે તે પહેલાં રસ્તામાં તેણે સ્થાનિક આદિજાતિના બાબરા કે બર્બરક નામના ભીલ સરદારનો સામનો કરવો પડ્યો. સિદ્ધરાજે બાબરાને પરાસ્ત કર્યો પણ તેની પત્નીની વિનંતી સાંભળી બાબરાને જીવતદાન આપ્યું. બાબરા પરના વિજય પછી સિદ્ધરાજ બર્બરક જિષ્ણુ કહેવાયો હતો. આ જ બાબરાએ પાછળથી સિદ્ધરાજને પોતાની ચમત્કારિક શક્તિઓથી અશક્ય વિજયો અપાવ્યાં હોવાનું પણ દંતકથાઓમાં કહેવામાં આવે છે. બાબરા સાથેના નાના યુદ્ધ પછી સિદ્ધરાજ જેના માટે નીકળ્યો હતો તે માળવા પહોંચ્યો. માળવા જીતવું એટલું આસાન ન હતું. અહીં પણ જૂનાગઢની જેમ જ સિદ્ધરાજે ૧૨-૧૨ વર્ષ સુધી ઘેરો રાખવો પડ્યો હોવાનું કહેવાય છે. આખરે પોતાના હાથીને પુષ્કળ મદિરાપાન કરાવી મદમસ્ત કરી ધારાનગરીનો દક્ષિણ તરફનો વિશાળ દરવાજો તોડી પાડ્યો. સેના સહિત મહારાજ સિદ્ધરાજ ધારાનગરીમાં દાખલ થયા. યશોવર્માને મહેલમાંથી શોધી કાઢી જીવતો પકડી સિદ્ધરાજ સામે પેશ કરવામાં આવ્યો. તેને કાષ્ઠના પિંજરામાં પૂરી ગુજરાત લાવવામાં આવ્યો. માળવા પર પોતાનું આધિપત્ય સ્થાપવા મહાદેવ નામની વ્યક્તિને ત્યાં સુબા તરીકે નિયુક્ત કર્યો. હવે માળવા ગુજરાતનું ખંડિયું રાજ્ય બન્યું. સિદ્ધરાજની સિદ્ધિઓમાં વધુ એક છોગું ઉમેરાયું અને અવન્તીના વિજય પછી અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું. હેમચંદ્રે ભારતભરમાંથી વ્યાકરણ ગ્રંથો મંગાવી ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન’ નામનો વ્યાકરણ ગ્રંથ તૈયાર કર્યો. સિદ્ધહેમ ગ્રંથમાં પહેલા બે અક્ષર સિદ્ધરાજ અને પછીના બે અક્ષર આચાર્ય હેમચંદ્રના છે. માળવાના વિજય પછી સિદ્ધરાજની વૈયક્તિક પ્રતિભા તો નિખરી જ હતી, સાથે ગુજરાતમાં અનેક નવાં સાંસ્કૃતિક સીમાચિન્હો પણ રચાયાં હતાં. સૌપ્રથમ તો સિદ્ધરાજ માળવા વિજય પછી અઢળક દોલતની સાથે માળવાના ગ્રંથ ભંડારો પણ ગુજરાત ઉપાડી લાવ્યો હતો. પોતે સાહિત્ય અને સંશોધનનો સંરક્ષક તો હતો જ. તેણે માળવાનો ગ્રંથ ભંડાર આચાર્ય હેમચંદ્ર અને પાટણના વિદ્વાનો સમક્ષ રજુ કર્યો. હેમચંદ્રે તે પછી પણ ભારતભરમાંથી વ્યાકરણ ગ્રંથો મંગાવી ‘સિદ્ધહેમ શબ્દાનુશાસન’ નામનો વ્યાકરણ ગ્રંથ તૈયાર કર્યો. સિદ્ધહેમ ગ્રંથમાં પહેલા બે અક્ષર સિદ્ધરાજ અને પછીના બે અક્ષર આચાર્ય હેમચંદ્રના છે. આ ગ્રંથ રચાયા પછી સિદ્ધરાજ જયસિંહે તેણે હાથીની અંબાડી પર મુકાવી પાટણમાં તેની શોભાયાત્રા કાઢી હતી. ગ્રંથના ગૌરવની ગુજરાતના ઈતિહાસની આ પહેલી ઘટના હતી. સાહિત્ય પદાર્થના સેવનની સાથે તે પછી પણ સિદ્ધરાજની વિજય યાત્રાઓ ચાલુ જ રહી હતી અને સમગ્ર પશ્ચિમ ભારત પર ગુજરાતનો ધ્વજ લહેરાવ્યો હતો. પણ તે અપુત્ર હતો પુત્રેષણામાં તે ભટકતો રહેતો હતો. તેનાં સગાંઓ જેને પોતાના પછી પાટણનો રાજા બનાવવા માગતા હતા તે કુમારપાળ તો સિદ્ધરાજ ને દીઠો પણ ગમતો ન હતો. પણ આખરે સિદ્ધરાજની ઈચ્છા વિરુદ્ધ તેના મૃત્યુ પછી કુમારપાળ જ પાટણપતિ બન્યો હતો. તેણે પણ સિદ્ધરાજની સાંસ્કૃતિક પરંપરાઓને આગળ વધારી હતી. પરંતુ ગુજરાતની આ અસ્મિતા દૂર સુધી ના જઈ શકી. વર્ષ ૧૩૦૪માં ગુજરાતના સોલંકી-વાઘેલા વંશ અને ગુજરાતની અસ્મિતાનું દિલ્હીપતિ અલાઉદ્દીન ખિલજીના હસ્તે પતન થયું. ----------------- 13- તરાઈનાં યુદ્ધો ઈ.સ. ૧૧૯૧-૯૨ (મહમૂદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ) ભારતના પશ્ચિમ પ્રાંત પર આરબોના હુમલા અને સોમનાથ પર મહમુદ ગઝનવીનાં આક્રમણોનો ઈતિહાસ આપણે ગત હપ્તાઓમાં જોયો. તે દરમિયાન ભલે તેઓ ભારતમાં સ્થાયી સત્તા સ્થાપવામાં નિષ્ફળ ગયો હોય, પરંતુ તેમના હુમલાઓ પછી ભારત પર સ્થાયી સત્તા સ્થાપવાની બારી તો જરૂર ખૂલી હતી. આ બારીને મોટું બારણું બનાવવાનું કૃત્ય મહમૂદ ઘોરીના આક્રમણ પછી પૂરું થયું હતું. મહમૂદ ઘોરીનો હુમલો તે રીતે મહમુદ ગઝનવી કરતાં નિર્ણાયક હતો. પરંતુ આ બધું પણ રાતોરાત કે શૂન્યાવકાશમાં નહોતું થયું. મહમૂદ ઘોરી જેવો આક્રમણખોર પણ ઘડીના છઠ્ઠા ભાગમાં ભારત વિજય મેળવી શક્યો ન હતો. કારણ કે તેણે સબળ હરીફોનો સામનો કરવાનો હતો. મહમૂદ ઘોરી જેવો આક્રમણખોર પણ ઘડીના છઠ્ઠા ભાગમાં ભારત વિજય મેળવી શક્યો ન હતો. કારણ કે તેણે સબળ હરીફોનો સામનો કરવાનો હતો. આ સમયે ઉત્તર ભારતમાં અજમેરનું શક્તિશાળી રાજ્ય હતું. ત્યાં શાસન કરતા ચૌહાણોની પહેલી રાજધાની અહીચ્છત્રપુર હતી. પછી તેઓ રાજધાની બદલી અજમેરમાં સ્થાપિત થયા હતા. ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગ પણ આ રાજ્યની મુલાકાતે ગયો હતો. ચૌહાણો અગ્નિવંશી અને ચંદ્રવંશી કહેવાય છે. દંતકથાઓ મુજબ ચૌહાણોની ઉત્પત્તિ વશિષ્ઠના અગ્નિકુંડમાંથી થઈ હતી. અગ્નિવંશના અજમેરના રાજા પૃથ્વીરાજ ચૌહાણ હતા. સોમેશ્વરનો આ પુત્ર બાળવયે અજમેરનો રાજા બન્યો હતો. બાળવયે તેના વતી રાજમાતા કર્પૂરીદેવી અને મંત્રી કદમ્બ શાસન કરતા હતા. રાજા બનતા પહેલાં ભાવિ રાજાને તૈયાર કરવા માટે અસ્ત્ર શસ્ત્રનું જે પ્રશિક્ષણ કુમારને આપવામાં આવે છે તે પૃથ્વીરાજને પણ આપવામાં આવ્યું હતું. યુવાવસ્થામાં તે એક પરાક્રમી અને કુશળ રાજા તરીકે તૈયાર થઇ ચૂક્યો હતો. ચંદ બરદાઈ કૃત પૃથ્વીરાજ રાસો અને અન્ય સમકાલીન ગ્રંથોમાં પૃથ્વીરાજની પૂર્વાવસ્થા અને તેનાં પરાક્રમો અને સુશાસનની વિગતો પ્રાપ્ત થાય છે. બાળરાજા પૃથ્વીરાજે ઈ.સ.૧૧૮૨માં વાસ્તવિક રીતે સત્તાનાં સૂત્રો પોતાના હાથમાં લીધા હતા. પૃથ્વીરાજ વીર અને પરાક્રમી હતો. ૧૧મી અને ૧૨મી સદીમાં ઉત્તર ભારતમાં અસ્તિત્વ ધરાવતા મોટાભાગના રાજપૂત રાજાઓ પૃથ્વીરાજથી પરાસ્ત થયા હતા. તે સમયે સત્તાની સાઠમારીનો જમાનો હતો અને યુદ્ધો કરી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવો તે શૌર્યનું પ્રતીક ગણાતું હતું. તે પૃથ્વીરાજે પણ કર્યું. માળવાના પરમારો, ગુજરાતના સોલંકીઓ કે ચાલુક્યો અને ઉદેપુરના ગુહીલો તથા દિલ્હીના ચૌહાનો સુધી તેનું સામ્રાજ્ય વિસ્તરેલું હતું. વિશાળ સામ્રાજ્ય સ્થાપવા સાથે તેણે કુશળ અને ન્યાયપૂર્ણ શાસનવ્યવસ્થા પણ ગોઠવી હતી. હિન્દુસ્થાનનું આવું રાજ્ય હોય તો તેને હરાવી મુસ્લિમ સત્તાની સ્થાપના કરવી એ હજારો માઈલ દુર બેઠેલા મહમૂદ ઘોરીનું સ્વપ્ન હતું. ઘોરીના હુમલા વખતે ઘોર પ્રદેશ અને અજમેર વચ્ચે ઘણા નાનાં-નાનાં રાજ્યો હતાં. તેમના કેટલાક પર ગઝનીનું આધિપત્ય હતું. સરહદી પ્રદેશોના પંજાબ પર ગઝનીનો સુબેદાર શાસન કરતો હતો અને તેની રાજધાની લાહોરમાં હતી. તેનું બીજું કેન્દ્ર મુલતાન હતું. મહમૂદ ઘોરીના શરૂના હુમલાઓ વખતે આ નાના પ્રાંતો ઘોરીનો સામનો ન કરી શક્યા અને ઘોરી સૈન્ય માટે ભારત પ્રવેશની બારી ખુલ્લી થઇ હતી. મહમૂદ ઘોરી માટે પણ કહેવાય છે કે તેણે ભારત પર સત્તર વખત આક્રમણો કર્યાં હતાં અને સત્તર વખત પરાસ્ત થયો. પરંતુ તે હાર માને તેવો સુલતાન ન હતો. મહમૂદ ઘોરીનું આખું નામ મુઈઝુદ્દીન મુહમ્મદ બિન શાખ હતું. તે પોતાની પૂર્વેના હુમલાખોરોમાંથી ઘણા પદાર્થપાઠ શીખ્યો હતો. તેથી તેણે યોજનાબદ્ધ રીતે ભારત અભિયાન આદર્યું હતું. મહમૂદ ઘોરીએ ભારત આવવાના પ્રચલિત માર્ગ ખૈબર ઘાટના રસ્તે આવવાના બદલે સિંધુ પ્રદેશના મેદાનમાં આવેલા ગોમલનો માર્ગ પકડ્યો. ઈ.