વકાર ઉલ મુલ્ક
પાકિસ્તાનનો પાયો :
નવાબ વકાર ઉલ મુલ્ક (૧૮૪૧ - ૧૯૧૭ )
આજે તારીખ ૨૪ માર્ચના રોજ ૧૯માં સૈકાના ગુજરાતી કવિ છોટ્મ ,અભિનેતા ફારુખ શેખ અને પાકિસ્તાનનો પાયો નાંખનારાઓ પૈકીના એક નવાબ વકાર ઉલ મુલ્કનો જન્મદિવસ છે .
ઉત્તરપ્રદેશના મેરઠમાં જન્મેલા વકારનું મુળનામ મુસ્તાક હુસૈન ઝુબેરી હતું અને ઈજનેરીનો અભ્યાસ કર્યો હતો . ૧૮૭૦મા તેમને "સોસાયટી ફોર દિ પ્રમોશન ઓફ એજ્યુકેશન અમંગ મુસ્લીમ્સ" શિર્ષકની નિબંધ સ્પર્ધામાં એવોર્ડ પણ મળ્યો હતો .
વકાર ઉલ મુલ્કની સામાજિક પ્રવુતિઓનો પાયો મોરારાબાદના દુષ્કાળ દરમિયાન નંખાયો હતો .હેદ્રાબાદ રાજ્યના કાયદા અને મહેસુલ સચિવ ઉપરાંત વકાર ઉલ મુલ્કે ૧૭ વર્ષ સુધી નાયબ વડાપ્રધાન તરીકે પણ સેવાઓ આપી હતી .૯ ડીસેમ્બર ૧૮૯૦ના રોજ વકારે નવાબનું બિરુદ ધારણ કર્યું હતું , જે અંગ્રેજોની સેવાનું પણ ફળ હતું .
૧૮૭૫મા સર સૈયદ અહમદે શરુ કરેલા અલીગઢ આંદોલનમાં પણ વકાર ઉલ મુલ્ક સંકળાયેલા હતા .ત્યાં સાડા સાત લાખ રૂપિયાની સખાવત પણ કરી હતી . ૧૯૦૬ના વર્ષે તદ્દન સાંપ્રદાયિક આધાર પર અને અંગ્રેજોની પટકથા મુજબ ઢાકામાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગની સ્થાપના થઇ તેના સ્થાપકો પૈકીના એક નવાબ ૧૯૦૭મા લીગના માનદ મંત્રી બન્યા એ પછી તેમની સાંપ્રદાયિક પ્રવુતિઓ પરાકાષ્ટાએ પંહોચી હતી
૧૯૧૨મા નાદુરસ્ત તબિયત પછી વકારને લકવો થયો અને ૨૭ જાન્યુઆરી ૧૯૧૭ના રોજ અવસાન થયું હતું .
પાકિસ્તાન પોસ્ટલ સર્વિસે તેમની સ્મૃતિમાં પાયોનિયર્સ ઓફ ફ્રીડમ સિરીઝ અંતર્ગત ટપાલ ટિકિટ બહાર પાડી હતી .
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૨૪ માર્ચ ૨૦૧૯, અમદાવાદ
Comments
Post a Comment