જયંતિ ઠાકોર
શહેર સુબા : જયંતિ ઠાકોર (૧૯૧૩ - )
આજે તારીખ ૪ માર્ચના રોજ જાજરમાન અભિનેત્રી દીના પાઠક ,હિન્દી નવલકથાકાર ફણીશ્વર રેણું ,આરબ મુસાફર અને ઇતિહાસકાર- "તહકિક-ઈ -હિન્દ "જેવા અદભુત ગ્રંથના કર્તા અલ બિરુની ,પોર્ટુગીઝ રાજકુમાર હેન્ની દિ નેવીગેટર અને શહેર સુબા તરીકે પ્રસિદ્ધ થયેલા સ્વતંત્રતા સૈનિક જયંતિ ઠાકોરનો જન્મદિવસ છે .
જયંતિ ઠાકોરનો જન્મ જામનગર જીલ્લાના લાલપુર ખાતે થયો હતો ૧૭ વર્ષની કિશોર વયે વડીલોની રજા લઇ ધરાસણા સત્યાગ્રહમાં જોડાયા હતા .તરતજ ધોલેરા સત્યાગ્રહમાં ભાગ લઇ પોલીસના હાથનો માર પણ ખાધો હતો અમદાવાદમાં સરકાર સંચાલિત આર .સી .હાઈસ્કુલના મકાન પર રાષ્ટ્રધ્વજ ફરકાવી સભાબંધીનો ભંગ પણ કર્યો હતો.
૧૯૩૨ થી ૧૯૪૨ દરમિયાન જયંતિ ઠાકોરે ચાર વાર જેલની સજા પણ ભોગવી હતી .૧૯૪૨ના ભારત છોડો આંદોલનમાં તેઓએ લોક સમૂહની આગેવાની લઇ કરેલા કામો બદલ અમદાવાદની જનતાએ તેમને "શહેર સુબા "નો ખિતાબ આપ્યો હતો . જયંતિ ઠાકોર આઝાદ સરકારમાં " જયાનંદ " નામથી શહેર સુબાનું કાર્ય સંભાળતા હતા . ૪૨ના આંદોલનમાં ગુપ્ત પ્રવુતિઓ વખતે સતત ભૂગર્ભવાસ પણ સેવ્યો હતો .
અમદાવાદ નગરમાં વ્યાયામ અને પત્રિકા પ્રવુતિઓના ફેલાવામાં પણ તેઓનું યોગદાન રહ્યું હતું .આઝાદીના આંદોલનની સાથે ચાલતી અંત્યજ પ્રવુતિઓ ,કોમી એકતા ,મજુર પ્રવુતિઓ જેવા અનેક ક્ષેત્રોમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું .
૧૯૪૬મા અમદાવાદના કોમી હુલ્લડો વખતે જયંતિ ઠાકોરે મન મૂકીને કોમી એખલાસ માટે પ્રવુતિઓ કરી હતી .
અરુણ વાઘેલા
સૌજન્ય : દીવ્ય ભાસ્કર , ૪ માર્ચ ૨૦૧૯, અમદાવાદ
Nice sir
ReplyDeleteNice sir
ReplyDelete