સ. ૧૧૮૨ સુધીમાં સિંધના રાજાઓએ મહમૂદ ઘોરીનું આધિપત્ય સ્વીકારી લીધું હતું. અહીં એક બીજી વાત પણ નોંધપાત્ર છે કે ઘોરી પહેલાં હુમલાખોરોની જેમ યુદ્ધ કરી લૂંટફાટ કરી સ્વદેશ પાછા ફરવામાં માનતો ન હતો. તે ભારતમાં સ્થાયી સત્તા સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે લશ્કરી અભિયાન ગોઠવી રહ્યો હતો. ૧૧૮૫માં ઘોરી સેનાએ લાહોર કબજે કર્યું. હવે પછીના ક્રમમાં તે ગંગા નદીના મેદાની વિસ્તારોમાં આવેલા રાજપૂત રાજાઓને પોતાનું નિશાન બનાવવાનો હતો. તેના શરૂઆતના હુમલા વખતે તે આવી રહ્યો છે તેવી માહિતી પૃથ્વીરાજને પોતાના ચંદ્રરાજ નામના મુખબીર દ્વારા મળી હતી. પરિણામે રાજપૂત રાજાને સજ્જ થવાનો અને દુશ્મનને દબોચવાનો સમય મળી ગયો. મહમૂદ અજમેર સુધી આવે તે પહેલાં પૃથ્વીરાજ મુલતાન સુધી પહોંચી ગયો અને મહમૂદ ઘોરીને પકડ્યો. પૃથ્વીરાજે ભારતીય યુદ્ધના સિદ્ધાંતો પ્રમાણે ઘોરીને મારવા અથવા તો પરત ફરવા ઓફર કરી. મહમૂદને તો યુદ્ધના સિદ્ધાંતો સાથે નહાવા નિચોવવાનોય સંબધ ન હતો. પૃથ્વીરાજે ભારતીય યુદ્ધના સિદ્ધાંતો પ્રમાણે ઘોરીને મારવા અથવા તો પરત ફરવા ઓફર કરી. મહમૂદને તો યુદ્ધના સિદ્ધાંતો સાથે નહાવા નિચોવવાનોય સંબધ ન હતો. તેણે પૃથ્વીરાજ સાથે બનાવટ કરી. ઘોરીએ કહ્યું કે હું તો મારા ભાઈ સુલતાનનો સેનાપતિ માત્ર છું. તેની આજ્ઞા આવે ત્યાં સુધી તમે થોભી જાવ, યુદ્ધ બંધ કરો. મહમૂદના વચન પર વિશ્વાસ મૂકી પૃથ્વીરાજે તેને મુક્ત કર્યો. આમ પહેલી વાર મહમૂદ ઘોરી પૃથ્વીરાજની દયાને કારણે જીવતદાન પામ્યો. પરંતુ પૃથ્વીરાજને ક્યાં ખબર હતી કે તેની આ દિલાવરી ખુદ પૃથ્વીરાજ ઉપરાંત હિન્દુસ્તાનને કેટલી ભારે પડવાની છે? અને તે પછી તરતના સમયમાં સાર્થક થયું. પૃથ્વીરાજની દયાને કારણે છૂટી દેશ પાછા ફરેલા મહમૂદ સાથે અનેક બાબતો અને ખાસ તો રાજપૂતો અને ભારતીય સૈન્યની યુદ્ધ કળા તેઓની ખાસિયતો અને મર્યાદાઓ જાણી ચૂક્યો હતો અને તેનો બખૂબી ઉપયોગ ઈ.સ.૧૧૯૧-૯૨ના તરાઈના યુદ્ધમાં કરવાનો હતો. તરાઈના સંઘર્ષની વાત આવતી કાલે. ------------------ 14- તરાઈનું યુદ્ધ - 2 મહમૂદ ઘોરીના પહેલા આક્રમણને તો પૃથ્વીરાજે પોતાના બાહુબળથી હઠાવી દીધું, પણ મહમૂદ ‘સિંદરી બળે પણ વળ ન મૂકે’ તેવી ભાવનાથી હિન્દુસ્તાન પર કબજો કરવા માગતો હતો. ઘોરી વતન પાછો ગયો પણ આ પરાજયે તેની રાતોની નિદ્રા હરામ કરી નાખી હતી. મહમૂદ ઘોરીના આક્રમણ વખતે રાજપૂત રાજાઓ આપસી મતભેદો ભૂલી ગયા અને પૃથ્વીરાજના નેતૃત્વમાં લડવા માટે તૈયાર થયા. પૃથ્વીરાજ પાસે યુદ્ધમાં હાહાકાર મચાવી શકે તેવા સેનાપતિઓ પણ હતા. પહેલા યુદ્ધના પરાજયમાંથી પદાર્થપાઠ લઇ તે બીજા હુમલા માટે સજ્જ થઇ રહ્યો હતો. તે અભિયાન મહમૂદ ઘોરીએ ૧૧૯૧ના વર્ષે શરૂ કર્યું. આજના દિલ્હીથી ૧૫૦ કિલોમીટર દૂર હરિયાણાના કરનાલ જીલ્લાના થાનેશ્વરથી ૧૪ માઈલ દૂર સરહિન્દના કિલ્લા પાસે તરાઈ નામનું સ્થળ આવેલું હતું. તેને મહમૂદે પોતાના રણ સંગ્રામનું કેન્દ્ર બનાવ્યું હતું. ખરેખર તો મહમૂદે ચૌહાણ સામ્રાજ્યના ભટીંડાના કિલ્લા પર અધિકાર કરી પૃથ્વીરાજને યુદ્ધ માટે ઉશ્કેર્યો હતો. પૃથ્વીરાજ સેના સહિત તેનો મુકાબલો કરવા સામો ગયો. પરિણામે નાછૂટકે મહમૂદે તરાઈમાં રોકાઈ જવું પડ્યું અને તરાઈ રણમેદાન બન્યું હતું. આ સમયે પૃથ્વીરાજની મદદે ઉત્તર ભારતના ઘણા રાજપૂત રાજાઓ પણ હતા. તેઓ મહમૂદના આક્રમણ વખતે આપસી મતભેદો ભૂલી ગયા અને પૃથ્વીરાજના નેતૃત્વમાં લડવા માટે તૈયાર થયા. પૃથ્વીરાજ પાસે યુદ્ધમાં હાહાકાર મચાવી શકે તેવા સેનાપતિઓ હતા. ઉદા. તરીકે તેનો એક સેનાપતિ લાખા રતનસી વિશાળ શરીર ધરાવતો યોદ્ધો હતો. તેના ભાલાનું વજન એક મણ જેટલું હતું અને કમરે તો દોઢ ગજ લાંબી તલવાર બાંધતો હતો. આ સૈનિકો અને વિશાળ સેના લઇ પૃથ્વીરાજ તરાઈ પહોંચ્યો. યુદ્ધના પહેલા જ દિવસે ચૌહાણ સેનાએ મહમૂદ ઘોરીની સેનાના ૭ હજાર ઘોડેસવાર સૈનિકોનો ખુરદો બોલાવી દીધો. પૃથ્વીરાજની સેનામાં ગજદળ પણ હતું. તેઓએ રચેલા ગજ ચક્રવ્યૂહમાં ઘોરીના લગભગ ૧૦ હજારથી વધુ સૈનિકો માર્યા ગયા હતા. પૃથ્વીરાજની સેના ઘોરી લશ્કર પર સુનિયોજિત હુમલાઓ કરી રહી હતી. પણ સેંકડો કોસ દૂરથી એક ઝનુન સાથે આવેલો મહમૂદ પણ ગાંજ્યો જાય તેમ ન હતો. સુલતાન મહમૂદ ઘોરીએ હાથી પર બેસી લડી રહેલા દિલ્હીના રાજા ગોવિંદરાયના મોઢા પર ભાલો મારી તેના બે દાંત તોડી નાંખ્યા. આ સમયે પૃથ્વીરાજના સેનાપતિ ખૈતસિંહ ખેંગાર લશ્કરનું સુકાન સંભાળી રહ્યા હતા. પરંતુ ધાર્યું પરિણામ આવતું ન હતું. આખરે પૃથ્વીરાજ ખુદ રણમેદાનમાં આવ્યો. પૃથ્વીરાજના આવતાં સાથે ચૌહાણ સેનામાં નવસંચાર થયો. રાજપૂત સૈનિકોએ ઘોરી સેનાના છક્કા છોડાવી દીધા. મહમૂદ ઘોરી પણ બહુ જ ખરાબ રીતે ઘાયલ થયો હતો. મહમૂદના હાથ પર તીર વાગ્યું અને તે લગભગ મૂર્છિત થઇ ગયો. આ જ વખતે તેનો એક વફાદાર સૈનિક ઘોડો લઈ પહોંચી ગયો અને પોતાના સુલતાનને રણમેદાનની બહાર લઈ ગયો. આ વખતે પૃથ્વીરાજ આવ્યો અવસર ચૂકી ગયો. થોડીક વ્યૂહરચના ગોઠવી હોત તો તરાઈનું યુદ્ધ મહમૂદ ઘોરીનું અંતિમ યુદ્ધ બન્યું હોત. દંતકથાઓ મુજબ તો મહમૂદ પરાજય પછી પૃથ્વીરાજની કેદમાં પુરાયો હોવાનું પણ કહેવાય છે. પણ વાસ્તવમાં એમ બન્યું ન હતું. રાજા ઘવાતા અને રણમેદાન છોડતો જોઈ લશ્કરનું પણ શું પૂછવું? સેનાપતિઓ સહિત સૈનિકો પણ મહમૂદના રસ્તે નાઠા. સેનાપતિના અભાવમાં તુર્ક લશ્કર મુઠ્ઠીઓ વાળીને ભાગ્યું. પછી પરિસ્થિતિ પોતાની તરફેણમાં છે તેનો ખ્યાલ આવતાં ચૌહાણ સેનાએ ૮૦ માઈલ દૂર સુધી તુર્કોનો પીછો કર્યો. અને લગભગ વાયવ્ય સરહદ સુધી ખદેડી મૂક્યા. આ યુદ્ધ પછી પૃથ્વીરાજને અંદાજે ૭ કરોડ રૂપિયા જેટલી સંપત્તિ મળી, જે તેણે યુદ્ધમાં પોતાને વિજય અપાવનાર સૈનિકોમાં વહેંચી દીધી. ઘાયલ મહમૂદ ઘોરીને પૂરો કરવાનો આવ્યો અવસર પૃથ્વીરાજ ચૂકી ગયો. થોડીક વ્યૂહરચના ગોઠવી હોત તો તરાઈનું યુદ્ધ મહમૂદ ઘોરીનું અંતિમ યુદ્ધ બન્યું હોત. મોટા વિજય સાથે મહારાજ પૃથ્વીરાજ અજમેર પરત આવ્યા. તરાઈના પહેલા યુદ્ધ પછી તેની રજવાડી ઈજ્જતમાં ઘણો વધારો થયો હતો. આખા ભારતમાં તેની વીરતા અને સાહસની ચર્ચા થતી હતી. બીજી બાજુ પરાસ્ત થયેલા મહમૂદ ઘોરીની શી હાલત હતી તે જોઈએ. તેનું બચેલું લશ્કર મહા મુસીબતે સ્વદેશ પહોચ્યું, પણ હવે તેમણે પોતાના સુલતાનનો ખોફ પણ સહન કરવાનો હતો. તેણે પોતાના બધા સેનાપતિઓના મોઢા પર જવના થોબરા બાંધી આખા શહેરમાં ફેરવ્યા અને અપમાનિત સ્થિતિમાં મૂકી દીધા. તે પોતે પણ ઘણો સમય મહેલની બહાર ન નીકળ્યો. સારાં કપડાં પહેરવાનું બંધ કરી મહમૂદ માત્ર અંત:પુરમાં વિશ્રામ કરતો રહ્યો. તેની રાતોની ઊંઘ હરામ થઇ ગઈ હતી. અપમાનની આગમાં ધૂંધવાતો મહમૂદ વઘુ મોકાની અને તૈયારીની ફિરાકમાં હતો. વેરની આગ તેને લાંબો સમય રાહ ન જોવડાવી શકી. બીજે જ વર્ષે ૧૧૯૨માં તે વધુ તૈયારી સાથે ભારત પર ચડી આવ્યો અને તે મહમૂદ કે પૃથ્વીરાજ માટે જ નહિ, સમગ્રતયા ભારતના ઈતિહાસનું નિર્ણાયક યુદ્ધ બનવાનું હતું. -------------------- 15- તરાઈનું યુદ્ધ - 3 તરાઈના પહેલા યુદ્ધ પછી આગળ આપણે જોયું તેમ મહમૂદ ઘોરી ઘણો જ ધૂંધવાયેલો હતો. પૃથ્વીરાજની દાઝ તેણે પોતાના સૈનિકો અને સેનાપતિઓ ઉપર કાઢી અને બીજા વિશાળ હુમલા માટે લશ્કરને સજ્જ કર્યું. ઘોરીના બીજા હુમલાની સમાંતર એક બીજો પ્રસંગ પણ ભારતીય ઈતિહાસમાં રચાઈ રહ્યો હતો અને તે પૃથ્વીરાજ અને સંયુક્તાની પ્રેમકહાની અને સ્વયંવરની કથા. ઘોરીના