સુન્દરમ્

       હું માનવી માનવ થાઉં તો ઘણું :
           સુન્દરમ (૧૯૦૮-૧૯૯૧)
"તને  મૈ ઝંખી છે,
યુગોથી દીઠેલા પ્રખર સહરાની તરસથી "
જેવા અમર ગુજરાતી  પ્રણયકાવ્યના કવિ અને વિશ્વ સાહિત્યમાં બિરાજે તેવી "ખોલકી"વાર્તાના સર્જક સુન્દરમનો આજે જન્મ દિવસ છે.
        મુળનામ ત્રિભુવનદાસ પૂરૂશોત્તમદાસ લુહાર અને જન્મ ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના મીયામાંતર ગામે.પ્રારંભિક શિક્ષણ મીયામાંતર,આમોદમાં લઇ ગુજરાત વિદ્યાપીઠથી સ્નાતક થયા હતા.ભાષાવિશારદ પણ થયા અને સોનગઢમાં અધ્યાપન શરુ કર્યું.
          સુંદરમની પછીની પ્રવુતિઓ અમદાવાદ જ્યોતિસંઘ અને અરવિંદ આશ્રમ પોન્ડેચેરીમાં રહી હતી.તેમના વ્યક્તિત્વ અને સર્જન પર ગાંધી અને અરવિંદનો ગાઢ પ્રભાવ હતો.કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીતો,કાવ્યમંગલા,વસુધા ,યાત્રા અને રંગ-રંગ વાદળિયા તેમના કાવ્ય ગ્રંથો અને હીરાકણી અને બીજી વાતો,પિયાસી તથા ઉન્નયન તેમના જાણીતા વાર્તાસંગ્રહો છે."અર્વાચીન કવિતા"નામનો સુન્દરમનો વિવેચન ગ્રંથ ગુજરાતી સાહિત્યનો પ્રમાણિત વિવેચન ગ્રંથ ગણાય છે.
         સુન્દરમે વાસંતી પૂર્ણિમા,ચિદબરા,પાવકને પંથે,દક્ષિણાયન ,અવલોકન,સાહિત્ય ચિંતન,સમર્ચના અને શ્રી અરવિંદ મહાયોગી જેવા  નાટક,અંજલિ,પ્રવાસ અને ચરિત્ર    ગ્રંથો પણ લખ્યા છે.તેમના સર્જનોમાં ગાંધી,અરવિંદ અને સમાજવાદી વિચારધારા પ્રતિબિમ્બિત  થાય છે.
          સુંદરમનું રણજીતરામ સુવર્ણ ચંદ્રક,દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ ,સરદાર પટેલ યુનિ.દ્રારા ડી.લિટ્ટ વગેરેથી સન્માન થયું છે. ગુજરાતી સાહિત્ય પરિષદના જુનાગઢ અધિવેશનના પ્રમુખ  અને "દક્ષિણા"સામયિકના તંત્રી પણ રહ્યા હતા.
           સુંદરમનું તારીખ ૧૩ જાન્યુ.૧૯૯૧ના રોજ અવસાન થયું હતું.કવિ-વાર્તાકાર સુન્દરમની પક્તિઓ તેમને અંજલિરૂપે .....
"હું માનવી માનવ થાઉં તો ઘણું"

"તે રમ્ય રાત્રે ,
ને રાત્રિથીય રમણીય ગાત્રે ,
ઊભી હતી તું ઢળતી લતા,
ત્યાં બારસાખે રજકાય ટેકવી "

અરુણ વાઘેલા
સૌજન્ય : દીવ્ય ભાસ્કર, અમદાવાદ (૨૨ માર્ચ ૨૦૧૯)

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