બીજા હુમલાની સમાંતર એક બીજો પ્રસંગ પણ ભારતીય ઈતિહાસમાં રચાઈ રહ્યો હતો અને તે પૃથ્વીરાજ અને સંયુક્તાની પ્રેમકહાની અને સ્વયંવરની કથા. કનોજના રાજા જયચંદની પુત્રી સંયુક્તાનો સ્વયંવર હતો. દેશભરમાંથી રાજાઓ અને રાજકુમારો તેને વરવા માટે તત્પર હતા પણ સંયુક્તા તો પહેલેથી જ પોતાનું દિલ પૃથ્વીરાજને દઈ બેઠી હતી. પરંતુ કનોજ નરેશ જયચંદ પૃથ્વીરાજને પહેલેથી જ પોતાનો હરીફ અને શત્રુ માનતો હોવાથી તેને આ સબંધ મંજુર ન હતો. પૃથ્વીરાજને અપમાનિત કરવા માટે જ જયચંદે તેને સંયુકતાના સ્વયંવરમાં નિમંત્રણ આપ્યું ન હતું. વિશેષમાં પૃથ્વીરાજનું પૂતળું મહેલના દરવાજે મૂકી અપમાનની પરાકાષ્ઠા દેખાડી. હાથમાં વરમાળા લઈ નીકળેલી સંયુક્તા એ પૃથ્વીરાજના પૂતળાને વરમાળા પહેરાવી દીધી. સ્વયંવરમાં ઉપસ્થિત સહુ કોઈ ચોંકી ગયા. એટલામાં જ પૂતળામાંજ છુપાયેલો સાચુકલો પૃથ્વીરાજ પ્રગટ થયો અને પોતાના પવનવેગી ઘોડા પર સ્વાર થઈ સંયુક્તાને હરી ગયો. સંયુકતાહરણ રાજા જયચંદ માટે અકળાવનારું અને અપમાનજનક નીવડ્યું અને તેનો બદલો જયચંદે મહમૂદને મદદ કરી લેવાનું નક્કી કર્યું. એક તરફ ઘોરી દુઃખી હતો. બીજી તરફ જયચંદ. આમ બે સમદુઃખિયા ભેગા થયા અને ભારતના ઇતિહાસે કરવટ બદલી. ઘોરીને મદદ કરી જયચંદ એમ માનતો હતો કે ઘોરી તો લૂંટફાટ કરી ચાલ્યો જશે અને પૃથ્વીરાજનું રાજ્ય પોતાને મળશે! ટૂંકમાં પ્રતિશોધ અને સ્વાર્થની ટૂંકી ભાવના સાથે જયચંદ ઘોરી જેવા વિધર્મી સુલતાનને સહાય કરવા તૈયાર થયો. તેણે ખાસ દૂત મોકલી પૃથ્વીરાજ સામેના યુદ્ધમાં ઘોરીને સૈનિક સહાયની ખાતરી આપી. જયચંદના વચન પછી ઘોરી પૃથ્વીરાજ સામે નવું યુદ્ધ કરવા માટે તૈયાર થઇ ગયો. આ જ સમયે ઉત્તર ભારતનાં રાજપૂત રાજ્યો પણ સંયુક્તાહરણની ઘટના પછી પૃથ્વીરાજથી નારાજ હતા. તેઓ પૃથ્વીરાજના મંત્રી ચંદ બરદાઈનાં કહેણ અને મદદની દુહાઈ છતાં ઘોરી - પૃથ્વીરાજ વચ્ચેના યુદ્ધથી દૂર રહ્યા હતા. વર્ષ ૧૧૯૨માં ઘોરી અને પૃથ્વીરાજ ફરી સામસામા આવ્યા. આ સમયે પૃથ્વીરાજ પાસે લગભગ ૩ લાખનું સૈન્ય હતું. જ્યારે ઘોરી પાસે અંદાજે ૧ લાખ ૨૦ હજાર. પૃથ્વીરાજ પાસે હાથીઓનું મોટું દળ હતું તો ઘોરી પાસે અશ્વદળ. બંને સેનાઓ સામસામે ઘણો સમય લડતી અને ઇન્તજાર કરતી રહી. રાજપૂત સેના મહાભારત કાળથી ચાલ્યા આવતા યુદ્ધના નિયમોને અનુસરતી હતી. ઘોરીને યુદ્ધના કોઈ નિયમો લાગુ પડતા ન હતા. તેણે સૈનિકોને તાપણાં સળગાવવા કહ્યું જેથી રાજપૂત સેનાને ત્યાં લશ્કરી પડાવ છે તેવું લાગે અને પૃથ્વીરાજની સેના તેને ઘેરો ઘાલે. તે પહેલાં પાછળથી હુમલો કરી દેવો. મહમૂદ ઘોરીની આ યોજના કારગત નીવડી. ઘોરીના ઘોડેસવારોએ આક્રમક રીતે પૃથ્વીરાજના હાથીઓને ઘેરી લીધા. તીરમારાથી ઘાયલ થયેલા હાથીઓએ પોતાના જ સૈનિકોને કચડવાનું શરૂ કર્યું. છેલ્લા યુદ્ધમાં ઘોરીએ રાજપૂત સેનાપતિઓને પણ ખરીદી લીધા. પૃથ્વીરાજના ઘોડાને પણ ભટકાવી દેવામાં આવ્યો. ભયંકર અને આરપારના તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજના લગભગ ૧ લાખથી વધુ સૈનિકો માર્યા ગયા. પૃથ્વીરાજ ઘેરાઈ ગયો. તે મરણિયો બની ઘોડા પરથી કૂદી લડવા લાગ્યો, પણ પાછળથી યવન સૈનિકે તીર મારતાં તે પડી ગયો. ઘોરી સેનાએ પૃથ્વીરાજને પકડી લીધો. અપમાનિત થવા કરતાં મરવું સારું એમ માની તેણે ભૂખ્યા તરસ્યા રહી મોતને ભેટવાનું નક્કી કર્યું. તેણે પણ ઘોરીને એકવાર પોતાને છોડવા માટે કહ્યું, પણ ઘોરી પૃથ્વીરાજ ન હતો. આખરે તેને કિલ્લામાં મોકલી દેવામાં આવ્યો, જ્યાં તેનું મોત અગમ્ય સંજોગોમાં થયું હોવાનું કહેવાય છે. પૃથ્વીરાજ પાસે લગભગ ૩ લાખનું સૈન્ય હતું. જ્યારે ઘોરી પાસે અંદાજે ૧ લાખ ૨૦ હજાર. પૃથ્વીરાજ પાસે હાથીઓનું મોટું દળ હતું તો ઘોરી પાસે અશ્વદળ. અજમેર વિજય પછી ઘોરી સેના અત્યાચાર વર્તાવતી છેક કનોજ સુધી પહોંચી કનોજ પણ કબજે કર્યું. આટલા મોટા વિજય પછી તેણે ભારત પર રાજ્ય કરવા માટે કુત્બુદ્દીન ઐબક નામના સૂબાની નિમણૂક કરી અને તે પાછળથી એ જ ઐબક દિલ્હી સલ્તનતનો પહેલો સુલતાન પણ બન્યો હતો. આમ પૃથ્વીરાજ ચૌહાણ જેવા પરાક્રમી રાજાના પરાજય સાથે ભારતમાં એક યુગનો અંત આવ્યો અને નવો યુગ શરૂ થયો, જે અગાઉના યુગ કરતા જુદો હતો. પૃથ્વીરાજ ભલે રણમેદાનમાં ખપી ગયો, પોતાની પ્રેયસી અને રાણી સંયુક્તા સાથે સંસાર ભોગવી ન શક્યો. છતાં આજે પણ તે એક આદર્શ અને પ્રેરણાપુરુષ તરીકે ભારતીય જનમાનસમાં જીવંત છે. ---------------- 16- ગુજરાતની અસ્મિતાને આઘાત : અલાઉદ્દીન ખિલજી અને કર્ણદેવ વાઘેલાનું યુદ્ધ (૧૩૦૪ - ૦૫) ગત હપ્તામાં આપણે ભારતમાં ઇસ્લામિક આક્રમણો અને સરવાળે અહી સલ્તનતની સ્થાપના વિષે જોયું. મહમૂદ ઘોરી પૃથ્વીરાજ ચૌહાણ સાથેના યુદ્ધ પછી અજમેર અને દિલ્હીના શાસન માટે કુત્બુદ્દીન ઐબક નામના પોતાના સુબાની નિમણૂક થઇ હતી. તેણે ઈ.સ.૧૨૦૬માં દિલ્હીમાં દિલ્હી સલ્તનતની સ્થાપના કરી. તે પોતે ગુલામ હોવાથી તેનો વંશ ગુલામ કે માંમુલક વંશ તરીકે ઇતિહાસમાં ઓળખાય છે. ઈ.સ. ૧૨૯૦ના વર્ષે દિલ્હીના તખ્ત પર ખિલજી રાજ્ય વંશની સ્થાપના થઇ અને ૭૦ વર્ષનો વયોવૃદ્ધ જલાલુદ્દીન ખિલજી દિલ્હીનો સુલતાન બન્યો. તેના સમયમાં વાયવ્ય ભારતમાંથી વાવાઝોડાની માફક મોંગોલોના હુમલાઓ થયા. દિલ્હી સલ્તનત પર તે પછી ઘણા સુલતાનો અને વંશો આવ્યા. તેઓએ લગભગ ૩૨૦ વર્ષ સુધી દિલ્હી પર શાસન કર્યું. તેનો અંત લોદી વંશના છેલ્લા સુલતાન ઈબ્રાહીમ લોદીના સમયમાં પાણીપતના પહેલા યુદ્ધમાં બાબરના હાથે આવ્યો હતો. આ ૩૦૦ વર્ષનો ગાળો રાજકીય અને વહીવટી રીતે ઘણી ઉથલપાથલો અને આવનજાવનનો સમય રહ્યો હતો. રાજકીય અને વહીવટી રીતે નીતિમત્તાનાં ધોરણોનો પણ વ્યાપક અભાવ હતો. તેનું દૃષ્ટાંત રઝીયા સુલતાનાના સમયથી મળવાનું શરૂ થાય છે. ઈ.સ. ૧૨૯૦ના વર્ષે દિલ્હીના તખ્ત પર ખિલજી રાજ્ય વંશની સ્થાપના થઇ અને ૭૦ વર્ષનો વયોવૃદ્ધ જલાલુદ્દીન ખિલજી દિલ્હીનો સુલતાન બન્યો. તેના સમયમાં વાયવ્ય ભારતમાંથી વાવાઝોડાની માફક મોંગોલોના હુમલાઓ થયા. જે તેણે ખાળ્યા એટલું જ નહિ, હુમલાખોરોને વશ કરી ભવિષ્યમાં તેઓ ખપમાં આવી શકે તે માટે તેમને નવ મુસ્લિમો તરીકે દિલ્હીમાં વસાવ્યા. જલાલુદ્દીન ખિલજીનો એક ભત્રીજો નામે અલાઉદ્દીન ખિલજી હતો. તે માત્ર સુલતાનનો ભત્રીજો જ ન હતો. તેનો જમાઈ પણ હતો. ભત્રીજો અને જમાઈ પણ હોય એટલે સ્વાભાવિક પણે શાસનમાં પણ સારા હોદ્દે હોય જ. અલાઉદ્દીન જલાલુદ્દીન ખિલજીના સમયમાં અવધનો સુબો હતો. અલાઉદ્દીન અત્યંત મહત્વાકાંક્ષી વ્યક્તિ હતો. જલાલુદ્દીન સાથેના સગાઈ સંબંધોનો ગેરલાભ ઉઠાવવો તે તેના માટે સામાન્ય બાબત હતી. પોતાની સામ્રાજ્યવાદી મનોકામનાઓને સંતોષવા જલાલુદ્દીનને કીધા વગર દૂર આવેલા દેવગિરિને જીતવા નીકળી પડ્યો. દેવગિરિમાં તે સમયે રામચંદ્ર નામનો રાજા રાજ કરતો હતો. અહી એક ઘણી રસિક અને બોધપ્રદ ઘટના બની. અલાઉદ્દીન પોતે દૂર દિલ્હીથી આવતો હતો અને દક્ષિણમાં હુમલો કરવા આવતો હોવાથી તેનાં ભયસ્થાનોથી પૂરેપૂરો વાકેફ હતો. સાથે યુદ્ધકલા તો ખરી જ. યુદ્ધ દરમિયાન વપરાતી ખંધાઈઓથી પણ ભરેલો હતો. રામચંદ્રનું સૈન્ય પોતાનાથી મોટું જ હશે, સાથે ભૌગોલિક અને અન્ય સંજોગો પોતાની તરફેણ નહીં કરે તેની અલાઉદ્દીનને ગળા સુધી ખાતરી હતી. તેથી તેણે લુચ્ચાઈ આદરી. દેવગિરિના સીમાડે પહોચતાં જ તેણે પોતાના સૈનિકોને હવામાં પુષ્કળ ધૂળ ઉડાડવા કહ્યું. એ ઘૂળ સૈનિકોએ એટલી હદે ઉડાડી કે આકાશમાં ધૂળની ડમરીઓ ઊડવા લાગી. તે જ સમયે અલાઉદ્દીનના સૈનિકો છુપા વેશે દેવગીરી પહોંચી લોકોમાં અને લશ્કરમાં એવી અફવા ફેલાવી કે અલાઉદ્દીન દોઢ લાખનું સૈન્ય લઇ દેવગિરિ પર હુમલો કરવા આવી રહ્યો છે. અફવાને પગ નથી હોતા છતાં પવન કરતાં પણ વધુ ઝડપે તે ફેલાય છે અને અલાઉદ્દીને નક્કી કરેલી ફોર્મ્યૂલા કારગત નીવડી. તુર્ક સેના વિશાળ મોરચો લઇ આવી રહી છે તેવી અફવા માત્રથી દેવગિરિનું લશ્કર અસ્ત વ્યસ્ત થઇ ગયું અને રાજા પોતે અલાઉદ્દીનને સંધિની શરતો સાથે મળવા માટે આવ્યો અને સુલતાનની અપમાનજનક સંધિ સ્વીકારવી પડી. પરંતુ એ જ સમયે રામચંદ્રનો પુત્ર કે જે અલાઉદ્દીનના આક્રમણ વખતે દક્ષિણમાં ગયો હતો તે આવી પહોચ્યો. તેણે પિતાએ સ્વીકારેલી સંધિને રદબાતલ ગણી અલાઉદ્દીન સાથે બાથ ભીડી પણ તે બહાદુર હોવા છતાં પરાસ્ત થયો. દેવગિરિના વિજય પછી અલાઉદ્દીનને સોના-ચાંદી સહિત વિશાળ માત્રામાં દલ્લો હાથ લાગ્યો જે તેને પોતાના સસરા અને કાકા જલાલુદ્દીનને આપવાની લેશમાત્ર ઈચ્છા ન હતી. બીજી તરફ પોતાનો ભત્રીજો અને જમાઈ દેવગિરિ પર વિજય મેળવી દિલ્હી આવી રહ્યો છે તે જાણતાં જલાલુદ્દીન ફૂલ્યો સમાતો ન હતો. પોતાના આનંદના અતિરેકને રોકી ન શકતા ભત્રીજાને વધાવી લેવા - શાબાશી આપવા અવધના કડા ગામે પહોંચ્યો. પણ તેને ક્યાં ખબર હતી કે તેની ખુશી ટૂંક જ સમયમાં તેના મોતનું કારણ બનવાની છે. ભત્રીજા અને જમાઈને ભેટવા તલપાપડ જલાલુદ્દીન પર અલાઉદ્દીને પાછળથી પ્રાણઘાતક હુમલો કર્યો અને કાકા કમ સસરાનું માથું વાઢી નાંખ્યું. સત્તાની પિપાસા શું ન કરાવી શકે તેનું આ વરવું દૃષ્ટાંત! જલાલુદ્દીનનું માથું કાપી લીધા પછી તેણે માથાને ભાલાની અણી પર ભેરવી આખા દિલ્હીમાં ફેરવ્યું જેથી પોતાના નામનો ખોફ લોકો અને ખાસ તો દિલ્હીના અમીર-ઉમરાવોમાં ફેલાય. અને થયું પણ તેમજ. અલાઉદ્દીન અત્યંત મહત્વાકાંક્ષી વ્યક્તિ હતો. જલાલુદ્દીન સાથેના સગાઈ સંબંધોનો ગેરલાભ ઉઠાવવો તે તેના માટે સામાન્ય બાબત હતી. અલાઉદ્દીનના નામનો ખોફ આખાય દિલ્હીમાં ફેલાઈ ગયો. લોકો અને દરબારીઓ તેનાં નામમાત્રથી કાંપતા હતા. એટલું પૂરતું ન હોય તેમ જલાલુદ્દીનના પુત્રો અને સગાઓને બંદી બનાવ્યા. કેટલાક પુત્રો અને બેગમોની આંખો ફોડી નંખાવી આંધળા બનાવી દીધા. લગભગ દિલ્હીમાંથી પોતાના માર્ગમાંના ભાવી કંટકોનો નિકાલ કરી દીધો. બીજી તરફ દેવગિરિ લૂંટીને લાવેલી સંપત્તિ સૈનિકો અને પોતાના મદદગારોમાં છૂટે હાથે વહેંચી. ગમતા અમીરોને ઊંચા હોદ્દાઓ આપી પોતાના મજબૂત સહાયકો પણ તૈયાર કર્યા. આટલી ઘટનાઓ પૂરી થઇ ત્યારે ઈસવીસન ૧૨૯૬નું વર્ષ ચાલતું હતું અને તે જ વર્ષે અલાઉદ્દીન ખિલજી દિલ્હીના પાયતખ્ત પર બેઠો. સુલતાન નહોતો ત્યારે જે વ્યક્તિ આટલો સામ્રાજ્યવાદી હોય તે સુલતાન બન્યા પછી શું ન કરે? આખી દુનિયા મારે જીતી લેવી છે તેવા બુલંદ ઈરાદા સાથે તેણે ભારતવિજયનું અભિયાન શરૂ કર્યું અને તેનો એક મુકામ તે ગુજરાત હતું. તેની વાત હવે પછી. ----------------- 17- ગુજરાતની અસ્મિતાને આઘાત - 2 પોતાના સગા કાકા અને સસરા જલાલુદીન ખિલજીને ક્રૂર રીતે મારી અને દિલ્હીમાં આતંકનો માહોલ ઊભો કરી સને ૧૨૯૬ના વર્ષે અલાઉદ્દીન ખિલજી દિલ્હીપતિ બન્યો. તે માનતો કે ‘પડકારો ઝીલી ન શકે તે કયારેય દિલ્હી પર રાજ ન કરી શકે’. દિલ્હીના સુલતાન બન્યા પછી તરત જ તેણે વારવાર થતા મોંગોલ આક્રમણને કચડી નાખ્યાં. હિંદુઓ માટે તો અલાઉદ્દીનનું શાસન અત્યંત ક્રૂર હતું. હિંદુઓને હથિયારો ધારણ કરવાની અને સારાં વસ્ત્રો પહેરવાની મનાઈ હતી. હિંદુઓ સારા-મોળા પ્રસંગે વિશાળ માત્રામાં ભેગા પણ થઇ શકતા ન હતા. મોંગોલો પર ૧૨૯૭-૯૯,૧૩૦૪ ના વર્ષમાં હુમલાઓ કરી તેઓ ફરી દિલ્હી તરફ જુએ નહિ તે સ્થિતિમાં મૂકી દીધા. પોતાના કાકા જલાલુદ્દીન ખિલજીએ મોંગોલોને નવ મુસ્લિમો તરીકે દિલ્હીમાં વસાવ્યા હતા તેમનું પણ ભાવિ ભયના ઓથાર નીચે નિકંદન કાઢી નાંખ્યું. આવા મોંગોલોની સંખ્યા ૩૦ હજાર કરતાં વધુ હતી. તેના સમયમાં સગાં વહાલાંઓ અને સ્વધર્મીઓની વલે થતી હોય તો હિંદુ પ્રજાની શી સ્થિતિ હશે તે પણ જોવા જેવું છે. હિંદુઓ માટે તો અલાઉદ્દીનનું શાસન અત્યંત ક્રૂર હતું. હિંદુઓને હથિયારો ધારણ કરવાની અને સારાં વસ્ત્રો પહેરવાની મનાઈ હતી. હિંદુઓ સારા-મોળા પ્રસંગે વિશાળ માત્રામાં ભેગા પણ થઇ શકતા ન હતા. તેમનું સૈનિક અને વહીવટી મહત્વ પણ નહીંવત્ હતું. આવા અલાઉદ્દીનનો વિચાર અગ્નિ એશિયાના દેશો જીતી વિશ્વવિજયનો હતો. તે નિમિત્તે થયેલાં યુદ્ધોમાં એક અગત્યનું યુદ્ધ ગુજરાતના છેલ્લા રાજા કર્ણદેવ વાઘેલા સાથેનું યુદ્ધ છે. ગુજરાત વિજય એ અલાઉદ્દીન ખિલજીની મહત્ત્વાકાંક્ષા પૈકીની એક હતી. ગુજરાતમાં આ સમયે સોલંકી-વાઘેલા યુગ ચાલી રહ્યો હતો. તેનો છેલ્લો શાસક કર્ણદેવ વાઘેલા દંતકથાઓ અને બીજા સાહિત્યમાં પણ બહુ આદરપાત્ર લેખાયો નથી. સમકાલીન સ્રોતો કહે છે કે રાજા કર્ણ ક્ષત્રિય ધર્મનું પાલન કરતો ન હતો. તેનું અંગ કાયમ કામાગ્નિથી વ્યાપ્ત રહેતું. તે રોજ વછનાગનું સેવન કરતો અને ઉઘાડી તલવારે ફરતો. હજુરિયાઓ તેનાથી ડરીને નાસી જતા અને રસોઈયાઓ તથા પીરસનારા તેને બારણાં વાસીને પીરસતા. ટૂંકમાં આ રાજાનો મોટો ખોફ રાજ્યના કમચારીઓ અને રૈયત પર હતો. તેના આ પ્રકારના વલણને કારણે લોકોમાં તે કર્ણદેવ વાઘેલાને બદલે કરણ ઘેલા તરીકે વધુ જાણીતો બન્યો હતો. ગુજરાતી સાહિત્યની પહેલી નવલકથા પણ નંદશંકર તુલજાશંકર મહેતાએ આ જ શીર્ષકથી લખી છે. કર્ણદેવ વાઘેલાના અરાજકીય વલણની નોંધો પ્રબંધ ચિંતામણી જેવા સમકાલીન ગ્રંથો ઉપરાંત બીજા અનેક પુરાવાઓમાંથી સાંપડે છે. તેમાં પાટણના પતન અને અલાઉદ્દીનના વિજય પાછળની રસિક કથાઓ પણ છે. કર્ણદેવ વાઘેલાના મહામાત્યનું નામ માધવ હતું. કામાતુર રહેતા કર્ણદેવે પોતાની પ્રવૃત્તિનો શિકાર માધવ મંત્રીના ભાઈ કેશવની પત્નીને બનાવી હતી. કામઘેલા કર્ણ કેશવની નિર્મમ હત્યા કરી તેની પત્નીને પોતાના અંત :પુરમાં આણી. આ ઘટના માધવ માટે ઘણી જ આઘાતજનક હતી. તે પોતાના રાજા સામે રિસાયો એટલું જ નહીં, વેરની આગમાં તડપતો રહ્યો. આખરે તેણે દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીને પાટણ બોલાવી લાવવાનું નક્કી કર્યું. કર્ણદેવ વાઘેલા દંતકથાઓ અને બીજા સાહિત્યમાં પણ બહુ આદરપાત્ર લેખાયો નથી. સમકાલીન સ્રોતો કહે છે કે રાજા કર્ણ ક્ષત્રિય ધર્મનું પાલન કરતો ન હતો. તેનું અંગ કાયમ કામાગ્નિથી વ્યાપ્ત રહેતું. પાટણથી નીકળતાં પહેલાં મુસલમાનોને અહીં લાવી બદલો ન લઉં ત્યાં સુધી પાટણનું ધાન ન ખાવાની પ્રતિજ્ઞા પણ લીધી. અને માધવ નીકળી પડ્યો દિલ્હીની વાટે. માધવ વીસનગરનો નાગર બ્રાહ્મણ હોવાનું કહેવાય છે, તો કોઈ તેને કચ્છથી આવેલો હોવાનું કહે છે. ઈ.સ. ૧૨૯૪માં તેણે વઢવાણમાં માધાવાવ બંધાવી હતી. અલાઉદ્દીન તો આવાં નોતરાંની વાટ જ જોતો હતો. કારણકે ભારતમાં મુસ્લિમ શાસનની સ્થાપનાને ૧૦૦ વર્ષ થવા છતાં ગુજરાત જીતી શકાયું ન હતું. તેથી દિલ્હીના સુલતાનો ઇસ્લામિક જગતમાં હાંસીને પાત્ર પણ બનતા હતા. આમ ગુજરાત જીતવાનું સપનું અને તેના જ એક જાણભેદુ દ્વારા તેના માટે નિમંત્રણ મળવું આ બે બાબતો ભેગી થઈ અને દિલ્હીપતિ ગુજરાત વિજય માટે સાબદો થયો. ગુજરાત વિજય પહેલાં તેણે વચ્ચેના પ્રદેશોમાં આવનારી સંભવિત મુશ્કેલીઓનો ક્યાસ કાઢી લીધો હતો. અલાઉદ્દીનના દિમાગમાં ગુજરાતની જીત પાક્કી થઈ ગઈ હતી. હવે વ્યવહારમાં કે પ્રત્યક્ષ જીત મેળવવી બાકી હતી. તેની વાત હવે પછી. ------------------- 18- ગુજરાતની અસ્મિતાને આઘાત - 3 અલાઉદ્દીન ખિલજી જે તકની રાહ જોતો હતો તે માધવ મંત્રીની સહાયથી પાકેલા ફળની જેમ તેના ખોળામાં પડી. અલાઉદ્દીન જુદી તાસીરનો વ્યક્તિ - શાસક હતો. તેના રાજમાં વેપારીઓ કોઈ પણ પ્રકારની ચોરી કરી શકતા નહીં, કારણકે વજનમાં ઘટ આપતા વેપારી પકડાતો તો તેના શરીરમાંથી વજનમાં ઘટ જેટલું જ માંસ કાપી લેવામાં આવતું હતું. જીતલ અને ટકા નામનાં ચલણ દ્વારા તેણે આર્થિક બાબતોમાં કેટલીક નવી રીતરસમો દાખલ કરી હતી. આધુનિક આર્થિક ઈતિહાસકારો તો અલાઉદીનને અર્થશાસ્ત્રી તરીકે મૂલવે છે. છતાં કોઈના પર ભરોસો ન કરવો તે અલાઉદ્દીનના સ્વભાવમાં હતું. એટલે સુધી કે પત્નીઓ અને પુત્રો પર પણ નહીં. પરિણામે તેનો વારસો તૈયાર થવો જોઈએ તે ન થયો. ટૂંકમાં અલાઉદ્દીનના સુલતાન બન્યા પછી દિલ્હીમાં સહુ કોઈ ભયના ઓથાર નીચે જીવતા હતા. કોઈના પર ભરોસો ન કરવો તે અલાઉદ્દીનના સ્વભાવમાં હતું. એટલે સુધી કે પત્નીઓ અને પુત્રો પર પણ નહીં. પરિણામે તેનો વારસો તૈયાર થવો જોઈએ તે ન થયો. સતત શંકાશીલ માનસ સાથે કામ કરતા સુલતાને દોઢ લાખની સેના સાથે ગુજરાત અભિયાનની શરૂઆત કરી. અલાઉદ્દીનના લશ્કરમાં સિંધીઓ, વટલાયેલા મુસ્લિમો અને મોંગોલો વિશેષ હતા. તેના સેનાપતિઓમાં ઉલુઘખાન, નુસરતખાન, મોહમ્મદશાહ, તમરબેગ વગેરે જેવા ભરશિયાળે પરસેવો વાળી દે તેવા યોદ્ધાઓ હતા. સંખ્યાની વાત કરીએ તો ૧૫ હજાર વટલાયેલા મુસ્લિમો અને ૩ હજાર ઝુઝારૂ મોંગોલો હતા. અલાઉદ્દીનના ગુજરાત અભિયાનમાં સીધું ગુજરાત આવતું ન હતું. વચ્ચે મારવાડ, મેવાડ જેવાં ઘણાં રાજપૂત રાજ્યો આવતાં હતાં, જેમને ભેદવાં કે પોતાના સમર્થનમાં લેવાં જરૂરી હતાં. વર્ષ ૧૩૦૦માં સુલતાની સેનાએ રણથંભોર કબજે કરી લીધું. પશ્ચિમ મારવાડ સુધી તો તેની યાત્રા સમી સૂતરી ચાલી. ચિતોડના રાજા સમરસી રાવળે ગુજરાત સાથેનું જૂનું વેર વાળવા દિલ્હીના લશ્કરને માર્ગ કરી આપ્યો અને એ રીતે એક કાંકરે બે પક્ષી માર્યાં. એક, અલાઉદ્દીનના લશ્કરથી ચિત્તોડને બચાવ્યું અને બીજું, ગુજરાત સાથે વેર વાળવાની તમન્ના પણ પૂરી કરી. આ દરમિયાન તાજેતરમાં વિવાદનો મુદ્દો બનેલા રાણી પદ્માવતીની ઘટના બની હતી. ફિલ્મ નિર્માણમાં ભલે ગમે તે દર્શાવી શકાતું હોય પણ પદ્માવતીનો વસ્તુલક્ષી ઈતિહાસ એમ કહે છે કે તેણે વર્ષ ૧૩૦૩માં ચિત્તોડના કિલ્લામાં પોતાના પતિ પાછળ સતી થઈ મરવાનું પસંદ કર્યું હતું. પણ બધા રાજપૂત રાજાઓ ચિત્તોડ નરેશ જેવા ન હતા. ઉદા. તરીકે ઝાલોરનો રાજા કાન્હડદે ચૌહાણ અલાઉદીનના માર્ગમાં મોટો અવરોધ હતો. અલાઉદ્દીને કાન્હડદેને પોશાક ભેટ કરી લશ્કરને પસાર થવા વિશે પુછાવ્યું પણ તે સમધર્મી વિરુદ્ધ વિધર્મીને મદદ કરવા તૈયાર ન થયો. તેણે અલાઉદ્દીનને રસ્તો આપવાની ઘસીને ના પડી દીધી. પરિણામે થયેલા હિંસક સંઘર્ષનું રસિક વર્ણન પદ્મનાભ કૃત "કાન્હડદે પ્રબંધ" નામના મધ્યકાલીન ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે. ફિલ્મ નિર્માણમાં ભલે ગમે તે દર્શાવી શકાતું હોય પણ પદ્માવતીનો વસ્તુલક્ષી ઈતિહાસ એમ કહે છે કે તેણે વર્ષ ૧૩૦૩માં ચિત્તોડના કિલ્લામાં પોતાના પતિ પાછળ સતી થઈ મરવાનું પસંદ કર્યું હતું. દિલ્હીથી નીકળેલું તુર્ક લશ્કર આજનું રાજસ્થાન વટાવી ગુજરાતમાં પ્રવેશ્યું. ગુજરાતના મોડાસાથી શરૂઆત થઇ સુલતાનનું લશ્કર આગ લગાડતું લોકોને ડરાવતું ગુજરાતના સીમાડે આવ્યું. તે પહેલાં તો અલાઉદ્દીનના લશ્કરનો બુમારો (ભય) ગુજરાતના ખૂણે-ખૂણે પહોંચી ગયો હતો. ગુજરાતમાં અલાઉદ્દીન સામે સંપૂર્ણ શરણાગતિની સ્થિતિ પણ ન હતી. મોડાસામાં બત્તડ નામનો ઠાકોર અલાઉદ્દીન અને કર્ણદેવ વચ્ચે અવરોધ બનીને ઊભો હતો. તેની પાસે મોટી સેના ન હતી, પણ જુસ્સો ખુબ મોટો હતો. બત્તડ ઠાકોરે અલાઉદ્દીનના સૈન્ય સામે રીતસર કેસરિયાં કર્યાં. ખિલજી સેના મોડાસામાં આગ લગાડતી, લૂંટફાટ કરતી, ગામોનાં ગામો બાળતી આગળ વધતી હતી. મોડાસામાં માતમ મનાવ્યા પછી ખિલજી સેના સીધા પાટણ પર હુમલો કરવાને બદલે બનાસકાંઠાના ધણધાર થઇ આજના મહેસાણા જીલ્લાના ડાંગરવા ગામે પહોંચી. હવે અલાઉદ્દીન ખિલજીની સેના માટે છેલ્લું કદમ બાકી રહ્યું હતું અને તે ગુજરાતની રાજધાની પાટણ. પાટણ આવી પહોંચેલા અલાઉદ્દીન ખિલજીના સંભવિત હુમલાથી ગુજરાત નરેશ કર્ણદેવ વાઘેલા તદ્દન બેખબર ન હતો. તેણે પણ દિલ્હીના સુલતાનનો સામનો કરવા કમર કસી હતી. કારણ કે પાટણપતિ પાસે તે સમયે ૮૦ હજારનું પાયદળ, ૩ હજારનું અશ્વદળ અને ૩૦ જેટલા હાથીઓ હતા. અને મુકાબલો બરાબરનો થશે તેવી સહુ કોઈ આશા રાખતા હતા, પણ આખરે શું થયું તેની રોમાંચક વાતો આવતી કાલે. ---------------- 19- ગુજરાતની અસ્મિતાને આઘાતઃ અલાઉદ્દીન ખિલજીનો ગુજરાત પર હુમલો ગઈકાલે આપણે જોયું કે અલાઉદ્દીન ખિલજીનું સૈન્ય ગામડાંઓ લૂંટતું, બાળતું ગુજરાતના સીમાડે તરખાટ મચાવી પાટણના દરવાજે દસ્તક દેવા પહોંચી ચૂક્યું હતું. કર્ણદેવ પોતાની ભૂગોળ પર અલાઉદ્દીનનો મુકાબલો કરવા સક્ષમ હતો, પણ તેણે તેમ ન કર્યું. આમ નાગરિકો અને સૈનિકો ઉપર અત્યાચાર ગુજારવામાં જ પોતાની મર્દાનગી સમજતા કર્ણદેવે સુલતાનની સેનાનો લેશમાત્ર મુકાબલો ન કર્યો. મહેલના ગઢને છીંડું પાડી કર્ણદેવ પાટણને ઈશ્વરના હવાલે કરી ઉઘાડા પગે પોતાના પરિવારને લઇ નાઠો. કર્ણદેવ જે જગ્યાએ ફાંકુ પડી નાસ્યો હતો ત્યાં મુસ્લિમ સુબાએ પાછળથી દરવાજો બનાવ્યો હતો, જે આજે પણ પાટણમાં "છીંડિયા દરવાજા" તરીકે ઓળખાય છે. અલાઉદ્દીનની ફોજ મોડાસા આવી ત્યાં સુધી તો પાટણમાં તેની ખબર પડી ચૂકી હતી, પણ અલાઉદ્દીનના સેનાપતિઓ પાટણના દરવાજામાં પ્રવેશે તે પહેલાં તેણે સામનો ન કરવાનું નક્કી કરી લીધું હતું. કર્ણદેવે નગરના દરવાજા બંધ કરાવી પોતાની અને પરિવારની સલામતી ઈચ્છી. પણ આ બધું તો ક્ષણિક હતું. તુર્ક સેનાના દેકારા-પડકારા વધી રહ્યા હતા. ગમે ત્યારે પાટણનો રાજમહેલ ધ્વંસ થાય તેમ હતો. તે સંજોગોમાં જે મંત્રી અલાઉદ્દીનના લશ્કરને પાટણ સુધી તેડી લાવ્યો હતો તેણે કર્ણદેવને નાસી જવા કહ્યું અને કર્ણ માધવને અનુસર્યો. મહેલના ગઢને છીંડું પાડી કર્ણદેવ પાટણને ઈશ્વરના હવાલે કરી ઉઘાડા પગે પોતાના પરિવારને લઇ નાઠો. કર્ણદેવ જે જગ્યાએ ફાંકુ પડી નાસ્યો હતો ત્યાં મુસ્લિમ સુબાએ પાછળથી દરવાજો બનાવ્યો હતો, જે આજે પણ પાટણમાં "છીંડિયા દરવાજા" તરીકે ઓળખાય છે. રાજા વગરના સૈન્ય અને રૈયતની શી હાલત થાય તે તો રાજાશાહીના નાગરિકોને જ ખબર પડે ને? કર્ણદેવ વાઘેલાના ભાગી ગયા પછી દરવાજો તોડી તુર્ક લશ્કર મહેલમાં પ્રવેશ્યું તેમની સાથે જાણભેદુ માધવ મંત્રી હતો. રાજ્યનાં ધન ભંડારો અને ગ્રંથ ભંડારો વગેરેની રજેરજ માહિતી તેણે સાથે રહી આપી. પછી તો પૂછવું જ શું? અલાઉદ્દીનના લશ્કરે પાટણમાં બેફામ લૂંટ ચલાવી. સિદ્ધરાજ અને આચાર્ય હેમચંદ્રના જમાનામાં ઊભા થયેલા જ્ઞાનભંડારો લૂંટ્યા - બાળ્યા અને પાટણના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યતિ જેવો સન્નાટો સર્જી દીધો. પાટણ ધ્વંસ અને લૂંટમાર પછી સંતોષ ન થતાં તુર્ક સેના આગળ વધી અને ખંભાત પહોંચી. ત્યાં પણ પાટણ જેવા જ અત્યાચારો વર્તાવી સૈન્ય હવે સોમનાથ તરફ આગળ વધ્યું. પણ સોમનાથમાં પાટણ જેવી સ્થિતિ ન હતી. અહીંના બ્રાહ્મણોએ ધાર્મિક ઝનુન સાથે દિલ્હીના લશ્કરનો સામનો કર્યો, પણ તેઓ લાંબો સમય ઝીંક ઝીલી ન શક્યા. સોમનાથ હુમલા વખતે તો માધવ મંત્રી પણ સુલતાનની સેના વતી લડતો હતો. પણ સ્થાનિક મુકાબલામાં માધવ અને અલાઉદ્દીનના કેટલાક સેનાપતિઓ માર્યા ગયા. તુર્ક લશ્કરે તે પછી હિન્દુઓના ધાર્મિક સ્થાનકને લૂંટવામાં કોઈ મણા ના રાખી. બેફામ કત્લેઆમ અને લૂંટફાટ કરી સોમનાથનું મંદિર તોડી પડ્યું અને શિવલિંગ ઉઠાવી દિલ્હી લઇ જવાયું. ત્યાં જાહેર માર્ગ પર મુકાવ્યું, જેથી તેના પર ચાલી, અપમાનિત કરી શકાય. સોમનાથ પરના હુમલા પછી ત્યાંના બ્રાહ્મણો વિધર્મી સૈન્યના ત્રાસથી બચવા ભાગ્યા અને ઠેઠ મદુરાઈમાં જઈ વસ્યા. જેઓ આજે પણ સૌરાષ્ટ્રી બ્રાહ્મણો તરીકે ઓળખાય છે. આમ પાટણ, ખંભાત અને સોમનાથ પરના વિજય સાથે અલાઉદ્દીનના ગુજરાત અભિયાનનો અંત આવ્યો. ગુજરાત પર શાસન કરવા અલાઉદ્દીને પોતાના બનેવીની નાઝીમ તરીકે નિયુક્તિ કરી. ગુજરાત પર વિજય પછી અલાઉદ્દીનની સામ્રાજ્યવાદી તાકાતમાં ઘણો વધારો થયો. તેણે ઘણાં બધાં સાંસ્કૃતિક સમીકરણો પણ રચ્યાં હતાં. પહેલું તો પાટણના પતન પહેલાં પારોઠનાં પગલાં ભરી દેવગીરી નાસેલો કર્ણદેવ આકરી રઝળપાટ પછી મરણને શરણ થયો. તેની ખુબસુરત રાણી કમલાદેવીને પકડી લેવાઈ. અલાઉદ્દીનના સેનાપતિ ઉલુઘ ખાને ગુજરાત વિજય પછી અલાઉદ્દીનની ખિદમતમાં બે નઝરાના પેશ કર્યા. એક, કમલાદેવી - જેને તેના રાણીવાસમાં મોકલી દીધી. અલાઉદીનને તેનું ગજબનું આકર્ષણ હતું. તેની પુત્રીને પણ અલાઉદ્દીનના પુત્ર ખીજર ખાન સાથે પરણાવી દેવાઈ. સિદ્ધરાજ અને કુમારપાળે આચાર્ય હેમચંદ્રના માર્ગદર્શનમાં ગુજરાતની અસ્મિતાનું ઘડતર કર્યું હતું તેનો આ રીતે કરુણ અંત આવ્યો. આ મુદ્દાને ગુજરાતના અનેક સાહિત્યકારોએ પોતાના સર્જનનો વિષય બનાવ્યો છે. ગુજરાત વિજય પછી બીજી બાબત એ બની કે ખંભાતથી ઉલુઘ ખાને મલેક કાફૂર નામના ગુલામને પકડ્યો હતો. દંતકથાઓમાં તે બ્રાહ્મણ હોવાનું અને તેનું નામ ગંગારામ હોવાનું કહેવાય છે. મલેક એટલો તો રૂપાળો અને આકર્ષક હતો કે અલાઉદ્દીન પણ તેનાથી બચી શક્યો નહીં. લોકવાતોમાં તો અલાઉદ્દીન અને મલેક કાફૂર વચ્ચે સમલૈંગિક સંબંધો હોવાનું પણ ચર્ચાય છે. સુલતાન મલેક કાફૂરની આંખે જ જોતો હતો. એ જે હોય તે, પણ મલેક કાફૂરનો દિલ્હી દરબારમાં દબદબો હતો એટલું તો પાક્કું છે. મલેક કાફૂર એટલો તો રૂપાળો અને આકર્ષક હતો કે અલાઉદ્દીન પણ તેનાથી બચી શક્યો નહીં. લોકવાતોમાં તો અલાઉદ્દીન અને મલેક કાફૂર વચ્ચે સમલૈંગિક સંબંધો હોવાનું પણ ચર્ચાય છે. ગુજરાત વિજય પછી દિલ્હીપતિ અલાઉદ્દીનની મોટી મહત્વાકાંક્ષાનો જ અંત આવ્યો, તો ગુજરાતમાં ત્રણ સૈકાઓથી પશ્ચિમ ભારત પર રાજ કરનાર સોલંકી-વાઘેલા યુગનો પણ સૂર્યાસ્ત થયો. ૩૦૦ વર્ષ સુધી ગુજરાતની અસ્મિતા અને સંસ્કારનું ઘડતર થઇ રહ્યું હતું, તેને એક નાલાયક શાસકથી ગ્રહણ લાગી ગયું. હવે ગુજરાત ઇસ્લામી સલ્તનત હેઠળ મુકાયું. અલાઉદ્દીન પછી ગુજરાતની સ્વતંત્ર સલ્તનત અને પછી મુઘલાઈ એમ સદીઓની ગુલામીમાં ગુજરાત સરી પડ્યું. ‘મારે તેની તલવાર’ અને ‘જેની લાઠી તેની ભેંસ’ જેવો યુગ શરૂ થઈ ચૂક્યો હતો. સ્થાનિક શાસકો વજૂદ વગરના બની રહેવાના હતા. આ ગાળામાં ગુજરાતમાં મહમૂદ બેગડો ગુજરાતનો શાસક બને છે અને માળવાથી લઇ દ્વારકા સુધી રોજની ઉથલપાથલો શરૂ થઈ. મહમુદ બેગડાની સામ્રાજ્યવાદી યાત્રાનાં નિમિત્તે થયેલા યુદ્ધોની વાત હવે પછી. ----------------- 20-મહમૂદ બેગડાનાં યુદ્ધો (ઈ.સ. 1458-1511) - 1 પહેલાં મહમૂદ ગઝનવીનું ભારત પર ભયંકર આક્રમણ, લૂંટફાટ અને તેનું ગઝની પાછા ચાલ્યા જવું. તરત જ મહમૂદ ઘોરી વાયવ્ય-ઉત્તર ભારતનાં રાજ્યોમાં હુમલા-કત્લેઆમ અને પોતાના સુબાને નિયુક્ત કરી ઘોર પરત ફરવું અને આમ દિલ્હીમાં સલ્તનતની સ્થાપના થવી. જ્યારે પણ કેન્દ્રીય સત્તા નબળી પડે ત્યારે સૂબાઓ પોતાનાં કારનામાંઓ કરતાં જ હોય છે. ગુજરાતની સલ્તનત દરમિયાન ૧૫ સુલતાનોએ શાસન કર્યું. આગળના લેખોમાં આપણે અલાઉદ્દીન ખિલજીના ગુજરાત વિજયનો ઈતિહાસ જોયો. તેણે ગુજરાત અભિયાન પછી અહીં સ્થાયી શાસન સ્થાપવાના ભાગ રૂપે દિલ્હીથી પોતાના બનેવીની ગુજરાતના સૂબા તરીકે નિયુક્તિ કરી અને એ રીતે ગુજરાતનું શાસન ચાલતું. ઈ.સ. ૧૩૧૬માં અલાઉદ્દીન ખીલજીનું અવસાન થયું તે પછી સમયાંતરે બીજા વંશના સુલતાનો દિલ્હીના તખ્ત પર બેઠા. તેમાં તઘલખ વંશની સત્તા દરમિયાન રાજકીય કાવાદાવાઓ અને ઊથલપાથલોનો લાભ ઉઠાવી ગુજરાતના સૂબા નામે તાતાર ખાને (સુલ્તાન મહમંદશાહ) દિલ્હીની હકુમત ફગાવી અને ગુજરાતની સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરી. આવી ઘટનાઓ રાજકીય ઇતિહાસમાં સહેજેય નવાઈભરી ન લાગવી જોઈએ કારણકે જ્યારે પણ કેન્દ્રીય સત્તા નબળી પડે ત્યારે સૂબાઓ પોતાનાં કારનામાંઓ કરતાં જ હોય છે. ગુજરાતની સલ્તનત દરમિયાન ૧૫ સુલતાનોએ શાસન કર્યું. તેમનો સમયકાળ પણ લગભગ ઈ.સ. ૧૪૦૩થી અકબરે ગુજરાત જીત્યું ત્યાં સુધી એટલે કે ૧૫૭૩ સુધી રહ્યો. ગુજરાતના ૧૫ સુલ્તાનોમાં અમદાવાદના સ્થાપક અહમદશાહ (૨૬ ડિસેમ્બર ૧૪૧૧), મહમૂદ બેગડા અને બહાદુરશાહ સિવાયના સુલતાનો લાંબી ઐતિહાસિક ચર્ચાના હક્કદાર નથી. ગુજરાતની સ્વતંત્ર સલ્તનત દરમિયાન આજનું વર્લ્ડ હેરીટેજ સિટી અમદાવાદ સત્તાના કેન્દ્રમાં આવ્યું. તેનો એક સુલ્તાન મહમૂદ બેગડો તેનાં વ્યક્તિગત જીવન, યુદ્ધો, શોખો અને બીજી અનેક બાબતો માટે ઈતિહાસ પ્રસિદ્ધ રહ્યો છે. હિંદુ રાજાઓની સરખામણીએ મુસલમાનોનો સિદ્ધરાજ અને મુસલમાન શાસકોની તુલનામાં તેને ગુજરાતના અકબર તરીકે પણ ઈતિહાસકારોએ તેને બિરદાવ્યો છે. સને ૧૪૫૮ના મે માસની ૨૫ તારીખે તે ફતેહખાન નાસિરુંદદુનિયા વ ઉદ્દીન અબુલ ફતેહ મહમુદશાહ નામ ધારણ કરી તખ્તનશીન થયો અને અંદાજે ૫૪ વર્ષ સુધી ગુજરાતના પાયતખ્ત પર એકહથ્થુ શાસન કરતો રહ્યો. ગુજરાતમાં લાંબો સમય શાસન કરનારા શાસકોમાં મહમૂદ બેગડો પણ સ્થાન પામે છે. મહમૂદ ગુજરાતનો સુલ્તાન બન્યો ત્યારે તેની વાય માત્ર ૧૩ વર્ષ ૨ મહિના અને ૩ દિવસની હતી. આટલી નાની ઉંમરે શાસક બનેલા છોકરાને મારે તેની તલવારના જમાનામાં સુખેથી શાસન કરવા ન દે તે દીવા જેવી સ્પષ્ટ વાત છે. બેગડાએ પણ શાસનકાળના પ્રારંભે આવી મુશ્કેલીઓ સહન કરવી પડી. ઉમરાવોનું એક ટોળું મહમૂદને સુલતાનપદેથી ઊથલાવવા હથિયારો સાથે ધસી આવ્યું, પણ મહમૂદ નાનો પણ રાઈનો દાણો હતો. માત્ર ત્રણસો સૈનિકો સાથે ઉઘાડી તલવાર સાથે ભદ્રના કિલ્લામાંથી દુશ્મનો પર ચડી આવ્યો અને બધા અમીર- ઉમરાવોને નગરની બહાર ખદેડી મૂક્યા. મુખ્ય કાવતરાખોરોને પકડી લેવાયા. મુખ્ય બળવાખોર મલેક સાદાનને પકડી હાથીના પગ નીચે કચડી નંખાવ્યો. દગાબાજ અમીરોનાં ઘર સળગાવી દીધાં અને તેમની મિલકતો પણ જપ્ત કરી લીધી. મહમૂદ બેગડો ગુજરાતનો સુલ્તાન બન્યો ત્યારે તેની વાય માત્ર ૧૩ વર્ષ ૨ મહિના અને ૩ દિવસની હતી. આટલી નાની ઉંમરે શાસક બનેલા છોકરાને મારે તેની તલવારના જમાનામાં સુખેથી શાસન કરવા ન દે તે દીવા જેવી સ્પષ્ટ વાત છે. બીજી તરફ સંકટના સમયે પોતાને મદદ કરનાર વફાદારોને જમીન-જાગીર આપી પુરસ્કૃત કર્યા. આમ સુલતાન બનતાં જ મહમૂદ બેગડાએ તેના લડાયક મિજાજનું અને દગાખોરીનું પરિણામ સુલતાન શું આપી શકે છે તેનો પરિચય કરાવ્યો હતો. ગુજરાતનું તખ્ત પાકું કર્યાં પછી તેના દિમાગમાં સતત યુદ્ધો અને ગુજરાતની વિશાળ સલ્તનતની વાત ભમ્યા કરતી હતી. તેના માટે પોતાની સુલતાન તરીકેની કારકિર્દી દરમિયાન નાનાં-મોટાં અનેક યુદ્ધો કર્યાં. નંદુરબારથી જુનાગઢ અને દ્વારકા અને અમદાવાદથી દાહોદ સુધીના પ્રદેશો પર બાહુબળથી વિજયો હાંસલ કર્યા, તે બધાની લાંબી વાતો તો આપણે અહિંયા જોઈશું જ, પણ મહમૂદ બેગડાની વાત એટલામાં પૂરી ન કરી શકાય. ગુજરાતનો આ સુલતાન ઈતિહાસકારો ઉપરાંત લોકસાહિત્યકારોના સર્જનનું રોમાંચક પાત્ર રહ્યો છે. વ્યક્તિગત જીવન હોય, શહેરો ઊભાં કરવાની બાબત હોય કે બાગ-બગીચાઓનું નિર્માણ હોય, તેનું જીવન અત્યંત રસપ્રદ રહ્યું છે. તેની વાત આવતી કાલે. ------------------- 21- મહમૂદ બેગડાનાં યુદ્ધો -૨ આધુનિક વિવેચન સાહિત્યમાં એમ કહેવાય છે કે ચોપડી વાંચતાં પહેલાં ચોપડીના લેખક વિષે જાણો ! એવું જ શાસકો વિશે પણ કહી શકાય. કારણકે વ્યક્તિગત જીવન શાસકોની વહીવટી બાબતો પર ઘણી અસરો પાડતું હોય છે. તે જ સંદર્ભમાં આપણે સુલ્તાન મહમૂદ બેગડાની અંતરંગ જિંદગી જોવી જોઈએ. મિરાત-ઈ-સિકંદરી (મિરાત એટલે આરસી કે દર્પણ) ગ્રંથમાં નોંધાયું છે કે તેણે જુનાગઢ અને પાવાગઢ નામના બે ગઢ જીત્યા હોવાથી તે ‘બેગઢો’ કહેવાયો. પાછળથી બેગઢાનું અપભ્રંશ થઇ ‘બેગડો’ નામ પ્રચલિત બન્યું હતું. મહમૂદ બેગડો તેની લશ્કરી સિદ્ધિઓ જેટલો જ બલકે તેથી વિશેષ તેના જીવન સાથે સંકળાયેલી અંગત બાબતો માટે મશહુર થયો છે. સહુ પહેલાં તેના નામ પાછળ લાગતા બેગડા શબ્દ વિશે. ઈ.સ.૧૬૧૧માં લખાયેલી મિરાત-ઈ-સિકંદરી (મિરાત એટલે આરસી કે દર્પણ) ગ્રંથમાં નોંધાયું છે કે તેણે જુનાગઢ અને પાવાગઢ નામના બે ગઢ જીત્યા હોવાથી તે ‘બેગઢો’ કહેવાયો. પાછળથી બેગઢાનું અપભ્રંશ થઇ ‘બેગડો’ નામ પ્રચલિત બન્યું હતું. જોકે આવી વાત શબ્દરમતથી વિશેષ કશું લાગતી નથી. સિકંદરીમાં જ નોંધાયેલા બીજા મત મુજબ ગુજરાતી ભાષામાં બે હાથ પહોળા અને ઊંચા કરીને જે દેખાવ થાય છે એવા મોટા પહોળા બળદને વેગડો કહે છે. સુલ્તાનની મોટી મૂછો અને ભરાવદાર શરીર એવાં પ્રકારનાં હતાં. તેથી તેને બેગડો કહેતા હશે ! ગુજરાતમાં શારીરિક વિચિત્રતા પરથી નામ પાડવાની ટેવને એક શક્યતા ગણી શકાય, પણ ગુજરાતના સુલ્તાન માટે આવું વિશેષણ વાપરવાની હિંમત તો જેને મોત વહાલું હોય એ જ કરે ને ? તેના ઉપનામ બેગડા વિશે માન્યતા અને દંતકથાઓ ભલે સેંકડોની સંખ્યામાં થઇ હોય, પણ તેની શારીરિક સમૃદ્ધિ અને ખોરાક અને રહેણી-કરણી તો સંશોધકો માટે આકર્ષણનો વિષય રહ્યો જ છે અને તે માત્ર ભારતીયો માટે જ નહીં, તેના સમયમાં ગુજરાત આવેલા યુરોપીય મુસાફર લ્યુંડોવીકો ડી વર્થેમાં એ નોંધ્યું છે કે "સુલ્તાન મહમૂદ બેગડાની મૂછો એટલી તો લાંબી હતી કે સ્ત્રીઓ અંબોડો બાંધે એમ એ બે છેડાને પાછળ લઇ જઈ ગાંઠ વાળી શકતો! એની દાઢી કમર સુધી આવતી. એ રોજ વિષ ખાતો. એનો અર્થ એવો નથી કે એ માત્ર ઝેરથી પેટ ભરતો, પણ અમુક માત્રામાં વિષ લેતો. કોઈને મારી નાંખવાની ઈચ્છા થાય ત્યારે તે પાન સાથે જાયફળ ચાવી સામેવાળાના કપડાં કઢાવી તેના પર થૂંકતો. એના થૂંકના ઝેરથી પેલો માણસ અડધા કલાકમાં મૃત્યુ પામતો. મહમૂદ બેગડો જ્યારે તેનું પહેરણ કાઢતો ત્યારે એને કોઈ અડી શકતું નહીં. મારા એક સાથીએ પૂછ્યું કે સુલ્તાન આ રીતે ઝેર ખાઈ શકતો? ત્યારે સુલતાનથી મોટો વયના એક વેપારીએ કહ્યું કે મહમૂદના બાપે એને બચપણથી ઝેર ખવડાવી ઉછેર્યો છે." આવો જ અભિપ્રાય પોર્ટુગીઝ યાત્રી બાર્બોસાએ પણ વ્યક્ત કર્યો છે. તેણે લખ્યું છે કે એ શાહજાદો હતો ત્યારે તેને ઝેર આપી ઉછેરવામાં આવતો. પહેલાં બહુ ઓછા પ્રમાણમાં ઝેર અપાતું. પછી ધીરે-ધીરે વધારતાં જઈ મોટા પ્રમાણમાં અપાતું. આ કારણથી એનું શરીર એટલું તો ઝેરી થઇ ગયું હતું કે તેના શરીર પર માંખ બેસતી તો ફૂલીને મરી જતી. ઉંમરલાયક થતાં વિષ ખાવાનું તેનાથી છોડી શકાતું નહિ કારણકે જો આ બંધાણ છોડી દે પોતે મરી જશે તેવી તેને સતત ભીતિ રહેતી." આટલું જ નહીં, ૧૭મા સૈકાના વ્યંગ્યકાર સેમ્યુઅલ બટલરે તો તેની "હુડીબ્રાસ"માં લખ્યું કે "the prince of Cambays daily food is asp, basilisk and toad" અર્થાત્ ખંભાતના રાજાનો રોજીંદો ખોરાક ઝેરી સાપ, ઘો અને મોટા ઝેરી દેડકાં છે. જોકે અહીં તેણે બેગડાને ખંભાતનો રાજા કહ્યો તે થોડી ચૂક છે, પણ તે સમયે ખંભાત આંતરરાષ્ટ્રીય બંદર તરીકે પ્રસિદ્ધ હતું. તેથી પરદેશમાં લોકો ગુજરાત કરતાં ખંભાતને વધુ ઓળખતા હતા. મહમૂદ બેગડાના વ્યક્તિત્વની વધુ મઝા તો એ છે કે તે વિદેશીઓ માટે blue beard of Indian history (હિન્દના ઇતિહાસનો ભૂરી દાઢીવાળો) બન્યો હતો. વિષની રોજિંદી ટેવની જેમ જ તેનો ખોરાક પણ ચર્ચાનો મુદ્દો રહ્યો છે . મિરાત- ઈ-સિક્ન્દરીએ જ નોંધ્યું છે કે મહમૂદનો રોજનો ખોરાક ગુજરાતી મણ જેટલો હતો. જમી રહ્યા પછી એ પાંચ શેર મમરા ખાઈ જતો. એ રાત્રે સૂતો ત્યારે પલંગની બંને તરફ સમોસા ભરેલી રકાબીઓ મુકાવતો જેથી જે પડખે ઊઠે તે બાજુ હાથ લંબાવી ખાઈ શકે અને ફરીથી ઊંઘી જાય. સવારની નમાઝ પછી નાસ્તામાં તે એક પ્યાલો મક્કાનું શુદ્ધ મધ ગ્રહણ કરતો અને ૧૫૦ સોનેરી કેળાં ખાઈ જતો. સુલતાન એમ પણ બોલતો કે ખુદાએ મને બાદશાહ ન બનાવ્યો હોત તો મારું પેટ કોણ ભરત? પરદેશી યાત્રીઓ અને સમકાલીન તવારીખકારોએ એ મહમૂદ બેગડા વિશે લખેલી ઉપરોક્ત વાતોથી ગુજરાતના બે મોટા ગજાના ઈતિહાસકારો અનુક્રમે એમ. એસ. કોમીસેરીયેટ અને રત્નમણિરાવ જોટે નવાઈ પામતા નથી. શ્રી જોટે વાજીકરણ નિમિત્તે અથવા ઝેરના પાચન માટે આ પ્રકારના ખોરાકની વાતને વાજબી ગણાવે છે. કોઈને મારી નાંખવાની ઈચ્છા થાય ત્યારે મહમૂદ બેગડો પાન સાથે જાયફળ ચાવી સામેવાળાના કપડાં કઢાવી તેના પર થૂંકતો. એના થૂંકના ઝેરથી પેલો માણસ અડધા કલાકમાં મૃત્યુ પામતો. આવી જ ચમત્કારી અને તર્ક-બુદ્ધિપૂર્વક ન સ્વીકારી શકાય તેવી અનેક વાતો સિદ્ધરાજ જયસિંહ, વીર વિક્રમ, ચામુંડરાય અને કર્ણદેવ તથા અકબર વિષે કાન્હડદેપ્રબંધ, પૃથ્વીરાજ રાસો અને અકબરનામામાં થયેલી છે. રજવાડી લેખકો અને પ્રત્યક્ષ જોયા વગર લખનારા વિદેશી મુસાફરોના આવાં વર્ણનોમાં નવાઈ ન જ થવી જોઈએ. પ્રાચીનકાલના એક પરદેશી મુસાફરે તો એવું લખ્યું છે કે ભારતમાં એક વ્યક્તિના કાન એટલા મોટા છે કે તે એક કાન પાથરી અને બીજો કાન ઓઢીને સૂઈ શકે છે! બીજાએ એવું નોંધ્યું છે કે ભારતના લોકો એવા કોઈ અસાધ્ય રોગથી પીડાય છે કે તેઓના મુખમાંથી રક્ત નીકળે છે. હવે આ રક્ત નહોતું ભારતના લોકોની પાન ખાવાની અને જ્યાં-ત્યાં થૂંકવાની આદત પેલા મુસાફરને રોગ લાગી હતી ! ઈતિહાસકારોએ કેટલા વસ્તુલક્ષી એટલે કે માહિતીસ્રોતોને વફાદાર રહેવાનું ? આવી વાતો તો અત્યાધિક સિદ્ધિપ્રાપ્ત લોકો વિશે ચાલતી રહેવાની. મહમૂદ બેગડા પણ તેમાં અપવાદ નથી. પણ તેણે પોતાની સામ્રાજ્યવાદી મનોવૃત્તિથી ગુજરાતભરમાં યુદ્ધો કરી ગુજરાતને એક છત્ર નીચે લાવવાના ઈતિહાસ બાબતે દેશી-વિદેશી ઈતિહાસકારો-લેખકોમાં કોઈ બે રાય નથી. મહમૂદનાં અનેક યુદ્ધોમાંથી કેટલાક ચૂંટેલાં યુદ્ધો વિશે કાલથી વાત કરીશું. ------------------ 22- મહમૂદ બેગડાનાં યુદ્ધો -૩ વિશેષતાઓને લીધે ગુજરાતના ઇતિહાસમાં દંતકથાનું પાત્ર બનેલો મહમૂદ બેગડો તેના બીજાં અનેક કામો માટે પણ ઈતિહાસ પ્રસિદ્ધ છે. ફૂલ-ઝાડ ઉછેરવાનો અને બગીચાઓ બનાવવાનો તે ગાંડો શોખ ધરાવતો હતો. તેના સમકાલીન ગ્રંથ ‘મિરાત-ઈ- સિકંદરી’માં નોંધાયું છે કે ગુજરાતમાં આંબા, દાડમ, રાયણ, જાંબુ, નાળિયેર અને મહુડા ખુબ ઊગે છે તે સુલ્તાન મહમૂદ બેગડાની મહેનતના લીધે. સુલ્તાન ફરવા નીકળતો ત્યારે કોઈ ગરીબની ઝૂંપડી પાસે કોઈ ઝાડ ઉછેરતું દેખાય તો ઘોડો ઊભો રાખી પૂછતો કે પાણી ક્યાંથી લાવીને પાય છે. પાણીની મુશ્કેલી હોય તો કૂવા પણ ખોદાવી આપતો. સૂકાં ઝાડ કે કરમાયેલા છોડ જોઈ તે ઘણો દુઃખી થતો. અમુક ઝાડ ઉછેરવા માટે ઇનામ આપવાનું પણ કહેતો. સુલ્તાન ફરવા નીકળતો ત્યારે કોઈ ગરીબની ઝૂંપડી પાસે કોઈ ઝાડ ઉછેરતું દેખાય તો ઘોડો ઊભો રાખી પૂછતો કે પાણી ક્યાંથી લાવીને પાય છે. પાણીની મુશ્કેલી હોય તો કૂવા પણ ખોદાવી આપતો. સૂકાં ઝાડ કે કરમાયેલા છોડ જોઈ તે ઘણો દુઃખી થતો. અમુક ઝાડ ઉછેરવા માટે ઇનામ આપવાનું પણ કહેતો. અમદાવાદમાં તેણે ‘બાગ- એ –ફિરદોસ’ અને હાલોલમાં ‘બાગ-એ-હાલુંલ’ બાંધ્યા હતા. ગુજરાતમાં ખસખસ અને અંજીરની ખેતી શરૂ કરવાનો યશ બેશક મહમૂદ બેગડાને શિરે જાય છે. ગુજરાતમાં યુદ્ધો દ્વારા જીત્યા પછી તેણે જુનાગઢમાં મુસ્તુફાબાદ, પાવાગઢની તળેટીમાં મોહમ્મદાબાદ અને અમદાવાદ પાસે મહેમદાબાદ નામનાં નવાં નગરો બાંધ્યાં હતાં. ચાંપાનેરની ગણતરી તો મહમૂદ બેગડાની માવજતને લીધે સંસારનાં શ્રેષ્ઠ નગરોમાં થતી હતી. યુનેસ્કોએ ચાંપાનેરનો સમાવેશ વર્લ્ડ હેરિટેજ સાઈટમાં કર્યો છે. તે બધા બેગડાના સમયનાં સ્થાપત્યોને લીધે. પણ મહેમદાબાદ સિવાય એકેય નગરની સ્મૃતિ આજે રહી નથી. કારણકે આ બધાં નગરોની રચના તેનાં એક યા બીજા યુદ્ધો પછી થઈ હતી એટલે મહમૂદ બેગડા પછી તેણે સ્થાપેલાં નગરો પણ કાલગ્રસ્ત થયાં હતાં. સુલતાન મહમૂદ બેગડો બહાદુર, લડવૈયો, ઉત્સાહી અને મહત્ત્વાકાંક્ષી શાસક હતો. તેની મહત્ત્વાકાંક્ષાઓ યુદ્ધો કર્યા વગર પૂર્ણ થાય તેમ ન હતી. સને ૧૪૫૮માં સુલ્તાન બનેલા મહમૂદનાં યુદ્ધોનો પહેલો દસ્તાવેજી આધાર દક્ષિણ ગુજરાતથી સાંપડે છે. ઈ.સ. ૧૪૬૪માં બેગડાએ વલસાડ પાસેના હિંદુ રાજા પર આક્રમણ કરી તેણે હરાવી પોતાનો ખંડિયો રાજા બનાવ્યો હતો. પણ તેનાં ખરાં યુદ્ધો તો જુનાગઢ, દ્વારકા અને ચાંપાનેર સાથે થયાં હતાં. આ શૃંખલામાં કાલાનુક્ર્મમાં પહેલાં મહમૂદ બેગડાની જુનાગઢની વિજયયાત્રાનો ઈતિહાસ તપાસીએ. જુનાગઢ પર હુમલો કરવાનાં બે કારણો દર્શાવવામાં આવે છે. એક- ધર્મ હતું અને બીજું કરણ ઘેલાના કિસ્સામાં હતું એવું. પહેલા અને ધાર્મિક કારણમાં માંગરોળના હઝરત સૈયદ રુક્નુદ્દીન ઉર્ફે સૈયદ સજું હઝરત સૈયદ સિકંદરે અમદાવાદના મશહુર સૂફી સંત હઝરત શાહઆલમને જુનાગઢના હિંદુ રાજાની ધાર્મિક કટ્ટરતા વિશે પત્ર લખ્યો હતો. સૂફી સંતે આ પત્ર સુલ્તાન મહમૂદ બેગડા સુધી રવાના કર્યો અને મહમૂદનું જુનાગઢ પરનું આક્રમણ નક્કી થયું. બીજું કારણ ગુજરાતના છેલ્લા વાઘેલા રાજા કર્ણદેવ વાઘેલા જેવું જ છે. ગુજરાતમાં યુદ્ધો દ્વારા જીત્યા પછી મહમૂદ બેગડાએ જુનાગઢમાં મુસ્તુફાબાદ, પાવાગઢની તળેટીમાં મોહમ્મદાબાદ અને અમદાવાદ પાસે મહેમદાબાદ નામનાં નવાં નગરો બાંધ્યાં હતાં. જુનાગઢનો રાજા રા માંડલિક ત્યાંના વિશલ નામના વાણિયાની પત્ની પર મોહાંધ થયો હતો. (વિશલ વાણિયાના નામ પરથી આજે પણ વિશલ વાવ જૂનાગઢમાં હોવાનું કહેવાય છે). વિશલની પત્ની રૂપ રૂપના અંબાર સમી અને તેના કેશ તો છેક તેની પાની સુધી અડતા તેવા લાંબા અને સુંદર હતા. સામ્રાજ્યવાદી શાસકો માટે રૈયતની જોરુને પોતાની કરવી ક્યાં મોટી વાત હતી. તે રૂપરશ્મિને યેનકેન પ્રાપ્ત કરી તેના સૌંદર્યનું નિયમિત રસપાન કરવા લાગ્યો. પોતાનો ઘર સંસાર સળગતો જોઈ વિશલ વણિક ઘણો દુઃખી થયો અને કોણ ન થાય? રાજા સામે રૈયતનું શું ગજું? પણ વિશલ બદલાની આગમાં તડપતો હતો. લોકકથાઓમાં કહેવાય છે કે આખરી ઉપાય તરીકે વિશલ પોતાની વેરની પ્યાસ બુઝાવવા માટે સીધો અમદાવાદ પહોંચ્યો અને મહમૂદ બેગડાને મળ્યો. તેની વેરની આગ સામે ધર્મ- વિધર્મ ગૌણ બની ગયું. બેગડાને મળી તેણે જુનાગઢ જીતવાનું નોતરું આપ્યું. તે સમયે મહમૂદ નિરર્થક લડાઈઓ અને કૂચોથી મુક્ત થયો હતો. તેથી સને ૧૪૬૭માં જુનાગઢના ચુડાસમા રાજવી રા માંડલિક પર આક્રમણ કરવાનો નિર્ણય કરી લીધો. તે નિમિત્તે કરેલી સૈન્ય તૈયારી વગેરેની વાતો આવતી કાલે. ----------------- 23- મહમૂદ બેગડાનાં યુદ્ધો - 4 બે ગઢ જીત્યા પછી બેગડા તરીકે જાણીતા થયેલો મહમૂદ બેગડો સને ૧૪૬૯ પહેલો ગઢ જીતવા જુનાગઢ અભિયાન માટે નીકળી પડ્યો. ‘મિરાત-એ-સિકંદરી’ નામના મધ્યકાલીન તવારીખ ગ્રંથમાં તેની પ્રચંડ લશ્કરી તૈયારી, શસ્ત્ર -સરંજામ સાથેનો વૃતાંત આપવામાં આવ્યો છે. જુનાગઢ અભિયાન પહેલાં પોતે જેના પર નિર્ભર હતો તે સૈનિકોને ખુશ કરવા રાજ્યનો ખજાનો ખોલી દીધો. તે એટલે સુધી કે કોષાધ્યક્ષને પાંચ કરોડી રોકડ સિવાય ખજાનામાં કશું જ ન રાખવા હુકમ કર્યો. સિકંદરી લખે છે : જુનાગઢ અભિયાન પહેલાં પોતે જેના પર નિર્ભર હતો તે સૈનિકોને ખુશ કરવા મહમૂદ બેગડાએ રાજ્યનો ખજાનો ખોલી દીધો. તે એટલે સુધી કે કોષાધ્યક્ષને પાંચ કરોડી રોકડ સિવાય ખજાનામાં કશું જ ન રાખવા હુકમ કર્યો. મહમૂદે શસ્ત્રધિકારીને ૬ શેર વજનની સોનાની મૂઠવાળી મગરૂબી ખુરાસની બનાવટની ૧૭૦૦ તલવારો ,૩૩૦૦ અમદાવાદ બનાવટની તલવારો અને અઢી શેરથી ત્રણ શેર વજનના સોનાની મૂઠવાળા ૧૭૦૦ જમૈયા (ખંજર) જેવાં શસ્ત્રો અને નામી તથા તુર્કી અશ્વો સેના સાથે રાખવા પણ આજ્ઞા કરી. સુલતાનની આજ્ઞાનું બિનચૂક પાલન થયું. સુલતાન મહમૂદ બેગડો અમદાવાદથી લશ્કરી કૂચ કરી, રસ્તામાં આવતાં ગામડાંઓને ધમરોળતો, ખેદાન મેદાન કરતો ગિરનારથી લગભગ ૪૦ માઈલ દૂર આવી થોભ્યો. મહમૂદના હુમલાના ભયથી જૂનાગઢવાસી હિંદુઓમાં ભયનું લખલખું પ્રસરી ગયું. સ્થાનિક નાગરિકો રાજ્ય પર આવી પડેલી ઓચિંતી આફતથી ગભરાઈ ગયા. આર્થિક રીતે ખમતીધર, ખાધે-પીધે સુખી ઘરના અને પોતાનું કૈંક બચાવવા જેવું લાગતું હતું તેવા લોકો પોતાની માલમિલકત અને કુટુંબ કબીલા સાથે અડવાણા પગે જૂનાગઢથી નાઠા. સપાટ મેદની વિસ્તારમાં તો તેઓ શરણ લઇ શકે તેમ ન હતા. તેથી સુરક્ષિત સ્થાનની શોધમાં તેઓ ઘણું ભટક્યા. આખરે પ્રભાસ પાટણ પાસે મહાબિલા નામની પહાડીમાં જુનાગઢના આ માણસોએ આશ્રય લીધો. પરંતુ ઠેઠ અમદાવાદથી આક્રમણ કરવા અને જુનાગઢને જીતવા આવેલા મહમૂદ બેગડો અને તેનું ગુપ્તચર તંત્ર આવી ઘટનાઓથી બે ખબર ન હતું. મહમુદની ફોજે આવા શરણાર્થીઓને શોધી કાઢી તેમના પર હુમલો કર્યો અને સેંકડો લોકો માર્યા ગયા અને આમ મહમૂદના જુનાગઢ અભિયાનનો પ્રારંભ થયો. મધ્યકાળમાં વાહન અને સંદેશાવ્યવહારનાં સાધનો ઘણાં ઓછાં હતાં, છતાં સામાજિક ઈજનેરી એટલી તો પાવરફુલ હતી કે જુનાગઢથી ચાલીસ માઈલ દૂર બનેલી આ ઘટના ગણતરીના કલાકોમાં જુનાગઢ પહોંચી ગઈ. મહાબિલાના હુમલાની ખબર પડતાં જુનાગઢ નરેશ રા માંડલિક યુદ્ધ માટે સાબદો થયો. તે કરણ ઘેલો ન હતો કે પારોઠનાં પગલાં ભરે! શિકારના બહાને તે મહમૂદ બેગડાની સેના સામે ગયો. બંને વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો…

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